શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/આવ્યાં અમે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આવ્યાં અમે|}} <poem> ડ્રાંઉં ડ્રાંઉં દેડકાં, આવ્યાં અમે; કૂદવા...")
 
No edit summary
 
Line 32: Line 32:
<center>*</center>
<center>*</center>
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ઝરમર ઝરમર વરસું છું…
|next = હરણું
}}

Latest revision as of 11:55, 15 July 2022

આવ્યાં અમે



ડ્રાંઉં ડ્રાંઉં દેડકાં, આવ્યાં અમે;
કૂદવાનો દાવ તે બતાવો તમે.

મ્યાઉં મ્યાઉં બિલ્લી, આવ્યાં અમે;
ચાતુરી ચાલ તે બતાવો તમે.

ઘૂ ઘૂ કબૂતર, આવ્યાં અમે;
ભોટભાઈ ભોળા બતાવો તમે.

ચીં ચીં ઓ ચકલી, આવ્યાં અમે;
કજિયાળી કાકી બતાવો તમે.

બેં બેં ઓ બકરી, આવ્યાં અમે;
બીકણની પૂંછડી બતાવો તમે.

હાઉવાઉ ડાઘિયા, આવ્યાં અમે;
કોણ કોણ આપણાં બતાવો તમે.

કૂકડે રે કૂક, કોણ? કૂકડા તમે?!
રમવા સમયસર આવ્યાં અમે.

કીડી કે બાઈ, નહીં બોલ્યાં તમે,
તમને પણ રમવામાં રાખશું અમે!

*