સરસ્વતીચંદ્ર ભાગ ૧/બુદ્ધિધન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 22: Line 22:

સંસારમાં કયા પ્રવાહમાં દોરાવું અને કીયા બંદર ભણી જવું એ વિચાર કરવાની બુદ્ધિધનને હવે જરૂર પડી અને તેના વિચારને પોતાના અભિલાષ પ્રમાણે વાળવા વૃદ્ધ માબાપ મથતાં. બાપના મનમાં જીવવાની મર્યાદા આ સંકલ્પ સિદ્ધ થયો જોવા સુધીની હતી. તેના મનમાં એમ હતું ` ` કે મ્હારા કુટુંબના ઓળખાણથી રાણાને અને બુદ્ધિધનનો પ્રસંગ કરી અાપવામાં હું સાધનભૂત થાઉ અને પોતાની ગરીબ અવસ્થા છતાં પણ ​બાપના તરફથી અાટલી મદદ વારસામાં આપ્યાનો સંતોષ પામું. માની ઇચ્છા એવી હતી કે રાણાનો કારભારી મ્હારા પીયરનો સગો થાય છે તેના ઉપર મ્હારા માસીયાઈ ભાઈ પાસે ભલામણ કરાવી પુત્રને તેની વયના બીજા છોકરાઓ કરતાં ઉંચી પાયરીની જગા અપાવું. ડોસો ડોસી પરસ્પર એકબીજાની દરખાસ્તના સરસપણા વિશે ચર્ચા ચલાવતાં બુદ્ધિધન સર્વ ચર્ચાનો ઉદ્દેશ સમજતો અને ઈચ્છતો કે વિચાર પોતાના પાર પડે અને માર્ગ મા બાપનો ઈચ્છ્યો લેવાય. સર્વસાધનભૂત લક્ષ્મીને ખેંચી ક્‌હાડવી એ તો સઉને સિદ્ધ હતું પણ કીયા કુવામાંથી તે બાબત મતભેદ હતો. राजद्वारे महालक्ष्मीर्व्यापारे वसति तथा વ્યાપાર કરવો કે રાજલક્ષ્મી શોધવી ? વ્યાપારમાં ખોટની બ્હીક, મુડીની જરૂર, ચિંતાની જરૂર, અધિકારીની ગરજ પડે ઇત્યાદિ કારણોથી રાજલક્ષ્મી શોધવી એવો ઠરાવ સંસારના ઉમેદવારે કર્યો. પણ આ કામ શી રીતે પાર પાડવું તેની ચિંતા રાતદિવસ રહ્યાં કરતી. રાણાને ત્યાં પ્રથમ તો ન્હાની સરખી નોકરી મળે, તેમાં પેટ ભરાય નહીં, પ્રતિષ્ઠાનું દ્વાર ર્‌હે નહીં, રાજસત્તા તો દૂર જ ર્‌હે, અને વળી મૂર્ખ અને પારકી માના જાયા અમલદારો પાસે વગ રાખવા કરગરવું પડે. બળી આ નોકરી. ધુળ નાંખી, દુ:ખી તો દુ:ખી પણ વ્યાપા૨માં અામ અરુચિકર ન થાય. અાવી રીતે સંશય-હિંદેાળે બુદ્ધિધન ચ્હડ્યો અને રાત્રે અને દિવસે, ઘરમાં અને બહાર, એકાંત શોધતો, વિચારમાં ગરક થઈ જતો, અને ઘણીકવાર માબાપની પાસે પણ શૂન્ય હૃદય – શૂન્ય-નેત્ર - શૂન્ય-કર્ણ બનતો. એકલો બેઠો બેઠો હજારો તર્ક કર્યા કરતો, હજારો લોકો પોતાનો નિર્વાહ કેમ ચલાવે છે તેનું સંશોધન કરતો, તેમને ઉપજીવિકાનું સાધન પ્રથમ કેમ મળ્યું એ વિશે ખંતથી પુછતો અને એ સઉ રસ્તા પોતાને વાસ્તે ઉઘાડા છે કે નહી તે વિચારતો. વળી એક રસ્તો અરુચિકર લાગતો. બીજો નિર્ભય નથી. ત્રીજામાંથી લક્ષાધિપતિ થવાય એમ નથી, ચોથામાં તો ઘણીક ખરાબ અડચણો પડે. એવી રીતે ગણતો ગણતો. અાંગળીવડે ભોંય ઉપર, હવામાં, અને કપાળે, મ્હોટાં મ્હોટાં મીંડાં વાળતો અને ગણગણતો કે–-

{{Poem2Close}}
<poem>
શું થાશે તેની નહી સમજાણ પડતી કાંય;
શું થાશે તેની નહી સમજાણ પડતી કાંય;
વિકળ વિમાસી ભાવિને અમુઝાવું મન માંહ્ય.
વિકળ વિમાસી ભાવિને અમુઝાવું મન માંહ્ય.
 
