પરિભ્રમણ ખંડ 2/વિસામડા! વિસામડા!: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 24: Line 24:
પાંચીકો પરમેશ્વર.
પાંચીકો પરમેશ્વર.
</poem>
</poem>
{{Poem2Open}}
એક વાર વિસામડો ગાઈ લીધો, પછી કૂદીને પછવાડે બેસે, ફરી વિસામડો ગાય. ફરી પાછી પાછળ ઠેકે ને ફરી ગાય. એવા તો સાત વિસામડા ગાય. પછી નાહી કરીને ઘેરે જાતી જાતી પ્રભાતિયું ગાય :
એક વાર વિસામડો ગાઈ લીધો, પછી કૂદીને પછવાડે બેસે, ફરી વિસામડો ગાય. ફરી પાછી પાછળ ઠેકે ને ફરી ગાય. એવા તો સાત વિસામડા ગાય. પછી નાહી કરીને ઘેરે જાતી જાતી પ્રભાતિયું ગાય :
{{Poem2Close}}
<poem>
<poem>
સૂરજ ઊગ્યો રે કેવડિયાની ફણસે  
સૂરજ ઊગ્યો રે કેવડિયાની ફણસે  

Latest revision as of 11:21, 20 July 2022

વિસામડા! વિસામડા!

કન્યાઓ નવાણે જાય. ભેળી મળી ઊભડક પગે બેસે. તાળીઓને તાલે તાલે. આ જોડકણું ગાય :

વિસામડા! વિસામડા!
વાડને વડું
લેર ને લાછું
પોત ને પોળી
વાટ ને ઘાટ
સામા મળિયા સહીના સાથ
સહી વળાવ્યાં સાસરે
મળિયાં મા ને બાપ
જળ નાયાં મળ વીસર્યાં
નાયાં ધોયાં તે પરમાણ
નાઈ ધોઈ નીસર્યાં
ને પાપ સઘળાં વીસર્યાં
નાયાં ધોયાં આ કાંઠે
ને પાપ સઘળાં ઓલ્યે કાંઠે
આંબરડું ફોફરડું
કોડી ને કોઠીંબડું
કોડી કોઠીંબડું રાજ બેઠું
પાંચીકો પરમેશ્વર.

એક વાર વિસામડો ગાઈ લીધો, પછી કૂદીને પછવાડે બેસે, ફરી વિસામડો ગાય. ફરી પાછી પાછળ ઠેકે ને ફરી ગાય. એવા તો સાત વિસામડા ગાય. પછી નાહી કરીને ઘેરે જાતી જાતી પ્રભાતિયું ગાય :

સૂરજ ઊગ્યો રે કેવડિયાની ફણસે
કે વાણેલાં ભલે વાયાં રે.
સૂતા જાગો રે……બાઈના કંથ
કે વાણેલાં ભલે વાયાં રે.
લેજો લેજો રે પાંભરિયું ને લોટા
કે વાણેલાં ભલે વાયાં રે.
દાતણ કરજો રે તુલસીને ક્યારે
કે વાણેલાં ભલે વાયાં રે.
મુખ લૂજો રે પાંભરિયુંને છેડે
કે વાણેલાં ભલે વાયાં રે.
લેજો લેજો રે સરી રામનાં નામ
કે વાણેલાં ભલે વાયાં રે.