કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૧.આજ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧.આજ|}} <poem> આજ અંધાર ખુશબો ભર્યો લાગતો, ::: આજ સૌરભ ભરી રાત સાર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૦.એક દિવસ તો આવ પ્રભાત! | ||
|next = | |next = ૧૨.અમે અંધારું શણગાર્યું | ||
}} | }} |
Latest revision as of 08:46, 24 June 2022
૧૧.આજ
આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી. – આજ૦
આજ ઓ પારથી ગંધને લાવતી
દિવ્ય કો સિન્ધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીથી
મ્હેકતી આવતી શી સુગંધી ! – આજ૦
ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી ?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફુવારી ? – આજ૦
હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે; હતું,
હરિણ શું, તે મળ્યો આજ સૂર?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર ? – આજ૦
(બારી બહાર, પૃ. ૭૪)