કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨. વરસાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨. વરસાદ|}} <poem> વરસાદ વરસ્યો. યાદ આવી એમની, ને વળી સાથે વિતાવે...")
 
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(આકૃતિ, પૃ. ૫)}}
{{Right|(આકૃતિ, પૃ. ૫)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧. દિલ તમોને...
|next = ૩. આપને જોયાં
}}

Latest revision as of 16:41, 16 July 2022

૨. વરસાદ


વરસાદ વરસ્યો.
યાદ આવી એમની,
ને વળી
સાથે વિતાવેલા મધુર સંસારની,
ને અચાનક
જિંદગાનીનાં સુહાનાં સોણલાં
નષ્ટ કરીને
એમને લઈને જતા અંધારની,
ને
જુદાઈના ભરેલા ભારની.
વરસાદ વરસ્યો
વિસ્મૃતિનો એક કેવળ હતો ટેકો, ખસ્યો.
ને
અમારું ઘર પડ્યું.
(આકૃતિ, પૃ. ૫)