કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૮.પત્નીનો નિદ્રાસ્પર્શ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૮.પત્નીનો નિદ્રાસ્પર્શ|}} <poem> ઊંઘના અણખેડ્યા ખેતરમાં ઊગ્ય...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૮.પત્નીનો નિદ્રાસ્પર્શ|}}
{{Heading|૮.પત્નીનો નિદ્રાસ્પર્શ|રાવજી પટેલ}}


<poem>
<poem>

Latest revision as of 11:54, 17 June 2022


૮.પત્નીનો નિદ્રાસ્પર્શ

રાવજી પટેલ

ઊંઘના અણખેડ્યા ખેતરમાં ઊગ્યા સારસટહુકા.
નભનીલાં ડૂંડાંના ભરચક ભાર થકી
ઝૂકેલા સાંઠા !
એક કોરથી સહેજ સ્વપ્નથી ચાખું
આખું સાકરની કટકીશું ખેતર
જીભ ઉપર સળવળતું.
આ પાથી વંટોળ સૂરજનો
તે પાથી વાયુનાં પંખી
હભળક કરતાં આવ્યાં...
ત્યાં
મારી પાસે વેરણછેરણ ઊંઘ ઓઢીને ઘોરે
શાંતિ રણ જેવી લંબાઈ પડેલી...
(અંગત, પૃ. ૮)