કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૩. નયણાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩. નયણાં|}} <poem> ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં— એમાં આસમાની...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં : | સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં : | ||
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં. | ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં. | ||
સાતે રે સમદર એના પેટમાં, | સાતે રે સમદર એના પેટમાં, | ||
છાની વડવાનલની આગ, | છાની વડવાનલની આગ, | ||
Line 14: | Line 15: | ||
સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં : | સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં : | ||
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં. | ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં. | ||
જલના દીવા ને જલમાં ઝળહળે, | જલના દીવા ને જલમાં ઝળહળે, | ||
કોઈ દિન રંગ ને વિલાસ, | કોઈ દિન રંગ ને વિલાસ, |
Latest revision as of 09:44, 19 July 2022
૧૩. નયણાં
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં—
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ :
સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
(સિંજારવ, પૃ. ૧૧૪)