કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૬.સીમનું મન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૬.સીમનું મન|}} <poem> આવ્યે હજી પલ નથી થઈ એક, ત્યાં તો આ સીમનું ક...")
 
No edit summary
Line 9: Line 9:
ભેગું થતું અવ કશે... મુજને થતું કે  
ભેગું થતું અવ કશે... મુજને થતું કે  
મારી જ જેમ હમણાં કંઈ બોલશે એ !
મારી જ જેમ હમણાં કંઈ બોલશે એ !
મેં ડોલતાં કણસલાં પર કાન માંડ્યા
મેં ડોલતાં કણસલાં પર કાન માંડ્યા
પંખી સમા ત્યહીંય બેઉ રમે મજેથી !
પંખી સમા ત્યહીંય બેઉ રમે મજેથી !

Revision as of 06:54, 15 June 2022


૬.સીમનું મન


આવ્યે હજી પલ નથી થઈ એક, ત્યાં તો
આ સીમનું કલકલ્યું મન વિસ્તરેલું;
ભેગું થતું અવ કશે... મુજને થતું કે
મારી જ જેમ હમણાં કંઈ બોલશે એ !

મેં ડોલતાં કણસલાં પર કાન માંડ્યા
પંખી સમા ત્યહીંય બેઉ રમે મજેથી !
લીલાશમાં સરકતી પકડી હવાને
ચૂમી લઈ, કલકલાટ બધોય ચાખ્યો !
ને હું હવે નગરને પથ સંચરું ત્યાં
આખીય સીમ મુજને વળગી રહી છે !
(અંગત, પૃ. ૭)