કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૫. હરિ! આવો ને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૫. હરિ! આવો ને|}} <poem> {{Space}}આ વસંત ખીલે શતપાંખડી, હરિ ! આવો ને; આ ધ...")
 
No edit summary
Line 27: Line 27:


{{Right|'''(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૪)'''|}}
{{Right|'''(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૪)'''|}}
</poem>


</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૪. હરિનાં દર્શન
|next = ૩૬. પરમ ધન
}}

Revision as of 11:12, 13 June 2022

૩૫. હરિ! આવો ને


         આ વસંત ખીલે શતપાંખડી, હરિ ! આવો ને;
આ ધરતીએ ધરિયા સોહાગ; હવે તો હરિ ! આવો ને.
         આ વિશ્વ વદે છે વધામણી, હરિ ! આવો ને;
આવી વાંચો અમારાં સૌભાગ્ય; હવે તો હરિ ! આવો ને.

આ ચંદરવો કરે ચંદની, હરિ ! આવો ને;
વેર્યાં તારલિયાનાં ફૂલ, હવે તો હરિ ! આવો ને.
પ્રભુ ! પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ ! આવો ને;
દિલ વારી કરીશ સહુ ડૂલ; હવે તો હરિ ! આવો ને.
આ જળમાં ઊઘડે પોયણાં, હરિ ! આવો ને;
એવા ઊઘડે હૈયાના ભાવ; હવે તો હરિ ! આવો ને.
આ માથે મયંકનો મણિ તપે, હરિ ! આવો ને;
એવા આવો, જીવનમણિ માવ ! હવે તો હરિ ! આવો ને.
આ ચંદની ભરી છે તલાવડી, હરિ ! આવો ને;
ફૂલડિયે બાંધી પાજ; હવે તો હરિ ! આવો ને.
આ આસોપાલવને છાંયડે હરિ ! આવો ને;
મનમહેરામણ મહારાજ ! હવે તો હરિ ! આવો ને.
મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ ! આવો ને;
મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ ! આવો ને.
મ્હારા કાળજ કેરી કુંજમાં હરિ ! આવો ને;
મ્હારા આતમસરોવરઘાટ, હવે તો હરિ ! આવો ને.

(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૪)