ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રભુદાસ પટેલ/ખાખી જીવડાં: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} ઝેરી જીવડું ચટકી ગયાની લ્હાય લ્હાય બળતરા, અષાઢી મેહનો અકળાટ ન...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ખાખી જીવડાં'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
ઝેરી જીવડું ચટકી ગયાની લ્હાય લ્હાય બળતરા, અષાઢી મેહનો અકળાટ ને બફારો… ને એ ય ઓછું હોય તેમ, ચોપાડમાંથી ધસી ાવતાં ધીમાંધીમાં કાનફુસિયાં! શનુ અકળાઈ. પરસેવે દદડતા શરીરને સાલ્લાના છેડા વતી લૂછતાં લૂછતાં તે બહાર ધસી આવી. પણ પેલાં તો ગાયબ! શનુ મનોમન બબડી ઊઠીઃ ‘આ હાહુ-હહરોય જીવતે જીવ તળવા બેઠાં સે. હાય રે દઝારા! અ… ને એય ચંદુડા હંગાત્યે બેહીને? એ હત્તાં ય કઈ ઘાણીએ પીલવા બેઠાં સે… ઈજ હમજાતું નથ્થ.’ શનુના મનમાં કેટલાય સવાલો ઊગી નીકળ્યાઃ ‘સેલ્લા તૈણ દા’ડાથી ઈયાંની વચ્ચે શ્યું રંધાઈ રેયું અશે? ને ઈ યે ઈ ગોલરા હંગાત્યે? પોતાનાથી છાનું એવું તે શ્યું અશે વળી? ઈ તૈણે ક્યાંક પોતાના વિશે તો કંઈ…? ને આગળનો વિચાર કરતાં જ તેને હલબલાટી થઈ આવી. ‘આજ તો ઈયાંના મનની વાત પામીને જ રેવું સે’ — એવા નિશ્ચય સાથે શનુ વાડાના ઝાંપા પાસે દોડી આવી. તેણે ઝાંપો ખોલ્યોય ખરો, પણ જેવો મકાઈમાં પેસવા પગ ઉપાડયો ત્યાં તો ખાખી જીવડાંની લ્હાય લ્હાય બળતરાની યાદે તે પાછી ધકેલાઈ પડી. પછી તો તે ચોપાડમાં આવી ત્યારે જ તેને જંપ પડ્યો.

Line 61: Line 63:

ધૂપ કરવા મથી રહેલાં બૈરાંય અટકી જઈને, શનુને જોતાં જ રહી ગયેલાં. હવે શનુ જાણે છાજિયાં લેતી હોય તેમ છાતી નેપેટ કૂટવા માંડી અને ‘ઓ પરભુ, દારૂપાઈને નકી… નકી એ ગોલરાએ જ તને.’ કહેતાં પોક મૂકીને રડી પડી. જેવું મરચું ધૂપના ગોટેગોટા થઈને નાક-આંખને સ્પર્શ્યું કે શનુને ખુન્નસ સવાર થઈ બેઠું હોય તેમ, તે હાથ પછાડવા માંડી. અને ખૂં… ખૂં… ખૂં. કરતાં ‘ઓ આઈ રે’ કહેતાં ઊભી થઈ ગઈ. એ જ સમયે ક્યારથીય ઝાંપાની બહારથી તમાશો જોઈ રહેલા પુરુષો એક એક કરતા વાડામાં આવવા માંડેલા. શનુએ પુરુષોને જોયા કે, ઉકળતી કઢાઈમાં જાણે કે પાણીના છાંટા પડ્યા! શનુએ ‘તમાંને અંગારીયું લેઈ જાય…. હાહરા રાખ્ખસો… તળવા બેઠાસો?’ કહેતાં જ દાંતિયું કર્યું અને ‘નઈ… નઈ’ની ચીહ કરતાં ભોંય પર ઢગલો થઈ ગઈ. તેની પાસે કોઈ જ ન ગયું. થોડીવારે કળ વળતાં શનુ આપોઆપ જ બેઠી થઈ ગઈ. તે ડુંગર સાેમ એવી રીતે તાકી રહી, જાણે ત્રાટક ન કરતી હોય! એકાદ પળ એ રીતે વીતી, ત્યાર પછી તો શનુએ જામે જુદું જ કંઈ જોયું ને અનુભવ્યું હોય તેમ વર્તન કરવા માંડી. તેને ડુંગરની પહાડીઓ તરફથી હણણંણં… કરતો અવાજ સંભળાયો. જાણે હજારો ગોફણોમાંથી એક સાથે પત્થરો છૂટી આવતા ન હોય! ચોંકી ઊઠેલી શનુની આંખો લાલઘૂમ થઈ ગઈ. અને આ શું? તેની નજર સામે ધાણી પપડતી હોય તેમ, તડતડ ઊડાઊડ ખાખી જીવતાં! ઝૂંડના ઝૂંડ… શનુએ માથું ઢીંચણોમાં સંતાડી દીધું. જીવડાંના થરના થર… થરના થર… પોતાના પર! ઊભી થવા પ્રયત્ન કરતી શનુ ઢીંચણ અઢેલીને નીચે તાકી રહી. થોડીવારે જાણે શરીરે કકળતું તેલ રેડાયું! ‘ઓ બળી ગઈ… ઓ બાળી નાંખે રે.’નો ચિત્કાર કરતી શનુ ઘરમાં ધસી ગઈ. બે-ત્રણ પુરુષોએ અંદર જવા હિંમત દાખવી. પણ એ પહેલાં તો કાળઝાળ શનુ સળગતા ઘાસના પૂળા સાથે! ‘શનુ… શનુ’ની બૂમો ને હાકોટા જાણે નળિયાંને ઉડાડતા સીમમાં ફેલાઈ ગયા. પણ આજે ગણકારે તો શનુ શેની? તેણે આગપૂળો દીવાલો ને ખૂણાઓમાં આમતેમ ઝંઝેડવા માંડ્યો. તે ઓચિંતી જ આગપૂળો ઝંઝેડતી શનુ ‘એ જીવડાંને બાળો… એ જીવડાંને બાળી નાંખો’ની ચીસ સાથે પુરુષો સામે ધસી કે હબકી ગયેલા પરુષો દોડીને મકાઈમાં…! આગ ઝરતા બિહામણા રૂપમાં મહાકાળી જામે જંગ જીતીને પોતાના થાનકે જઈ રહ્યાં હોય તેમ, ડુંગર તરફ જઈ રહેલી શનુના ‘એ જીવડાં નાઠાં… એ જીવડાંને બાળો’ના અવાજો ક્યાંય સુધી પડઘાતા રહ્યા. ને મકાઈમાં હફહફી ગયેલી દશામાંય એ તરફ ડોકું કાઢી કાઢીને જોઈ લેતાં જીવડાંએ રાહતનો દમ લીધો!

{{Right|''(મમતાઃ જુલાઈ ૨૦૧૨)''}}
{{Right|(મમતાઃ જુલાઈ ૨૦૧૨)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits