કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૨. વીરની વિદાય: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨. વીરની વિદાય|}} <poem> મ્હારા કેસરભીના કન્થ હો ! સિધાવો જી રણ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 63: | Line 63: | ||
{{Right|'''(કેટલાંક કાવ્યો, ભાગ-૨, પૃ. ૫૮-૬૦)'''|}} | {{Right|'''(કેટલાંક કાવ્યો, ભાગ-૨, પૃ. ૫૮-૬૦)'''|}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૧. એ દિવસો | |||
|next = ૧૩. ગિરનારને ચરણે | |||
}} |
Revision as of 10:54, 13 June 2022
મ્હારા કેસરભીના કન્થ હો !
સિધાવો જી રણવાટ. – ધ્રુવ
આભ ધ્રૂજે, ધરણી ધમધમે, રાજ !
ઘેરા ઘોરે શંખનાદ :
દુંદુભિ બોલે મહારાજનાં, હો !
સામન્તના જયવાદ :
મ્હારા કેસરભીના કન્થ હો !
આંગણ રણધ્વજ રોપિયા હો !
કુંજર ડોલે દ્વાર :
બંદીજનોની બિરદાવલી હો !
ગાજે ગઢ મોઝાર :
મ્હારા કેસરભીના કન્થ હો !
પુર પડે, દેશ ડૂલતા હો !
ડગમગતી મ્હોલાત :
કીર્તિ કેરી કારમી, રાજ !
એક અખંડિત ભાત :
મ્હારા કેસરભીના કન્થ હો !
નાથ ચ્હડો રણઘોડલે રે,
હું ઘેર રહી ગૂંથીશ
બખ્તર વજ્રની સાંકળી : હો !
ભર રણમાં પાઠવીશ :
મ્હારા કેસરભીના કન્થ હો !
સંગ લેશો તો સાજ સજું, હો !
માથે ધરું રણમ્હોડ :
ખડ્ગને માંડવ ખેલવાં,
મ્હારે રણલીલાના કોડ :
મ્હારા કેસરભીના કન્થ હો !
આવતાં ઝાલીશ બાણને, હો !
ઢાલે વાળીશ ઘાવ :
ઢાલ ફૂટ્યે મ્હારા ઉરમાં, રાજ !
ઝીલીશ દુશ્મનદાવ :
મ્હારા કેસરભીના કન્થ હો !
એક વાટ રણવાસની રે,
બીજી સિંહાસન વાટ :
ત્રીજી વાટ શોણિતની સરિતે,
હો શૂરના સ્નાનનો ઘાટ :
મ્હારા કેસરભીના કન્થ હો !
જયકલગીએ વળજો, પ્રીતમ !
ભીંજશું ફાગે ચીર :
નહીં તો વીરને આશ્રમ મળશું
હો ! સુરગંગાને તીર;
મ્હારા કેસરભીના કન્થ હો !
રાજમુગટ ! રણરાજવી ! હો !
રણઘેલા ! રણધીર !
અધીરો ઘોડીલો થનગને, નાથ !
વાઘો રણે, મહાવીર !
મ્હારા કેસરભીના કન્થ હો !
(કેટલાંક કાવ્યો, ભાગ-૨, પૃ. ૫૮-૬૦)