શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૩|}} {{Poem2Open}} આજે સવારે ઊઠતાવેંત જ મેં કપિલાને કહ્યું: ‘આજથી શ...")
 
No edit summary
 
Line 136: Line 136:
‘હવે ઉંમર થઈ! જરા શરમાઓ!’ કપિલાએ એના ભીના ચહેરા પર અરુણોદયની શ્રી લહેરાતી છુપાવવાને વ્યર્થ પ્રયત્ન કરતાં કહ્યું.
‘હવે ઉંમર થઈ! જરા શરમાઓ!’ કપિલાએ એના ભીના ચહેરા પર અરુણોદયની શ્રી લહેરાતી છુપાવવાને વ્યર્થ પ્રયત્ન કરતાં કહ્યું.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧
|next = ૧૭
}}

Latest revision as of 10:41, 15 July 2022

૧૩


આજે સવારે ઊઠતાવેંત જ મેં કપિલાને કહ્યું: ‘આજથી શેવિંગ બંધ!’

‘શેવિંગ કે સેવિંગ? તમે બૅન્કના સેવિંગની વાત કરો છો?’

‘તને તો બસ, બૅન્કનું જ સેવિંગ યાદ આવે છે! હું તાલવ્ય ‘શ’વાળા શેવિંગની વાત કરું છું.’ મેં સસ્મિત જણાવ્યું.

‘અચ્છા, એમ વાત છે ત્યારે! તે એ શેવિંગ બંધ કરવાનું કારણ?’

‘મારા જેવાને અરીસા આગળ અડધો કલાક કાઢી નાખવાનું પરવડે એમ નથી!’ મેં સગૌરવ કપિલાને કહ્યું.

‘તમે એવા તે કેવા બ્યૂઝી માણસ છો? છાશવારે તમારા કલાકોના કલાકો તો ગામગપાટામાં જતા હોય છે!’

‘કેવું બોલે છે તું? કાવ્યગોષ્ઠિને, આઇ મીન, કાવ્યશાસ્ત્રવિનોદને તું ‘ગામગપાટા’માં ખપાવે છે?’

‘તે તમારો કાવ્યશાસ્ત્રવિનોદ ઓછો જ વિક્રમ ને ભોજના દરબારનો હોય છે?’ કપિલાએ સસ્મિત કહ્યું.

‘ઠીક છે, ઠીક છે! પણ આજથી હું શેવિંગ કરનાર નથી.’

‘એથી સારું નહીં થાય!’

‘એ તારો અભિપ્રાય થયો!’ મેં કડકાઈથી કહ્યું.

‘કદાચ, આપસાહેબના પવિત્ર અપવાદ સિવાય સૌનો આ જ અભિપ્રાય હશે!’ કપિલાએ કહ્યું, પછી જરાક અટકીને કંઈક નવું સૂઝી આવ્યું હોય એમ આંખો ચમકાવતાં કહે:

‘તમે પેલા દિલ્હીવાળા દેસાઈને ત્યાં આવેલા ને?’

‘હા, હા, વળી! તે તેનું શું છે?’

‘તમે ત્યાં કંઈ માર્ક કરેલું?’

‘હા, હા, સુંદર બંગલો અને એને સુંદરતર કરતો સુંદરતમ ઉદ્યાન!’

‘અને એ સુંદરતમ ઉદ્યાનમાં?’

‘ચંદ્રમાંના કલંક સરખી વેલ મેઇન્ટેઇન્ડ નહીં એવી લૉન!’

‘ધેર યુ આર! એ લૉન માટે તમે એક સચોટ ઉપમા વાપરેલી!’ કપિલાએ મને યાદ કરાવવાના પ્રયત્નમાં કહ્યું.

‘હા, હા, મેં કહેલું કે આ લૉન તો ઘેટાંબકરાં માટેના ચરાણ જેવી છે!’

‘બરાબર!’ કપિલાએ સંતોષપૂર્વક કહ્યું.

‘પરંતુ, આથી તું શું એસ્ટાબ્લિશ કરવા માગે છે?’ મેં જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું.

‘એ જ મહેરબાન, કે આપનો અન્‌શેવ્ડ ચહેરો બરાબર પેલા ઘેટાંબકરાંના ચરાણ જેવો લાગે છે!’ કપિલા આ કહેતાં પાલવના છેડાએ પોતાનું હસવું રોકવા મથતી હતી. પછી માંડ હસવું રોકીને કહેઃ ‘હું તો આથીયે ઉપમામાં આગળ જવા માગું છું.’

‘મતલબ?’

