કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૫.વરસાદ પછી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫.વરસાદ પછી|}} <poem> જલભીંજેલી જોબનવંતી લથબથ ધરતી અંગઅંગથી ટપ...")
 
No edit summary
Line 14: Line 14:
ફરી રહ્યો છે
ફરી રહ્યો છે
ધીમે ધીમે.
ધીમે ધીમે.
યથા રાધિકા
યથા રાધિકા
જમના-જલમાં
જમના-જલમાં
Line 22: Line 23:
વસન ફેરવે
વસન ફેરવે
ધીરે ધીરે.
ધીરે ધીરે.
જોઈ રહ્યો છે  
જોઈ રહ્યો છે  
પરમ રૂપના
પરમ રૂપના

Revision as of 04:45, 17 June 2022


૫.વરસાદ પછી

જલભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગઅંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર !
ને તડકાનો
ટુવાલ ધોળો
ફરી રહ્યો છે
ધીમે ધીમે.

યથા રાધિકા
જમના-જલમાં
સ્નાન કરીને
પ્રસન્નતાથી
રૂપ ટપકતા
પારસદેહે
વસન ફેરવે
ધીરે ધીરે.

જોઈ રહ્યો છે
પરમ રૂપના
ઘૂંટ ભરંતો
શું મુજ શ્યામલ
નેનન માંહે
છુપાઈને એ
કૃષ્ણ-કનૈયો ?
(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૪૫)