શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૯૨. – ને છતાં ખડો છું...: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯૨. – ને છતાં ખડો છું...|}} <poem> ભીની હવા, ભીના શ્વાસ ભીંતોમાં ભ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 34: | Line 34: | ||
{{Right|(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૧૦)}} | {{Right|(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૧૦)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૯૧. – એની વાટ જોતો જાગું છું | |||
|next = ૯૩. તેં તો મને... | |||
}} |
Latest revision as of 10:01, 15 July 2022
૯૨. – ને છતાં ખડો છું...
ભીની હવા,
ભીના શ્વાસ
ભીંતોમાં ભેજીલી વાસ.
બારીઓ બંધ,
રસ્તાઓ થાકેલા ને હતાશ.
ઊખડેલા ઉંબર,
ઊજડેલાં અંતર.
પાન તૂટેલાં,
ગાન બટકેલાં,
ખંડેરોમાં ખડખડતી પાનખરની પીળાશ!
હું ખડો છું :
દંડો છે હાથમાં,
ગલ્લી છે ગબ્બી પર,
પણ ઈકતો નથી ગલ્લી…
દાવનો ભાર છે માથે
ને છતાં ખડો છું :
ઈકતો નથી ગલ્લી,
ગલ્લી ગબ્બી પર છે છતાં…
બંધિયાર હવામાં
લકવાયો છે દંડો હાથમાં…
(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૧૦)