ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ગિરીશ ભટ્ટ/ટોપીઓ ભરતી સ્ત્રીઓ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} મૂળ નામ તો લક્ષ્મી, પણ એમાંથી લખમી થઈ જતાં શી વાર? પચીસની જોબનવ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''ટોપીઓ ભરતી સ્ત્રીઓ'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મૂળ નામ તો લક્ષ્મી, પણ એમાંથી લખમી થઈ જતાં શી વાર? પચીસની જોબનવંતી ઉંમર… દેખાવડી, જરા અલ્લડ ને વાચાળ, અઢારે પરણી હતી રસિકને. સામેની ડેલીવાળી મોંઘીએ તેને પોંખી હતી, ટાચકા ફોડતા દુખણાં લીધાં હતાં. ને લટકાના આશીર્વાદ પણ આપ્યા હતાઃ ‘જલદી જલદી દીકરાની મા થા.’ | મૂળ નામ તો લક્ષ્મી, પણ એમાંથી લખમી થઈ જતાં શી વાર? પચીસની જોબનવંતી ઉંમર… દેખાવડી, જરા અલ્લડ ને વાચાળ, અઢારે પરણી હતી રસિકને. સામેની ડેલીવાળી મોંઘીએ તેને પોંખી હતી, ટાચકા ફોડતા દુખણાં લીધાં હતાં. ને લટકાના આશીર્વાદ પણ આપ્યા હતાઃ ‘જલદી જલદી દીકરાની મા થા.’ |
Revision as of 12:19, 21 June 2021
ટોપીઓ ભરતી સ્ત્રીઓ
મૂળ નામ તો લક્ષ્મી, પણ એમાંથી લખમી થઈ જતાં શી વાર? પચીસની જોબનવંતી ઉંમર… દેખાવડી, જરા અલ્લડ ને વાચાળ, અઢારે પરણી હતી રસિકને. સામેની ડેલીવાળી મોંઘીએ તેને પોંખી હતી, ટાચકા ફોડતા દુખણાં લીધાં હતાં. ને લટકાના આશીર્વાદ પણ આપ્યા હતાઃ ‘જલદી જલદી દીકરાની મા થા.’
ને સહુ ખીખીખીખી હસી પડી હતી. માં પણ કાયમ મરકલું હોય, ને પગમાં ઝાંઝર.
આખો ખાંચો મેરાઈ-પા તરીકે ઓળખાય. દસ ઘર આમ ને દસ ઘર સામાં. ઢળતાં દેશી નળિયાંવાળાં છાપરાંઓ ને આગળ જાળીવાળાં જૂનાં મકાનો.
એક લક્ષ્મીના ઘરને પાકા વિલાયતી નળિયાં, ઓટલો, ચાર પગથિયાં ને રંગીન બારણું. બારીઓ પર પરદાઓ પણ ખરાં. અને અંદરનો સરસામાન પણ અલગ. પોચી પથારીવાળો મોટો પલંગ, અરીસાવાળું કબાટ અને ટેબલ પર, મુંબઈથી રસિકે આણેલું ગ્રામોફોન. લક્ષ્મી જાળવીને ખોલે, રજ સાફ કરે, રૂપેરી હેન્ડલમાં પિન ભરાવે, કબાટમાંથી રેકર્ડ કાઢે, સાડીના પાલવથી સાફ કરે.
દર્શકો મુગ્ધ બનીને જોયા કરે. એ જ ઘરોનાં છોકરાં છાબરાં હોય. ક્યારેક એકાદ સમવયસ્કા પણ હોય. લક્ષ્મી એકાદ મિનિટમાં ગ્રામોફોનને વાગતું કરી દે. ને ગીત સંભળાવા લાગેઃ ‘જીવન કી નાવ ના ડોલે; હા, એ તો તેરે હવાલે.’
આવતી-જતી સ્ત્રીઓના કાન સરવા થઈ જાય, મોં મલકી ઊઠે.
ને કોઈને વિચાર આવી જાય: ‘માળીને જલસાં છે. ધણી મુંબઈમાં ફૂટપાથ પર કૂટાતો હશે ને આને..
રેકર્ડ તો એક જ હતી. પાંચ ગાણાં એક તરફને પાંચ બીજી તરફ, એકાદ સ્થાને પિન અટવાતી હતી. ને પછી ઘરર થાય એનીય રમૂજ. સહુને ખૂબ જ રસ પડે.
