કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૩૮. શરદની કોળામણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૮. શરદની કોળામણ|}} <poem> ઝીણો ઝીણો ટાઢનો ચમકારો અને ઘઉંની તે...")
 
No edit summary
Line 26: Line 26:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ૩૭. પૂનમનો નોક
|previous = ૩૭. પૂનમનો નોક
|next = ૩૯. અમે
|next = ૪૦. અલબેલો અંધાર હતો
}}
}}

Revision as of 08:29, 19 July 2022

૩૮. શરદની કોળામણ


ઝીણો ઝીણો ટાઢનો ચમકારો અને
ઘઉંની તે વાવણી થાય,
ખેતરની ધરતી આ પીળી ને ભૂખરી,
નાનાં તે નાળાં સુકાયઃ
— શરદની જાગે કોળામણ કાળજે.
જાર-બાજરીના દાના ડુંગરા અને
લીલુડાં શાક લહેરાય,
આંબો ને આંબલી, પીલૂડી-પીપળો,
પાછાં તે મન મલકાયઃ
— શરદની જાગે કોળામણ કાળજે.
ઊભા ડોલે છે ઝીણા ઝીંઝવા અને
બીડનાં તે ઘાસ વઢાય,
ટહુકે છે કોશ સખી, લીલુડી વાડીએ
કીચૂડતાં ગીતડાં ગાયઃ
— શરદની જાગે કોળામણ કાળજે.
(દીપ્તિ, પૃ. ૧૧૫)