‘તમારે અનશેવ્ડ ચહેરે જંગલી ઘાસના બીડ જેવો લાગે છે!’

કપિલાની આ વાતથી નારાજ થતાં મેં ઉશ્કેરાઈને કહ્યું: ‘કપ્પી, આઇ ઍમ ફર્મલી કન્વિન્સ્ડ, યુ હૅવ નો ઇસ્થેટિક સેન્સ!’

‘હાસ્તો, અમારામાં તમારા જેવી ઇસ્થેટિક સેન્સ ન જ હોય, તમે તો તમારા ચહેરાને ઈસુખ્રિસ્ત જેવો માનતા હશો!’

‘શા માટે ન માનું? હું કવિ છું?’

‘પણ શેખીખોર તો નહીં ને! કલ્પનાવિહાર કરતાં તમારે વાસ્તવિકતા તો વિસારે ન પાડવી જોઈએ ને!’

‘તું તો જાણે નવલકથાનો ડાયલૉગ બોલે છે! ઠીક છે, તારે જે માનવું હોય તે માન; હવે આ ચહેરો દાઢીમૂછમાં જ તારે જોવાનો રહેશે.’

‘ભલે દાઢીમૂછ રાખો, પરંતુ એની માવજત કરવામાંયે તમારે સમય જોઈશે?’

‘એ મારો પ્રશ્ન છે.’

‘ભલે! પણ અવારનવાર થાય છે તેમ તમારો પ્રશ્ન અમારો ન બની જાય એટલું સાચવજો.’ ને એ પછી કપિલા એના કામે વળગી. મેં બેચાર વાર અરીસામાં જોયું. આ ચહેરા પર દાઢીમૂછનો વિસ્તાર થતાં તે કેવો લાગશે એના ખ્યાલમાત્રથી હું હર્ષરોમાંચ અનુભવતો હતો. હું ઑફિસે ગયો ત્યારે મારા બેત્રણ મિત્રોએ ટોક્યો યે ખરો: ‘અરે શ્રીકાન્ત! રોજ દાઢી કરનાર તું, આજે દાઢી કરવી ભૂલી ગયો કે પછી બૈજુ બાવરા થવાનો પ્રોગ્રામ સેટ કર્યો છે?’

‘નહીં નહીં યાર, ભાભી સાથે વટકી હશે!’ બીજાએ કહ્યું.

‘ને શ્રીકાન્ત, ચાતુર્માસને તે ઓછામાં ઓછા ચાર માસની વાર છે!’ ત્રીજાએ બૉલિંગ કરી. મેં સૌને માત્ર એક જ જવાબ આપ્યો:

‘ધિસ ઇઝ માય મુડ! રોજ રોજ દાઢીમૂછની લટપટ આપણને ફાવતી નથી.’

‘ઠીક છે, બેટર ટુ બી લેટ ધૅન નેવર!’ રોજેરોજ દાતણ સાથે જ શેવિંગ કરનારા મેં દાઢીમૂછ વિના પૂરા ચોવીસ કલાકનો આખો એક દિવસ વિતાવ્યો ત્યારે સુશીલા મને કહેવા લાગી:

‘પપ્પા, દાઢીમૂછ વધારવાથી રવીન્દ્રનાથ જેવા થવાશે એમ તો તમે માનતા નથી ને?’

‘એ તે પ્રાકૃત લોકોની માન્યતા થઈ! હું તો જસ્ટ ફોર એ ચેઇન્જ, દાઢીમૂછ વધારવા માગું છું!’

‘જો તમારે ચેઇન્જ રાખવો હોય તે એકલી મૂછ રાખીનેય કરી શકો!’

‘પણ ટાઇમસેવિંગનો મુદ્દો છે!’

‘ઠીક છે પપ્પા, દાઢીમૂછ સરખાં રાખવા માટેય ટાઇમ તો આપવો પડે છે! તમે ભલે આજે દાઢીમૂછ રાખવામાં ચેઇન્જ માનો, પાછા તમે જ વધારેલાં દાઢીમૂછ કાઢી નાખવામાં ચેઇન્જ માનવાના છો, જો જો, હું શું કહું છું!’