વીસેય ઘરોમાં આદમીઓ મુંબઈમાં. અહીં તો બૈરાઓ છેયાઓ ને વૃદ્ધો. આવે અષાઢ, શ્રાવણમાં. શ્રાદ્ધ ઊતરતાં એક પછી એક, મુંબઈની વાટ પકડે.
આદમીઓ આવે ત્યારે ખાંચાની રોનક વધી જાય. અવરજવરો વધે. કોલાહલ વધે.
વાતોમાં મુંબઈ હોય. શી રોનક મુંબઈની? ઝળાંહળાં! ભીડવાળા રસ્તાની બેય તરફ ઊંચાં મકાનોની બારીઓ દેખાય. એમાં માણસો પણ હોય.
ને આકાશ તો ભાગ્યે જ ભળાય. અહીં બીજના ચન્દ્રમાનાં દર્શન કરીએ ને? ત્યાં તો એવું કશું જ નૈ. કોઈને ટાઈમ જ ક્યાં હોય ઉપર જોવાનો?
ને અવાજો પાર વિનાના. કેટલી ભીડ? ને રેલ્વાઈ…?
અને ફેશનેબલ બૈરાંઓ! કેવાં કપડાં પેરે? અમે જ સીવી આપીએ.
દર ચોમાસે વર્ણનો બદલાય. ક્યારેક મોહમયી નગરી તો ક્યારેક દોજખ છે દોજખ-એવી ઉપમાઓ સરી પડે. વ્યક્તિઓ અલગ ને અલગ અભિવ્યક્તિઓ. સ્ત્રીઓ ઉપરતળે થયા કરે.
કેટલું વહાલ ઊપજે એ દિવસોમાં? મેરાઈપા સમૂળગું બદલાઈ જાય. ઘરમાં નસકોરાં, બરાડા, હર્ષનાદો, ચીડો, પ્રેમ-એ બધું જ ઠલવાયા કરે.
આખો વિસ્તાર જાણે કે પૌરુષી અસર નીચે સંમોહિત થઈ જાય! અમસ્તો જ્યાં એકેય ખોખારોય નીકળતો હોય?
વીસેય સ્ત્રીઓને ભાન કે આ પુરુષો મુંબઈમાં શું કરતા હતા. ફૂટપાથ પર… બે દુકાનો વચ્ચેની જગામાં સિલાઈ મશીન, ટેબલ ગોઠવાય. બસ, એ જ સ્થાન જયાં ગ્રાહકો આવે, માપનાં વસ્ત્રો અપાય, સૂચનાઓ અપાય, વસ્ત્રો સિવાઈ જાય ને ગ્રાહકો પાસેથી યથાતથા પૈસા લઈને વિદાય કરાય. આ જ. આજીવિકાપ્રાપ્તિનું સ્થાન. વીસેય સંચાઓ હારમાં પડ્યા હોય. બીજાઓ પણ હોય-વાળ કાપવાવાળા, માલિસ કરવાવાળા, સૂરમો વેચનારાઓ, વેણીઓ વેચનારાઓ.
દુકાનવાળાઓ સાથે ગોઠવણ. રાતે સંચાઓ એ દુકાનના સામાન વચ્ચે ક્યાંય મેલી દેવાય. – ને આ વીસેય આસપાસની ફાવતી સસ્તી લોજ-વીશીઓમાં જમી લે.
રાતે… બેચાર ખોલીઓમાં આડાંઅવળાં ગોઠવાઈને નીંદર તાણી લે. પ્રારંભમાં મુશ્કેલીઓ પડી જ હતી. મેરાઈપાનાં ઘરો, પત્નીઓ, સુખો યાદ આવી જતાં હતાં. પણ શું હતું? પૈસા અહીં હતાં. સાંજે સો-બસોનો વકરો સહેજેય થતો હતો. આવું ક્યાં હતું મેરાઈપામાં? રોજનું એકાદ કપડું માંડ સીવવાનું હોય. ને એમાં પાછી ઉધારી પણ હોય.
બસ… વળગી રહ્યા મડાગાંઠની જેમ. ધીમે ધીમે શહેર ગમવા લાગ્યું હતું. ખોલી જેવી ઓરડીમાં સરસ ઊંઘ આવી જતી હતી, વસ્ત્રો.. સીવી સીવીને થાંભલા જેવા થયેલા પગોની વેદના ભૂલી જવાતી હતી. વીશીની જાડી રોટલીઓ પટ કરતી ગળે ઊતરી જતી હતી. જો કે ના દર મહિને… મનીઑર્ડરો થઈ જાય ટપોટપ. વચ્ચે એકબે પોસ્ટકાર્ડ પણ લખાઈ જાય. ઘડીભર ઘર ડોકાઈ જાય ભીની આંખોમાં, પણ બીજી પળે ગ્રાહક ઊભી હોય સામે. સ્ત્રીઓનાં વસ્ત્રો જ સીવે. બ્લાઉઝ, ઘાઘરા, ફ્રૉક એવું.
