શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૯૯. અગિયાર મિસર-કાવ્યોમાંથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯૯. અગિયાર મિસર-કાવ્યોમાંથી|}} <poem> <center>'''૧. મિસરની આ ભોમ'''</center> મ...")
 
No edit summary
 
Line 36: Line 36:
{{Right|(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૫૨)}}
{{Right|(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૫૨)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૯૮. અગિયાર આફ્રિકી કાવ્યોમાંથી
|next = XI. કવિતા – ચિદાકાશનાં ચાંદરણાં (૨૦૧૨)
}}

Latest revision as of 10:06, 15 July 2022

૯૯. અગિયાર મિસર-કાવ્યોમાંથી



૧. મિસરની આ ભોમ

મિસરની આ ભોમ :
પેપિરસનો પાથરેલો એક વિશાળ પત્ર-પટ!
હથેલીમાં જેવી જીવનરેખા કે ભાગ્યરેખા,
નાઈલની એવી પ્રસન્નગંભીર ચારુ ચમકતી
ગાઢી જળરેખા!
બદામી ભૂમિસાગરમાં નીલો એક શેરડો જાણે!
એ પત્ર-પટમાં ઊઘડેલી, અક્ષરલિપિ આકાશની!
તેજે તબકતાં સરોવરનેત્રોનાં આકર્ષક તારક-ચિહ્નો!
તામ્ર-ગૌર દેહે શ્યામલ તલ સમા
રણદ્વીપોનાં રમણીય વિરામ-ચિહ્નો!
અલ્લાતાલાના અવાજનો અંદાજ આપતાં જાણે
ચિત્રાંકિત લિપિ-ચિહ્નો!
સૂર્ય-ચંદ્ર-ગ્રહાદિનાં પદ-પગલાંની ગહન છાપ ઉપસાવતા
અહીંતહીં દેખાતા કુદરતી પિરામિડો-શા પહાડી વિસ્તારો!
કોઈ નિગૂઢ શક્તિના યંત્ર સમી,
કોઈ સંકુલ ચિત્તના તંત્ર સમી,
કોઈ અગમ પ્રેરણાના મંત્ર સમી,
મિસરની ખમીરવંતી ખામોશીને
આંતરચક્ષુએ નીરખવા,
આંતરશ્રવણે પરખવા,
એકાગ્ર કરવા મથું છું મારી સંવેદનાને
આ સ્થળકાળના અક્ષરબિન્દુ પર
– આ ઘઉંવર્ણી ધરતીના નાભિકેન્દ્ર પર!

૧૮-૧૧-૨૦૦૭
૨૪-૧૧-૨૦૦૭

(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૫૨)