શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૧. નભ ખોલીને જોયું...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૧. નભ ખોલીને જોયું...|}} <poem> નભ ખોલીને જોયું, પંખી નથી નથી, જળ...")
 
No edit summary
 
Line 26: Line 26:
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૫)}}
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૫)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૦. ટેકો રે મળે તો
|next = ૪૨. નથી
}}

Latest revision as of 09:43, 14 July 2022

૪૧. નભ ખોલીને જોયું...



નભ ખોલીને જોયું, પંખી નથી નથી,
જળ ખોલીને જોયું, મોતી નથી નથી. –

સતત છેડીએ તાર,
છતાં કંઈ રણકે નહીં,
આ કેવો ચમકાર??
કશુંયે ચમકે નહીં?

ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી. –

લાંબી લાંબી વાટ,
પ્હોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય?
મને સમજાય નહીં;

આ તે કેવા દેશ?! – દિશા જ્યાં નથી નથી!
આ મારો પરિવેશ! – હું જ ત્યાં નથી નથી!

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૫)