શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૯૦. ને હું ખડી પડું છું...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯૦. ને હું ખડી પડું છું...|}} <poem> આકાશ બંધ ને આ દરવાજોય બંધ! ચકર...")
 
No edit summary
 
Line 31: Line 31:
{{Right|(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૧)}}
{{Right|(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૧)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = IX. કવિતા – ભીની હવા, ભીના શ્વાસ (૨૦૦૮)
|next = ૯૧. – એની વાટ જોતો જાગું છું
}}

Latest revision as of 09:58, 15 July 2022

૯૦. ને હું ખડી પડું છું...


આકાશ બંધ
ને આ દરવાજોય બંધ!
ચકરાતી ચાવી
ને અકળાતું તાળું!
સુંવાળી એક વાંસલડીની જ વાગી ગઈ છે ફાંસ.

હવે તો જ્યાં જોઉં ત્યાં બધે જ ઝળૂંબતા
ચિડાયેલા મનના
મૌનભર્યા મધપૂડા!
– મધવિહોણા ને મીંઢા!
હું તો આ ઘર ને પેલું ઘર કરતો કરતો
મારી રેઢિયાળ રેંકડીને પાછી વાળું છું
અડધે રસ્તેથી…

અને ત્યારે મારાં જ પગલાં
બેફામ બની,
મને ચોતરફથી ઘેરી,
મારાં રહ્યાંસહ્યાં ચીંથરાંયે કઢાવી,
મારી અસલયિત ઉઘાડી
મારી ધજ્જી ઉડાવતાં પૂછે છે:
થોરિયાને સાચવતું
કોઈ ઘર જોયું છે ખરું?
ને હું ખડી પડું છું મારા જ ખોડીબારામાં!

(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૧)