શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૧. કોનું અજવાળું: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૧. કોનું અજવાળું|}} <poem> આ અદીઠ કોનું અજવાળું છે મીઠું, જે ભી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૮૯)}} | {{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૮૯)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૫૦. કોના માટે? | |||
|next = ૫૨. ઢળતાં ઢળતાં ઢળી | |||
}} |
Latest revision as of 08:33, 15 July 2022
૫૧. કોનું અજવાળું
આ અદીઠ કોનું અજવાળું છે મીઠું,
જે ભીતર મારે વળી વળીને વમળે ચઢતું દીઠું. –
આંખ મીંચતાં શશિયર ઊગે,
જાગે ઝળહળ તારા;
શૂન્ય ઉપર રણઝણવા લાગે
ગેબી રસની ધારા;
આ એકાંતે ફરકે ઝીણું કોનું વસન અદીઠું? –
ખાલી હાથે હું નહીં ખાલી,
નહીં છેડો, નહીં ગાંઠ,
રમત રમતમાં ખૂલી પડ્યું શું
ફૂલની થઈને ફાંટ?
શબરી-ફળ શું કોણે મારું કીધું સકળ અજીઠું? –
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૮૯)