શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૨૨. ખાખરાની ખિસકોલીઓ!: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૨. ખાખરાની ખિસકોલીઓ!|}} <poem> ખાખરાની ખિસકોલીઓ! સાકરના પહાડન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 35: | Line 35: | ||
{{Right|(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૭૪)}} | {{Right|(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૭૪)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૧. ભાભો તો સપાટ | |||
|next = ૨૩. આકાશનો સોદો | |||
}} |
Latest revision as of 08:15, 14 July 2022
૨૨. ખાખરાની ખિસકોલીઓ!
ખાખરાની ખિસકોલીઓ!
સાકરના પહાડની તો વાત જ ન્યારી!
ખરબચડી છાલથી ટેવાયેલ તમારી ચાલ
લપસી પડશે એના લિસ્સાલટ ઢાળ પરથી.
તમારી સિસોટીથી કોઈ ગાડી નથી આવવાની
ને કોઈ નથી પહોંચાડવાની તમને એ પહાડ પર.
તમારી રામાયણની કારકિર્દીનું પ્રમાણપત્ર
નહીં ચાલે આજે.
કરન્સી બદલાઈ ગઈ છે
ને સાકરના પહાડની આસપાસ સ્થપાઈ ગઈ છે અનેક કો-ઑપરેટિવ્ઝ.
ખિસકોલીઓ!
હે પવિત્ર ખિસકોલીઓ!
કદાચ તમે જાઓ તો પહાડની તળેટીમાં ટોલનાકે જ બગડી જાય
તબિયત તમારી!
વિના સાકર ખાધે
તમારા લોહીમાં અઢળક સાકર ભળ્યાના
સરકારી દાક્તરના અહેવાલે
અટકવું પડે પહાડની તળેટીમાં જ!
તો હે શાણી આજ્ઞાંકિત ખિસકોલીઓ!
ખાખરાનાં પાન જ સારાં છે – એમાં ભેળસેળ નથી
ને તેથી ક્વૉલિટી-કન્ટ્રોલનો પ્રશ્ન નથી!
આમેય આયુર્વેદની દૃષ્ટિએ તો
તમારા જીવનની સલામતી સજ્જડ છે
લીંબોળીના ઠળિયામાં જ.
(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૭૪)