શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/મા, મારી મુઠ્ઠી તો ખોલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|મા, મારી મુઠ્ઠી તો ખોલ|}} <poem> મા, પીળું પતંગિયું થાઉં, મા, ફૂલ..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 22: | Line 22: | ||
<center>*</center> | <center>*</center> | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = જો — | |||
|next = મા, તારો ટપાલી હું થઉં… | |||
}} | |||
Latest revision as of 12:07, 15 July 2022
મા, મારી મુઠ્ઠી તો ખોલ
મા, પીળું પતંગિયું થાઉં,
મા, ફૂલ ફૂલ બેસું ને ગાઉં.
મા, વાયારામાં વેરું હું વ્હાલ,
મા, ડાળ ડાળ હિલ્લોળાં ખાઉં.
મા, પ્હોળા પસારીને હાથ,
પણે વાદળામાં પથરાતો જાઉં.
મા, હરણાની ચાલીને ચાલ,
ઓલા ચાંદાની ગોદમાં લપાઉં.
મા, મારી મુઠ્ઠી તો ખોલ,
તારે જોવું જે હોય તે બતાવું.