કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૪. ઊગે છે પ્રભાત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૪. ઊગે છે પ્રભાત|}} <poem> ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે; ઊગે છે ઉષા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|'''(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, સં. નિરંજન ભગત તથા અન્ય પૃ. ૫૦)'''|}} | {{Right|'''(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, સં. નિરંજન ભગત તથા અન્ય પૃ. ૫૦)'''|}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૩. રસજ્યોત | |||
|next = ૨૫. જાહ્નવી જગની ઘૂમે રે | |||
}} |
Revision as of 11:03, 13 June 2022
૨૪. ઊગે છે પ્રભાત
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
ઊગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે...
રજનીની ચૂંદડીના
છેડાના હીરલા શા,
ડૂબે છે તારલા આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમી ધીમે...
પરમ પ્રકાશ ખીલે,
અરુણનાં અંગ ઝીલે;
જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે;
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે...
(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, સં. નિરંજન ભગત તથા અન્ય પૃ. ૫૦)