શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪. એક ઈંટ જો હાલે...: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. એક ઈંટ જો હાલે...|}} <poem> આટઆટલી ભીંતો વચ્ચે અવાજ મારો ભટકાત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 40: | Line 40: | ||
{{Right|(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૧૨-૧૩)}} | {{Right|(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૧૨-૧૩)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩. ખખડે – સુણું | |||
|next = ૫. ચણીબોર ચાખીને | |||
}} |
Latest revision as of 16:15, 13 July 2022
આટઆટલી ભીંતો વચ્ચે
અવાજ મારો ભટકાતો ભાંગીને ભુક્કો થાય!
ઊડવા કરતું આભ ભીતરનું,
છતની સામે પાંખ પછાડી,
ઢગ પીંછાંમાં વીખરાતું આ ચરણ તળે ચગદાય;
અને હું છિન્ન અવાજે સાદ કરું શેરીની વચ્ચે :
‘કોઈ મને છોડાવો
રે કોઈ રસ્તાઓના ભરડામાંથી
મારા ચરણ મુકાવો.’
રોજ રોજ આ ભીંત મહીંથી ફૂટે ભીંત હજારો,
પગ ચાલે ને લાગે :
મારી સાથે ચાલે ઈંટ હજારો!
નીલ ગગનનું ઊડતું પંખી, દૂર – દિવસની પાર;
એકલ મારા મનની ડાળે અંધકારનો ભાર.
કોઈ એક ઝાકળનું બિન્દુ ક્યાં છે?
– જે આ લુખ્ખી આંખે મોતી થૈને નિર્મલ ચમકે.
કોઈ એવું રે જલનું બિન્દુ ક્યાં છે?
– જે આ
ઈંટમાં બાંધ્યા
મરી ગયેલા
તડકા જેવા ઘેરા
મારા માટીના ચહેરામાં ઊતરી ફરકે.
શ્વાસે શ્વાસે નિઃશ્વાસો પડઘાય,
પિરામિડોના થર પર થર પથરાય.
એક ઈંટ જો હાલે,
આખું નગર હલાવી નાખું;
પલકારામાં પિરામિડો પાધરમાં પલટી નાખું…
સૂરજ ક્યાં છે?
સૂરજ, આપો એક જ કરનો સાથ;
કદાચ મારો ખડી ગયેલો હલે ફરીથી હાથ…
ને હું…
(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૧૨-૧૩)