શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૯૫. આ — જે ચાલ્યો, કોના માટે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯૫. આ — જે ચાલ્યો, કોના માટે?|}} <poem> <center>'''[કવિ શ્રી મનહર મોદી માટ...")
 
No edit summary
 
Line 33: Line 33:
{{Right|(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૬૭)}}
{{Right|(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૬૭)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૯૪. ‘પાંચ अ-કાવ્યો’માંથી
|next = X. કવિતા – ગગન ધરા પર તડકા નીચે (૨૦૦૮)
}}

Latest revision as of 10:03, 15 July 2022

૯૫. આ — જે ચાલ્યો, કોના માટે?


[કવિ શ્રી મનહર મોદી માટે]

સવાર ચાલ્યો, સાંજે ચાલ્યો, અધરાતે મધરાતે ચાલ્યો;
આટે ચાલ્યો, પાટે ચાલ્યો, પોતાની સોંસરવો ચાલ્યો!

સૂતાં ચાલ્યો, ઊઠતાં ચાલ્યો, સીધો ચાલ્યો, આડો ચાલ્યો;
વાંકુંચૂકું ત્રાંસું ચાલ્યો, બાવનીયે બહારો ચાલ્યો!

તનની તબિયત માટે ચાલ્યો, મનની મહોબત માટે ચાલ્યો;
સૌની સોબત માટે ચાલ્યો, પોતાથીયે ઊફરો ચાલ્યો!

સુખમાં ચાલ્યો, દુઃખમાં ચાલ્યો, દેતાંલેતાં ચાલ્યો, ચાલ્યો;
ગુંજરતો ને ગાતો ચાલ્યો, અતલ મૌનમાં ઊંડો ચાલ્યો!

પાસે ચાલ્યો, આઘે ચાલ્યો, નીચે ચાલ્યો, ઊંચે ચાલ્યો;
પોતાને પણ પાછળ છોડી આરપાર ને અધ્ધર ચાલ્યો!

જોતો ચાલ્યો, ખોતો ચાલ્યો, પોતાને ખેલવતો ચાલ્યો;
દુનિયા સાથે કામ પાડતાં, દૂર દૂર દુનિયાથી ચાલ્યો!

શ્વાસે ચાલ્યો, પ્રાસે ચાલ્યો, છંદ છોડતો છંદે ચાલ્યો;
કવિતાના ભરપૂર કેફમાં હદમાં થઈ અનહદમાં ચાલ્યો!

પોતા માટે ચાલ્યો, અચ્છા! કવિતા માટે ચાલ્યો, અચ્છા!
આ-જે ચાલ્યો, કોના માટે? બતાવ મનહર, ખાંના બચ્ચા!

૩૦-૩-૨૦૦૩

(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૬૭)