એકલદોકલ સ્ત્રી ભાગ્યે જ આવે. જે આવે એ ત્રણચારનાં ટોળામાં. બેને સિવડાવવું હોય-એ મૂંગી હોય, અને જેને ના સિવડાવવું હોય એ જ બોલ્યા કરે.
અર્ધ મરાઠી, અર્ધ હિન્દી, ને આ લોક પણ ગુજરાતી સહિત ત્રણેય ભાષાઓના પ્રયોગ કરે.
બે વાર નકો નકો થાય એ પછી માપ નક્કી થાય. રોડની સામેની વસ્તીમાંથી ગ્રાહકો આવે. મોટા ભાગની શ્યામ સ્ત્રીઓ. કોઈ વળી જરા ઊજળી પણ હોય. પહેલાં લજ્જા અનુભવે ને પછી સતત બોલ્યા કરે.
વીસેયના ધંધા સરસ ચાલતા હતા. રસિકે… કાનજીને કહ્યું હતું: બધુંય બૈરાંઓને ના કે’વું. શું સમજ્યો?’
મેરાઈપાના ખાંચામાં આદમીઓ સિવાય, બારેમાસ આવતા બે પુરુષો હતા. એક હુસેન ટપાલી ને બીજો કાન્તિ ટોપીવાળો. બધી સ્ત્રીઓ રાહ જોતી બેઠી હોય.
હુસેન ખાંચામાં પ્રવેશતાવેંત જ સાદ પાડેઃ ‘આવો જીવીબોન, કાશીબોન, લક્ષ્મીબોન, રસીલા, રમાબોન…! એય આવો ડેલીએ.’
ને એ સહુ દોડતી દોડતી ચહેરા પર હરખ સાથે ડેલીએ આવે. ડાબા હાથનો અંગૂઠો સળવળ થતો હોય, આંખો સામે પતિ દેખાતો હોય. કેટલીકને વાંચતા આવડતું હતું.
કાગળ, મનીઓર્ડરો અપાય. નોટોના થોકડા નીકળે ખાખી ખીસામાંથી. પેડ પર અંગૂઠા મુકાય. દરમિયાન એકાદી પાણીનો ગ્લાસેય ભરી લાવે હુસેન માટે. પૈસા… ગણાયને બ્લાઉઝમાં મેલાય, પત્ર હોય તો છાને ખૂણે વંચાય.
સહુથી તગડું મનીઑર્ડર લક્ષ્મીને મળે. બીજીઓ નવાઈમાં ડૂબી જાય: ‘આટલા પૈસા? રસિકભૈ બહુ કમાતા હશે? આમ તો બધાંય સાથે જ સીવે છે. સામેની ગલીઓમાંથી આવતી સ્ત્રીઓ વસ્ત્રો સીવડાવતી હતી! તો કેમ આમ?’
શંકાયે જતી કે તેમનાં ધણીઓ ઓછું મોકલતાં તો નહીં હોય ને? રસિક મૈને આટલા ધુબાકા કેમ? લક્ષ્મી હાથમાં નોટો રાખીને બે વાર ગણે. દરમિયાન હસ્યા કરે.
બીજીઓ નિસાસા નાખ્યા કરે. અરે, હુસેન પણ તેનાં લટકાં નિહાળ્યા કરે.
ક્યારેક તે બોલે પણ ખરીઃ ‘હુસનર્ભ, શું જોવો છો? મને..? કે પછી મારા પોલકાને? મારા વરે સીવ્યું છે. મુંબઈની ફૅશનવાળું. ખબર છે, લાઈનું લાગે છે મારા વર પાસે બૈરાઓની.’
રસીલાને થોડો જવાબ મળ્યો પણ ખરો-આ તગડા મનીઑર્ડરીનો. તો શું તેનો પતિ દેશી બ્લાઉઝ સીવતો હશે? ને આ નવી ફેશનના?
રસિકભૈ હોશિયાર તો ખરા. હા, લખમી કેવા ફેશનવાળા બ્લાઉઝ પે’રે છે? ક્યારેક તો સાવ ઉઘાડી જ દેખાતી હતી. હુસેન ને કાન્તિર્ભ તો આવે છે ને? શરમ નૈ આવતી હોય?