‘સારું સારું! તું તારું કામ કર, જા!’ મેં સુશીલાને વિદાય કરી. એક દાઢીમૂછ રાખવાના સંકલ્પે સુશીલા, કપિલા વગેરે કેવા રિઍક્ટ થાય છે તેને સ્વાદ હું માણતો હતો. મને દાઢીમૂછ વધારવાની મારી આ ઘટના પ્રેમાનંદની પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા જેટલી, બલ્કે તેથીયે વધારે ગંભીર લાગતી હતી. ગુજરાતી કવિતાનો ઇતિહાસ લખનારાઓ મારા જેવા કવિના જીવનની આ એક અનન્ય ઘટનાની નોંધ લેવાનું ચૂકી જશે તો ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો કેવો મહાન અપરાધ થશે એના ખ્યાલમાત્રથી હું તો થથરી જ ઊઠું છું. દાઢીમૂછ વિનાયે જેનો ચહેરો નારીમદમર્દનકર છે એ ચહેરો જો દાઢીમૂછમઢ્યો હશે ત્યારે તો હું નિમીલિત નેત્રે દાઢીમૂછવાળા મારા ચહેરાની સભામાં ખોવાઈ ગયો હતો, ત્યાં જ હળવેથી કોઈએ હથેલીથી મારા ગાલને મૃદુ સ્પર્શ કર્યો. તુરત હું પામી ગયો — આ કપિલા જ. કપિલા કહે:

‘એક દહાડો દાઢી કર્યા વિના રહ્યા તેમાં તો તમારો ચહેરો ડાંગરના ખૂંપરાવાળી ક્યારી જેવો થઈ ગયો!’

‘તેમાં તારે શું?’

‘એમ કે? મારે કંઈ જ નહીં?’

કપિલાનો ચહેરો જોતાં જ મારાથી કહેવાઈ ગયું:

‘ના, ના, તારો તો ઘણુંબધું!’

‘લે?! ગાલેગાલ અડાડીને સૂતાં ત્યારે રામ-સીતાને જે સુખ મળતું હતું તે હવે તમને તો દુર્લભ થવાનું!’

‘ભલે ભલે! રેશમી ધારવાળી બ્લૅડના સ્પર્શનું સુખ જે છોડી શક્યો તે…’

‘ઠીક છે, હવે તમારું છોડવાનું કેવું છે તે હું બરોબર જોઈશ.’ માનિની કપિલા ખંડિતા નાયિકા-શી ત્યાંથી સરી ગઈ. હું અણનમ ખડો રહી, દાઢીમૂછ ઊગે તો એ ટ્રીમ કરાવવાં યા નહીં, એની કટ કેવી રાખવી વગેરે વગેરે વિચારોમાં સરી ગયો! મારી આસપાસ દાઢીમૂછવાળા અનેક મહાનુભાવોના ચહેરાઓનું ગ્રહમંડળ ચક્કર ચક્કર ફરવા લાગ્યું. મને થયું, ‘ગમે તે થાય એક વાર તો દાઢીમૂછ રાખી જાણવી જ.’ માણસો ભલે બાહ્ય દેખાવને નિંદતા હોય, પણ તેનાથી પ્રભાવિત તે થાય જ છે. અમારા એક સાવ દેશી ને વધારામાં બેવકૂફ મિત્ર, દાઢીમૂછ રાખતાં રાખતાં ક્રમશઃ આધુનિકતાવાદી ટોળકીમાં સારી રીતે ઘૂસ મારી શક્યા છે! જોકે આ વાત હું તમને કહું છું, એમને કહું તો મારા પર અને મારી કવિતા પર માછલાં ધોવા માંડે! દાઢીમૂછવાળો ચહેરો સામાન્ય ચહેરા કરતાં કંઈક અસામાન્ય લાગે છે, અકળતા બતાવે છે. એથી સામો માણસ સાધારણ રીતે ગૂંચવાઈને શેહમાં આવી જાય છે, પ્રભાવિત થાય છે.

મારા દાઢીમૂછના વાળ રાતે નહીં તેટલા દિવસે અને દિવસે નહીં તેટલા રાતે વધતા જશે એ ઘટના જ કેટલી રોમાંચક લાગે છે! મને તો દાઢીમૂછના વાળ ચોટલો ગૂંથાય એટલી હદે વધારનારા કેટલાક બાવા-ફકીરો યાદ આવી ગયા. વળી તીખીતીણી મૂછો ને સુંદર ઓળેલી દાઢીવાળા સરદારજીઓ પણ મને પ્રત્યક્ષ થયા. મોટા થોભિયાવાળા અને બુકાની બાંધેલી દાઢીવાળા ડરામણી સૂરતવાળા ચંબલની ખીણના ખૂંખાર ડાકુઓ પણ સાંભર્યા. કુદરતે પુરુષને ચહેરે દાઢીમૂછ ઉગાડ્યાં તે પ્રયોજન વિના તો નહીં જ હોય. આપણે કુદરતદીધી ભેટને નકારીએ, એણે ઉગાડેલા દાઢીમૂછના વાળને કઢાવી નાખીએ તે ખોટું નથી? આ વાત મને ઘણી વહેલી સૂઝવી-સમજાવી જોઈતી હતી; પણ ખેર! મોડાં મોડાં સૂઝી-સમજાઈ તો ખરી! જાગ્યા ત્યાંથી સવાર – એ ન્યાયે હવે દાઢીમૂછ રાખવાં અને કુદરતના આશયને સાર્થક કરવો. એ જ હવે કર્તવ્ય, એ જ આપણો સ્વધર્મ! જ્યારે આપણો દાઢીમૂછવાળો ચહેરો કુદરતી મરણ બાદ ચિતામાં ભડ ભડ બળતો હશે ત્યારે જ કબીરસાહેબની ‘બાલ જલે જૈસે ઘાસ કી પોલી’નો મર્મ સૌને વધુ સઘન રીતે પ્રતીત થશે!

