કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૩૧.જણ જીવો જી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૧.જણ જીવો જી|}} <poem> ઠાકરની આંખમાં ઠળિયા રે રણ જીવો જી. હૈયાન...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૩૧.જણ જીવો જી|}}
{{Heading|૩૧.જણ જીવો જી|લાભશંકર ઠાકર}}


<poem>
<poem>
Line 20: Line 20:
{{Right|(ટોળાં અવાજ ઘોંઘાટ, પૃ. ૩૩)}}
{{Right|(ટોળાં અવાજ ઘોંઘાટ, પૃ. ૩૩)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૦.ટોળાં અવાજ ઘોંઘાટ
|next = ૩૨.આમ ખેંચીએ જરાક જોરથી –
}}

Latest revision as of 10:09, 17 June 2022


૩૧.જણ જીવો જી

લાભશંકર ઠાકર

ઠાકરની આંખમાં ઠળિયા રે રણ જીવો જી.
હૈયાનાં ખાલીખમ ફળિયાં રે જણ જીવો જી.
તૂટ્યા કડડ સાત સળિયા રે જણ જીવો જી.
ખૂટ્યાં નાગર તારાં નળિયાં રે જણ જીવો જી.
મારગમાં મોહનજી મળિયા રે જણ જીવો જી.
રાધાનાં હાડ સાવ ગળિયાં રે જણ જીવો જી.
ઢાળથી ઊથલજી ઢળિયા રે જણ જીવો જી.
અધવચ પાથલજી મળિયા રે જણ જીવો જી.
ખાવું શેં ? પીવું શેં ? લાળિયા રે જણ જીવો જી.
હાલતા ને ચાલતા પાળિયા રે જણ જીવો જી.
ખટમાસ ઊંઘમાં ગાળિયા રે જણ જીવો જી.
ખટમાસ વ્હેણ સાવ વાળિયાં રે જણ જીવો જી.
ભડભડ ચેહમાં બાળિયા રે જણ જીવો જી.
અમથાં અલખ અજવાળિયાં રે જણ જીવો જી.
(ટોળાં અવાજ ઘોંઘાટ, પૃ. ૩૩)