ક્યારેક સમૂહમાં પણ આવો વિષય ચર્ચાઈ જાય. કેટલાં વિશેષણો વપરાય લખમી માટે? સાવ નશરમી! વેતા બળી! આમ ઉઘાડા ફરાય?
મેરાઈ-પામાં સતત પ્રવેશ કરતો બીજો પુરુષ-કાન્તિભે. દર રવિવારે સાઈકલ ચલાવતો આવે.
બે મોટા થેલાઓમાં પુરુષોએ પહેરવાની ટોપીઓ હોય, રંગીન ભરત ભરવાની કોકડીઓ હોય. અને ખીસામાં એક, બે, પાંચ દસની નોટોની થપ્પીઓ હોય.
લખમી સિવાયની બધી જ સ્ત્રીઓ ટોપીઓ પરનું ભરતકામ કરે. દર રવિવારે જૂની-ભરત ભરાયેલી ટોપીઓ અપાય ને બીજી નવીઓ પાછી લેવાય.
કાન્તિભૈ બધી જ ટોપીઓ પર નજર ફેરવી લે, સંતોષ વ્યક્ત કરે, ગણે અને હિસાબ કરે.
બધું નોટમાં લખાય.
મેરાઈપાની સ્ત્રીઓ ખુશ ખુશ થઈ જાય, વરના પૈસા આવતા હોય પરંતુ આ તો આપકમાઈના. એનો આનંદ જ નોખો હોય. દિવાળી કેડે એના સંઘરામાંથી એકાદી જણસ ખરીદાય.
કાન્તિ સાથે ઘરોબો. ક્યારેક અંગત વાતો, વસવસા તેની પાસે ઠલવાઈ જાય, વિનોદય થાય. પેલો સાંત્વનાઓ પણ આપે.
– તેના માથા પર પણ આવી જ ભરત ભરેલી ટોપી. પણ જરા મેલી, આકાર વિનાની, જીર્ણ.
કોઈ સ્ત્રી મજાક કરેઃ ‘ટોપીવાળા થૈને આવી જૂની ટોપી કેમ પેમેરો છો, કાન્તિભે?’
ને તે જવાબ દેઃ ‘કેમ નથી વરતાતો આ ટોપીમાં?’
એક લક્ષ્મી જ ટોપીઓ ના ભરે. ફેશનવાળાં વસ્ત્રો પહેરે, રેકર્ડ વગાડે, ક્યારેક નાચે.
કાન્તિ પાસેથી પસાર થાય ત્યારે ઉપાલંભભર્યું મો મચકોડે.
મેરાઈપાની સ્ત્રીઓના હાથમાં કાયમ સોઈ-દોરા ને ટોપીઓ જ હોય. જરાક સમય મળે ને જીવ ટોપીમાં જાય, તરત પરોણી લેતીક… ભરત ભરવા લાવે. ટેરવાં પર લોહીના ઝાંમા પણ પડે. હસીને… ટેરવું દબાવી દે પાલવ સાથે. ક્યારેક તો પરસેવો ને લોહી ભેગાં પણ થઈ જાય. મૂળ ટોપી પર કશું ચોંટી ના જવું જોઈએ, ભરત સીધી લીટીમાં ધારની સમાંતરે ભરાવું જોઈએ.
કાન્તિભૈ… કશું ના ચલાવે. આખો દિવસ ને અરધી રાત ટોપીમાં જ પસાર થઈ જાય.
ને રસીલા કહેતી હતીઃ ‘એય આખો જલમારો આ ટોપીયું પાછળ જ જવાનો. આપણને બીજું કાંઈ દેખાવાનું જ નૈ. હસતાંય ટોપી ને રોતાંય ટોપી.’
બીજી સહમત થઈ જતીઃ ‘બીજું આવડે છેય શું? કાન્તિભેની રાહ જોવાની, હુસેનનીયે જોવાની ને આપડા ધણીઓનીચે જોવાની.’
કર કાશી તરત જ કહેઃ ‘ધણીઓ પણ આપડી વાચ્યું જ જોતા હોય! આવે ને કેવા અકરાંતિયા થઈને ઝળુંબતા હોય છે પડા પર?’
ને સમૂહમાં હસાહસી થઈ જતી.
