શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૨. નથી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨. નથી|}} <poem> એક આંસુને આંખનો સહારો નથી; એક થાકેલી નાવને કિન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૭)}} | {{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૭)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૧. નભ ખોલીને જોયું... | |||
|next = ૪૩. કહો | |||
}} |
Latest revision as of 09:44, 14 July 2022
૪૨. નથી
એક આંસુને આંખનો સહારો નથી;
એક થાકેલી નાવને કિનારો નથી.
એક પાંદડાનો ડાળીએ છોડ્યો છે સાથ;
એક સૌરભનો લ્હેરખીએ ઠેલ્યો છે હાથ;
એક ફાગણને ફૂલમાં ઉતારો નથી. –
એક માછલીમાં પાણીની તરવરતી પ્યાસ;
એક વીજળીમાં વાદળની તરડાતી આશ;
એક ઊખડેલા મૂળનો ઉગારો નથી. –
એક પંખીની અંદર છે ઊડવાનું બંધ;
એક આંખ મહીં અટવાતું અજવાળું અંધ;
એક અંધારું વીંધનાર તારો નથી. –
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૭)