કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૨. ભીનાં પારેવડાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨. ભીનાં પારેવડાં|}} <poem> કોઈ મેડીની છાજલી નીચે કે આંખો ઉઘાડ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
કે બેઠી પારેવાંની જોડ – | કે બેઠી પારેવાંની જોડ – | ||
હાં રે સખી, બેઠી પારેવાંની જોડ. | હાં રે સખી, બેઠી પારેવાંની જોડ. | ||
લીધો વિસામો મેહુલે ને | લીધો વિસામો મેહુલે ને | ||
ધરતીના પૂર્યા કોડ – | ધરતીના પૂર્યા કોડ – | ||
Line 14: | Line 15: | ||
મેઘધનુષનો મોડ – | મેઘધનુષનો મોડ – | ||
હાં રે સખી, બેઠી પારેવાંની જોડ. | હાં રે સખી, બેઠી પારેવાંની જોડ. | ||
ટપકે છે નેવાં ટપકટપક કંઈ | ટપકે છે નેવાં ટપકટપક કંઈ | ||
ટાઢાં ને તરબોળ – | ટાઢાં ને તરબોળ – |
Latest revision as of 09:43, 19 July 2022
૧૨. ભીનાં પારેવડાં
કોઈ મેડીની છાજલી નીચે
કે આંખો ઉઘાડે ને મીંચે
કે બેઠી પારેવાંની જોડ –
હાં રે સખી, બેઠી પારેવાંની જોડ.
લીધો વિસામો મેહુલે ને
ધરતીના પૂર્યા કોડ –
સાંજને માથે સોહામણો કંઈ
મેઘધનુષનો મોડ –
હાં રે સખી, બેઠી પારેવાંની જોડ.
ટપકે છે નેવાં ટપકટપક કંઈ
ટાઢાં ને તરબોળ –
ધબકે પારેવાં ધીમુંધીમું ને
નયણાં તે રાતાંચોળ –
હાં રે સખી, બેઠી પારેવાંની જોડ.
(સિંજારવ, પૃ. ૧૦૭)