શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૪. ઊંડું જોયું…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૪. ઊંડું જોયું…|}} <poem> ઊંડું જોયું, અઢળક જોયું; મનમાં જોયું,...")
 
No edit summary
 
Line 25: Line 25:
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૪)}}
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૪)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૫૩. ઢળતી રાતે...
|next = ૫૫. એવો અનુભવ આવે
}}

Latest revision as of 08:36, 15 July 2022

૫૪. ઊંડું જોયું…


ઊંડું જોયું, અઢળક જોયું;
મનમાં જોયું, મબલખ જોયું.
ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,
કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી!
તળિયે જોયું, તગતગ જોયું;
ઊંડે જોયું, અઢળક જોયું.

માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;
એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા!
જળમાં જોયું, ઝગમગ જોયું,
ઊંડે જોયું, અઢળક જોયું.

આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો;
ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો?
પલમાં જોયું, અપલક જોયું;
હદમાં જોયું, અનહદ જોયું;
ઊંડું જોયું, અઢળક જોયું.

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૪)