કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧.ચાંદરણું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧.ચાંદરણું|}} <poem> હું વ્યસ્ત હ્યાં ટેબલ પે કચેરીમાં ત્યાં આ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧.ચાંદરણું|}}
{{Heading|૧.ચાંદરણું|લાભશંકર ઠાકર}}


<poem>
<poem>
Line 17: Line 17:
ગર્યું નીચે ઘેઘૂર વૃક્ષમાંથી  
ગર્યું નીચે ઘેઘૂર વૃક્ષમાંથી  
ભીના ભીના રક્તકપોલની પરે...
ભીના ભીના રક્તકપોલની પરે...
આજે હશે ક્યાં અહ કેવી
આજે હશે ક્યાં અહ કેવી
:::: જાણું ના...
:::: જાણું ના...

Latest revision as of 07:29, 17 June 2022


૧.ચાંદરણું

લાભશંકર ઠાકર

હું વ્યસ્ત હ્યાં ટેબલ પે કચેરીમાં
ત્યાં
આવી પડ્યું ચાંદરણું રૂપેરી.
મૂગું મૂગું એ હસીને મને ક્યાં
તેડી ગયું દૂર ? – પ્રદોષવેળા
ઝૂકેલ શો ઘેઘૂર આંબલો, ને
વહી જતી પાછળ રમ્યઘોષા
નદી; ભરીને જલ-કેશ ભીના
કપોલની શી સુરખી ભીની ભીની ! –
જતી હતી તું; નીરખી મને ને
અટકી જરા; ચાંદરણું રૂપેરી
ગર્યું નીચે ઘેઘૂર વૃક્ષમાંથી
ભીના ભીના રક્તકપોલની પરે...

આજે હશે ક્યાં અહ કેવી
જાણું ના...
જો ક્યાંકથી આ કવિતા કદીયે
વાંચે ભલા તો લઈ તું જજે હવે
(નદીતટે વૃક્ષ નીચે ઊભેલા
કુમારને જે દીધ તેં) રૂપેરી
ભીનું ભીનું ચાંદરણું...
(વહી જતી પાછળ રમ્યઘોષા (૨૦૦૧), પૃ. ૨૧)