કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧.એક બપોરે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧.એક બપોરે|}} <poem> મારા ખેતરને શેઢેથી ’લ્યા ઊડી ગઈ સારસી! મા, ઢ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧.એક બપોરે|}} | {{Heading|૧.એક બપોરે|રાવજી પટેલ}} | ||
<poem> | <poem> | ||
Line 20: | Line 20: | ||
{{Right|(અંગત, ચતુર્થ આવૃત્તિ, ૧૯૯૯, પૃ. ૧)}} | {{Right|(અંગત, ચતુર્થ આવૃત્તિ, ૧૯૯૯, પૃ. ૧)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = આ શ્રેણીના સંપાદકો | |||
|next = ૨.ઢોલિયે | |||
}} |
Latest revision as of 11:50, 17 June 2022
૧.એક બપોરે
રાવજી પટેલ
મારા ખેતરને શેઢેથી
’લ્યા ઊડી ગઈ સારસી!
મા,
ઢોચકીમાં છાશ પાછી રેડી દે.
રોટલાને બાંધી દે.
આ ચલમની તમાકુમાં કસ નથી;
ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની.
મને મહુડીની છાંય તળે
પડી રહેવા દે.
ભલે આખું – આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,
અલે એઈ
બળદને હળે હવે જોતરીશ નઈં...
મારા ખેતરને શેઢેથી —
(અંગત, ચતુર્થ આવૃત્તિ, ૧૯૯૯, પૃ. ૧)