અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ઊગે છે પ્રભાત: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે; ઊગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે; ઊગે છે...") |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે; | જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે; | ||
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે... | ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે... | ||
(જયા-જયન્ત) | {{Right|(જયા-જયન્ત)}} | ||
</poem> | </poem> |
Revision as of 16:37, 21 June 2021
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
ઊગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે..
રજનીની ચૂંદડીના
છેડાના હીરલા શા,
ડૂબે છે તારલા આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે...
પરમ પ્રકાશ ખીલે,
અરુણનાં અંગ ઝીલે;
જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે;
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે...
(જયા-જયન્ત)