જીવી પાછી ટોપીઓ પર આવી જતીઃ ‘ને આપડા હાથો ત્યારેય ટોપીઓ ભરતાં હોય એમ હાલ્યા કરે. સખણાં નો રહે!’
અરે, મરશું ત્યારેય હાથો તો એમ જ હાલતા રે’વાના. કેટલાં વરસોથી ટોપીઓ ભરીએ છીએ? ને છૂટવાનું થોડું છે? મોંઘીમા પણ આટલાં વરસેય ભરે છે ને? નજર નબળી છે પણ હાથ તો સરસ હાલે છે. ને આપડું પણ એમ જ ચાલવાનું.’ હો
ને શાન્તિએ નવી દિશા તાકી હતીઃ ‘આપડી ટોપીઓ કેટલા આદમીના માથે ઢંકાઈ હશે?’
રસીલાએ અવલોકનની વાત કહી હતીઃ ‘કાશીબુન, હવે કેટલાંક આદમી ઉઘાડમથ્થાય ફરે છે.’
ને શાંતિ પ્રસરી ગઈ હતી પરસાળમાં.
શ્રાદ્ધ પક્ષ પછી મેરાઈપાના પતિઓ, એક પછી એક મુંબઈ જવા લાગે. ઉદાસી છવાઈ જાય. છેલ્લી રાતે સ્ત્રીઓ રડ્યા કરે, પતિસેવા કર્યા કરે. સાંત્વનાઓ, સૂચનાઓ અને ચરણસેવા.
‘અરેરે, ત્યાં તો આખો દિવસ મશીન ચલાવવાનું? પગે ગોટલા ચડે તો ત્યાં કોણ તમારું?’
પગ દબાવતાં દબાવતાં ચિંતાઓ વ્યક્ત થાય. શ્રાદ્ધ પક્ષ પછી મેરાઈપામાં કાગડાઓ પણ ના ટૂંકે. પત્રો આવે, મનીઑર્ડરો આવે, સાથે મળીને વિલાપો થાય. હુસેનના ફેરા વધી જાય.
પાછું ધીમે ધીમે બધું પૂર્વવત બની જાય. એક બીજી વાત પણ લગભગ બને. એકાદ સ્ત્રી અચૂક ગર્ભવતી બની હોય.
આ વખતે રસીલા હતી. ત્રણ વર્ષની ટેણકી તો હતી ને આ નવું પગરણ થયું હતું. ચિંતા એકલી રસીલાને નહોતી. આખા મેરાઈપાને હતી. પુત્રી આવે તો? બે થાય! તો બે માંડવા! તો શું થાય રસીલાનું? પણ પુત્ર મળે તો, મેળ પડી જાય! પણ આ કાંઈ રસીલાના હાથની વાત નહોતી. ને પીડા હતી એ જ.
ને એની ચર્ચા ઘરે ઘરે. એક લક્ષ્મી જ અપવાદરૂપ. વગાડ્યા કરે વાજું. ઠાઠથી હરેફરે.
પૃચ્છાય કરે રસીલાનીઃ ‘એમ..? તબિયત સારી છે ને?’ આવું જ બને છે. દર વરસે; ખરું ને?’
ને તેની ચર્ચા શરૂ થઈ જાય.
કેવી.. પૂછપૂછ કરે છે? છે તેને કશુંય? પરણે કેટલાં વ્યાં? મોંઘીએ પોખી’તી તેને. શું હશે? રાતી રાણથે ફરે છે. રસિકો મનીઑર્ડરો મોકલે ને આ તનકારા કરે.’
કાશી, મખમલની તો પથારી છે! ઝીણકી જોઈ આવી છે. રૂપાળો છત્રીપલંગ છે.’ બીજી ટકોર કરતી.
હશે… લખમીમાં જ ખોટકો!’ ત્રીજી પૂરું કરતી.
તે એ સમયે જ કાશીના વરનો પત્ર આવ્યો હતો. પોસ્ટકાર્ડમાં કીડીના ટાંગા જેવા અક્ષરોમાં રસિક વિશેની આખી કથા ટૂંકમાં આલેખી હતી. રસિકો આડા રસ્તે ચડી ગયો હતો. તેની પાસે એક મોટરવાળી ને અલી, લખમીય પૂછતી’તી તારા વાવડ, મોંઘીમાએ કીધું. આવવાની છે તારી પાસે.
રસીલા, શું થાય છે તને?
રસીલાને ત્યાં આખો મેરાઈ પા ઊમટ્યો હતો. ચહેરાઓ પર હરખ માતો નહોતો.
