કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૨. રાજહંસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૨. રાજહંસ|}} <poem> સૂના આ સરોવરે આવો, {{Space}} આ રાજહંસ ! સૂના આ સરોવ...")
 
No edit summary
Line 25: Line 25:
{{Right|'''(જયા-જયંત, નવમી આ., પૃ. ૨૩-૨૪)'''|}}
{{Right|'''(જયા-જયંત, નવમી આ., પૃ. ૨૩-૨૪)'''|}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૧. ખમ્મા વીરાને
|next = ૨૩. રસજ્યોત
}}

Revision as of 11:02, 13 June 2022

૨૨. રાજહંસ


સૂના આ સરોવરે આવો,
          આ રાજહંસ ! સૂના આ સરોવરે આવો;
જૂનાં એ ગીતને જગાવો,
          ઓ રાજહંસ ! સૂના આ સરોવરે આવો.

ક્ય્હા માનસર ? ક્ય્હાં અમ રંક આરો ?
ક્ય્હાં પુણ્યશ્વેત વપુ ? ક્ય્હાં ગિરિ આ અમારો ?
ઓ દેવપંખી ! કંઈ દૈવી નથી, તથાપિ
ઉદ્ધારવા અમ સરોવરિયે પધારો.

લીલા લ્હેકન્તા કાંઈ કંઠે મજાના,
સ્નેહે નમન્તાં ધીરે પગલે લજ્જાનાં.
          અમારાં નીર આ સુહાવો :
          ઓ રાજહંસ ! હૈયાને સરોવરે આવો;

          હેયાને સરોવરે આવો,
ઓ રાજહંસ ! હૈયાને સરોવરે આવો.
જૂનાં એ ગીતને જગાવો,
ઓ રાજહંસ ! સૂના આ સરોવરે આવો.
(જયા-જયંત, નવમી આ., પૃ. ૨૩-૨૪)