શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૭. તારું મધમીઠેરું મુખ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૭. તારું મધમીઠેરું મુખ|}} <poem> તારું મધમીઠેરું મુખ, અમારું એ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૦)}} | {{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૦)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૬. આવ | |||
|next = ૪૮. – તો મળવું લાગે મીઠું | |||
}} |
Latest revision as of 08:31, 15 July 2022
૪૭. તારું મધમીઠેરું મુખ
તારું મધમીઠેરું મુખ,
અમારું એ તો અઢળક સુખ! –
પથરાળી આ ધરા ભલે ને ભલે વળી ઉજ્જડતા,
કેરથોરની કાંટે આડી ભલે રચી અક્કડતા;
તારાથી શો મધરો ચાંદો,
મધુર ડંખનાં દુઃખ!
ભલે પાંખમાં આભ નથી ને નથી ગળામાં ગુંજ,
અરે, સૂરજનાં સ્વપ્નવિહોણાં મ્લાન પુષ્પના પુંજ;
તારે મુખ શી લચી ખિલાવટ!
વસંત અહીં સન્મુખ! —
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૦)