ટોપીઓ ભરતી’તી ને આયવો ટોપીવાળો! હલિમા બાકી ભારે પાવરધી. ઈસ્પિતાલે ગ્યાં હોઈ તો પેટ ચીરવું જ પડે. સમું વેતર આવી ગ્યું ને? સાડલો, પાંચ રૂપિયા-બધું દીધું લેખે!
રસીલાથી નવરી થયેલી સ્ત્રીઓએ જોયું તો લક્ષ્મી બારણામાં બેઠી. બેઠી ટોપીઓ ભરી રહી હતી. તેનો ઝાંઝર વિનાનો પગ ડોલી રહ્યો હતો.
એ પછી એ સ્ત્રીઓ ગર્ભવતી રસીલા ભણી વળી ગઈ હતી. ભૈ, તેનુંય પાધરું કરવું પડશે ને? કેટલામો જાય છે? કીધું ને હલિમા ને? હાથ હલિમાનો. ગમે તેવું હોય-કામ પાર પાડે. આડું હોય કે ગર્ભિણી કહટાતી હોય, હલિમા હસતી હોય, ફૂલ ઝરે એવું બોલતી હોય. હાથની કરામત. તેને જશ રેખા છે. મેરાઈપાની બધી જ સુવાવડો હલિમાએ કરી છે. ઈ પેલા… સમુ આવતી’તી. ભલી બચારી. જે આપો ઈ હસીને લે લેતી!
રસીલાને પાંચમો જતો હતો.
શું કરાય અટાણે? ખબર્ય છે ને? ઢસરડા નો કરતી. હજીયે ટોપીઓ ભરે છે? વરનાં મનીઑર્ડર આવે છે ને? અને પોસ્ટકાર્ડ? હલીમાં ક્યારે આવી’તી? શું કીધું એણે?
છઠ્ઠો ચાલે છે. આમ તો સુવાણ છે. મનીઑર્ડરમાં વધારે આયવા? મોકલે જ ને? કાંઈ ઉપકાર કરે છે? આપડે વેઠીએ તો ઈ એટલું તો કરે ને? મૂક હવે ટોપીઓની પડ્ય. નો લેવી આ રવિવારે. ઈ તો આવશે ટોપી પેરવાવાળો. ભગવાનનું રટણ કરેશ ને?
હવે જ કાળજી રાખવાની. આ તો સાતમો કોઠો. નથી બોલાવવો વરને. આપડે છીએ ને? આટલાં વેતર આપવાં. એકેય વાર આદમીની હાજરી હતી? ભલે મુંબીમાં ટાંટિયા-તોડ કરે. કમાશે તારે અહીં પોચશે. ઝીણકી હેરાન નથી કરતી ને? મોકલી દેવી મારે ત્યાં, પાટી-પેન લેને.
હલિમાની ગણતરી ખોટી નો પડે. વૈશાખ વદ કીધું ને? અને રસોડામાં નો ગુડાતી. મારી જિંદુડી શાક-રોટલી કરી આલશે. પંદરની થે. પલોટવી પડશે ને? કાલ હવારે માંડવો આવશે. હારુ કયરું, ટોપીઓ બંધ કરી. ફરકે છે ને? અરે, તારી હારે વાતુંય કરશે! જોજે, તારી મનોકામના પૂરી કરશે ઉપરવાળો. ટોપી પે’રનારો જ આવશે તારા ખોળામાં.
હવે તો ભઈરા દી! આજકાલ જ. અમે સૂશું તારી પાંગતે.
અલી, લખમીય પૂછતી’તી તારા વાવડ, મોંઘીમાએ કીધું. આવવાની છે તારી પાસે.
રસીલા, શું થાય છે તને?
રસીલાને ત્યાં આખો મેરાઈ પા ઊમટ્યો હતો. ચહેરાઓ પર હરખ માતો નહોતો.
ટોપીઓ ભરતી’તી ને આયવો ટોપીવાળો! હલિમા બાકી ભારે પાવરધી. ઈસ્પિતાલે ગ્યાં હોઈ તો પેટ ચીરવું જ પડે. સમું વેતર આવી ગ્યું ને? સાડલો, પાંચ રૂપિયા-બધું દીધું લેખે!
રસીલાથી નવરી થયેલી સ્ત્રીઓએ જોયું તો લક્ષ્મી બારણામાં બેઠી. બેઠી ટોપીઓ ભરી રહી હતી. તેનો ઝાંઝર વિનાનો પગ ડોલી રહ્યો હતો.