શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૦૭. ક્યારે જોવા મળશે?: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૭. ક્યારે જોવા મળશે?|}} <poem> મૂળ હોય તો ક્યાં છે? ક્યાં છે સરહ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{Right|(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૪૦)}} | {{Right|(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૪૦)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = XII. કવિતા – હદમાં અનહદ (૨૦૧૭) | |||
|next = ૧૦૮. એક તાંતણો એવો વણીએ – | |||
}} |
Latest revision as of 10:32, 15 July 2022
૧૦૭. ક્યારે જોવા મળશે?
મૂળ હોય તો ક્યાં છે? ક્યાં છે સરહદ?
હદમાં ક્યારે જોવા મળશે અનહદ?
કોણ આપણી માટીને મ્હેકાવી,
કોણ આપણાં ગહ્વર સૌ ગ્હેકાવી,
કોણ વિખેરી વાદળ, કરી નિરાપદ,
પૂનમ સરખી ઊજળી કરી જશે વદ? –
રૂપરંગના સાગર દૃગ છલકાવી,
સૂર-તાલથી મૌન મધુર ઝણકાવી,
કોણ પારસે કરી વિપદને સંપદ,
આપણને સથવારો દેશે પદ પદ? –
ઘડી ઘડીના ઉત્સવ થાશે ક્યારે?
હંસ આપણા મુક્ત વિહરશે ક્યારે?
ક્યારે ખોટું-ખૂટલ બધું થતાં રદ,
જોવા મળશે અંદર एतद्…एतद्…एतद्…एतद्? –
૦૬-૦૫-૨૦૧૩
(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૪૦)