કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૭.ઘડું છું મને પણ હજી ઘડાયો નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૭.ઘડું છું મને પણ હજી ઘડાયો નથી|}} <poem> ઘડું છું મને પણ હજી ઘડ...")
 
No edit summary
Line 23: Line 23:
{{Right|(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. ૯૪)}}
{{Right|(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. ૯૪)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૬.તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે?
|next = ૪૮.શી-ઈ-ઈ-ઈ-!
}}

Revision as of 10:48, 17 June 2022


૪૭.ઘડું છું મને પણ હજી ઘડાયો નથી

ઘડું છું મને પણ હજી ઘડાયો નથી.
મારે મને ઘડીને ઘટ રૂપે તરવું છે.
ક્યાં ?
જીવનસરિતામાં.
શા માટે ?
તરતાં તરતાં મારે સામા કાંઠે જવું છે.
વ્હાય ?
ત્યાં કોઈ મારી પ્રતીક્ષા કરે છે.
કોણ ?
મારેય તે જાણવું છે કે
સામા કાંઠે કોણ અને શા માટે કોઈ
મારી પ્રતીક્ષા કરે છે.
પણ રે તું ક્યારે ઘડાઈ રહીશ ?
ઘડતાં ઘડતાં
હું
મને એ જ પૂછું છું :
રે હું ક્યારે ઘડાઈ રહીશ ?
(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. ૯૪)