મારા અનેક મિત્રો આટલી ઉંમરેય મારા વાળમાં એક પણ પળિયું નહીં હોવાથી ચકિત થાય છે. મારા કાળાભમ્મર વાળ અને સ્નિગ્ધ ત્વચા પર મારા અનેક કવિમિત્રો પણ આફરીન છે. તેમણે જયારે દાઢીમૂછ વધારવાની મારી વાત જાણી ત્યારે મને ઉમળકાભેર ધન્યવાદ આપ્યા. પણ એ મિત્રોમાંથી એકે મને કહ્યું: ‘શ્રીકાન્ત, તું દાઢીમૂછ રાખવા માગે છે, પરંતુ તારી દાઢીમાં સફેદ વાળ ઘણા છે એ તેં નોંધ્યું છે ખરું?’

હું તો આ વાત વિશે બિલકુલ બેધ્યાન જ હતો. અરીસામાં ચહેરો જોયા કરતો ને મારા દાઢીમૂછના સફેદ વાળ મને ન દેખાય છે!

આ તે કેવો અંધાપો! એક વાર એક મિત્રને મેં અઢીનો સમય આપેલો, નોંધેલો પણ ખરો, પરંતુ તો સાડાત્રણ જ વાંચ્યા કરું, લખેલા અઢી છતાં! એમ હું મારાં દાઢીમૂછ વધેલાં જોતો, પરંતુ એમાં કેટલા વાળ સફેદ છે એ તો જોતો જ નહોતો! આ મારાં દાઢીમૂછ વધશે ત્યારે મારો ચહેરો કાબરચીતરો નહીં લાગે? હું તો ભારે ચિંતામાં પડી ગયો. ચહેરા પર પરસેવો વળવા લાગ્યો. મનની બેચેની કેમેય જતી નહોતી. રાત્રે બેડરૂમમાં સૂવા જતાં મેં કપિલાને પૂછ્યું: ‘કપ્પી! તું ખરેખર એમ માને છે કે મારા ચહેરાને દાઢીમૂછ સારાં નહીં લાગે?’

‘ના રે! હું તો ખાલી હસતી હતી! તમને તો દાઢીમૂછ પણ શોભશે.’

‘નહીં, તું સિરિયસલી કહે.’

‘સિરિયસલી કહું? તમે પંડે જ અરીસાને પૂછીને જે તે નિર્ણય લો, તેથી તમારો આત્મવિશ્વાસ વધશે!’

એ પછીના દિવસે સવારે ક્લિનશેવ કરેલા ચહેરાએ હું કપિલા આગળ પ્રત્યક્ષ થયો. મેં કહ્યું,

‘હવે કેમ લાગે છે ચહેરો?’

‘નીંદામણ કર્યા પછીના સાફ ખેતર જેવો!’

‘તને આવો ચહેરો જ ગમે છે ને!’

‘મને તો તમારો ચહેરો ગમે છે! પણ સારું થયું, દાઢીમૂછ છોડ્યાં, પણ આત્મવિશ્વાસ તો પાકો થયો! ચાલો, એ વાત પર તમને સરસ મજાની ચા પાઉં ને સાથે…’

મેં નજીકમાં કોઈ નથી ને, એ જોઈને સસ્મિત કહ્યું.

‘એક હૂંફાળી કિસ, આ કિલનશેવ્ડ ગાલ પર, બરાબર ને!’

‘હવે ઉંમર થઈ! જરા શરમાઓ!’ કપિલાએ એના ભીના ચહેરા પર અરુણોદયની શ્રી લહેરાતી છુપાવવાને વ્યર્થ પ્રયત્ન કરતાં કહ્યું.