શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૦૮. એક તાંતણો એવો વણીએ –: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૮૨. જળ વાદળ ને વીજ|}} <poem> એક તાંતણો એવો વણીએ જેમાં વણાય જગ; એક...")
 
No edit summary
 
Line 23: Line 23:
{{Right|(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૫૩)}}
{{Right|(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૫૩)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૦૭. ક્યારે જોવા મળશે?
|next = ૧૦૯. હું તાે મારા હુંને કહું છું
}}

Latest revision as of 10:33, 15 July 2022

૮૨. જળ વાદળ ને વીજ


એક તાંતણો એવો વણીએ જેમાં વણાય જગ;
એક જ એવું ડગ ભરીએ જ્યાં સઘળા સમાય પથ! –

આસમાન અંજાતાં આંખો તારા સમી ચમકશે!
સૂર પાછળનો સૂર પમાતાં છાતી ઘણું છલકશે!
પરમાણુમાં પરમ પેખતી પેટવીએ કો શગ! –

બુન્દે બુન્દે સિન્ધુ છલછલ, પથ્થર પથ્થર મેરુ;
સાત રંગની રમણા વચ્ચે ઝળહળ ભભૂત-ગેરુ!
ઊબડખાબડ વાટ ભલે ત્યાં ચલો ખેડીએ રથ! –

પલકે પલકે સ્વપ્નો એની કસબી કાઢે કોર!
નવી નવી કળીઓનો મઘમઘ શ્વાસ મહીં કલશોર!
ઘટમાં એવું થાય વલોણું, ગોરસ દે મબલગ! –

૧૯-૦૮-૨૦૧૩

(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૫૩)