અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/એ રત: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે, {{space}}એ રત આવી, ને રાજ! આવજો!<br> ઝીલ...") |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
ફૂલડેથી લૂમી-ઝૂમી મારી વેલ રે, | ફૂલડેથી લૂમી-ઝૂમી મારી વેલ રે, | ||
{{space}}એ રત આવી, ને રાજ! આવજો! | {{space}}એ રત આવી, ને રાજ! આવજો! | ||
(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૧૪) | {{Right|(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૧૪)}} | ||
</poem> | </poem> |
Revision as of 16:33, 21 June 2021
મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે,
એ રત આવી, ને રાજ! આવજો!
ઝીલે નીરે સારસ સરોવરપાળ રે,
એ રત આવી, ને રાજ! આવજો!
કુંજે કુંજે વાઘા સજ્યા નવરંગ રે,
એ રત આવી, ને રાજ! આવજો!
ચન્દ્ર હસી અજવાળે રજનીનાં અંગ રે,
એ રત આવી, ને રાજ! આવજો!
તેજ મધુર વરસે, ને વિશ્વ મહીં ન્હાય રે,
એ રત આવી, ને રાજ! આવજો!
લીલો પેલો વનનો મંડપ ઝોલાં ખાય રે,
એ રત આવી, ને રાજ! આવજો!
ઊભી ઊભી નીરખું છું વાટ અલબેલ રે!
એ રત આવી, ને રાજ! આવજો!
ફૂલડેથી લૂમી-ઝૂમી મારી વેલ રે,
એ રત આવી, ને રાજ! આવજો!
(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૧૪)