શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૧. રાત્રી થતાં...: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧. રાત્રી થતાં..|}} <poem> રાત્રી થતાં જગત ઊજળું જાય ડૂબી, અંધાર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૧૦૮)}} | {{Right|(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૧૦૮)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૦. ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ... | |||
|next = ૧૨. એક ઉંદરડી | |||
}} |
Latest revision as of 16:23, 13 July 2022
૧૧. રાત્રી થતાં..
રાત્રી થતાં જગત ઊજળું જાય ડૂબી,
અંધારનાં ફરી વળી જળ લે ઉછાળા :
કૈં ઊજળા થર ચઢ્યા મુજને યુગોના
ધોવાઈ જાય : છતું થાય સ્વરૂપ મારું
પ્રાચીન અશ્મ-યુગનું : ઘર મારું લાગે
ઊંડી ગુહા : ઘરની એકલતા રડે છે
કો’ શ્વાન જેમ મુખ ઊર્ધ્વ કરી નિશાએ.
શી પ્રેતની ગુસપુસો મુજ આજુબાજુ
ને આ હવા પરશતાં લહું : ગંધ મીઠી
લે મારી હિંસ્ર પશુ કો’ કરી નાક ઊંચું,
રે એ જ આ પશુ હવે મુજમાંથી આવે
ધીમે બહાર : ડગલે દૃઢ ચાલ્યું આવે
મારા પ્રતિ : સ્થિર વિલુબ્ધ દૃગે મને જ
તાક્યા કરે…!
કૈં કેટલાય યુગથી
આમ જ એ મને તો તાક્યા કરે…!
(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૧૦૮)