</poem>
{{Poem2Open}}
વળી આ રસ્તામાં બેવકુફાઈ લાગતી અને અચિન્ત્યો એકાંતે ખડખડ હસી પડતો. અાખરે પાછો ફરી ઠરાવ કર્યો કે નોકરી ખોળવી, પણ થોડાં દિવસ વાટ જોઈ, ધીરજ ખમી, સારી નોકરી કેઈ છે તે ખોળવું અને ખોળી તેને જ મેળવવા યત્ન કરવો. આ સર્વ વિચાર પુત્રના મગજમાં ​ચાલતા અને તોફાન મચાવતા તે વખત માબાપ તેથી અજાણ્યાં ર્‌હેતાં: તેઓ તો ઘણી વખત પુછતાં કે 'ભાઈ શું કરવું છે ?' પણ જવાબમાં કંઈ સંતોષકારક મળતું નહી.

અા બધા સમયમાં બુદ્ધિધનનો બાહ્ય વ્યાપાર દેખીતો અાનંદમય હતો. તેમાંથી તે કાંઈ કાંઈ ઉપયોગ શોધી લેતો અને તેમાં તેની મા રસ પુરતી. વિદ્યાભ્યાસનો ખાસ પ્રસંગ ન હતો તોપણ કાજીસાહેબ સાથે ઘરનું જુનું એળખાણ હતું તેમની પાસે જઈ ફારસી બેતો મ્હોડે કરતો અને સમજતો અને આખરે તેમાંથી તેનો સ્વભાવ ગંભીર અને શાણા બગલા જેવો થયો. શાસ્ત્રી પુરાણીની કથાઓમાંના સંસ્કારવડે તેનું અંતઃકરણ ઉંચી વૃત્તિયોથી ભરાયું અને સંન્યાસીઓને પ્રસંગે તેમાં શાંતિનો પાટ બેસાર્યો. બ્રહ્મજ્ઞાનના શબ્દ કાનમાં પડવાથી તથા તેના સંસ્કાર સ્ફુરવાથી સંસારી વિષયોમાં પણ ઉંડી વિવેક-બુદ્ધિ (ફીલસુફી) ઉત્પન્ન થતી. અવકાશને વખતે વૃદ્ધ પુરુષો સાથે ગપાટા મારવામાં પણ અાવતા. તેઓએ પોતાની જુવાનીના જોરમાં અને મદમાં પરાક્રમ કરેલાં અથવા ખત્તા ખાધેલા તથા યુક્તિયો રચેલી; તેઓ ફાવેલા, હારેલા; ફસાયલા, લલચાયલા, અને બચેલા. કોઈએ કારભાર કરેલો, કોઈએ વ્યાપાર કરેલો, કોઈએ રંડીબાજીમાં જુવાની ગુમાવેલી, કોઈએ બેવકુફાઈમાં કંઈ જોવાયલું નહી, કોઈએ પ્રમાદમાં થતું થવા દીધેલું, કોઈ ખટપટનો ભોગ થઈ પડેલો; ઈત્યાદિ વાતો અનુભવનારને જ ઘરડે મ્હોંએ કોઈ વાર વગર પસ્તાવે, કોઈ વાર બડાશના સંતોષ સાથે; અને કોઈ વાર નિઃશ્વાસ સાથે થતી તે સર્વનું ટીપ્પણ બુદ્ધિધનના હૃદયમાં થતું. બેતો, કથાઓ, અને ઘરડાઓના ગપાટા, સર્વ વાતો પ્રસંગે તથા અપ્રસંગે પુત્રના મ્હોંથી નીકળતી , તેમાં હોંકારો ભણી ઉમેરો કરી, તેના જેવી જ બીજી વાતો પોતે કહી, ટોળ કરી, ટાળી આપી, 'જોયું અામ થયું તેનું આ પરિણામ' કહી સાર ક્‌હાડી આપી, મા દીકરાને રીઝવતી, કેળવતી, અને રાચતી. આ વાર્તાઓ રસભરી થઈ બુદ્ધિધનના મનમાં ઠરતી અને વજ્રલેપ થતી. બ્રહ્મની પેઠે આ સર્વ માયામચી સૃષ્ટિનો નિર્ગુણ અને નિષ્કર્મ સાક્ષી–કુટુંબનો વડીલ બુદ્ધિધનનો બાપ સાંભળતો અને સઉના અાનંદમાં ગુપ્ત ભાગ લેતો. દાતણને વખતે, ન્હાતાં ન્હાતાં, જમવાની ઘડીએ, વાળું કરતાં, પથારીમાં સુતાં સુતાં, શીયાળામાં તાપતાં તાપતાં ઉન્હાળામાં ચંદની રાતના ગપાટા વખતે, અને ચોમાસામાં અંધારી રાતે કાળાં વાદળમાંથી વર્ષાદ ટપક ટપક થયાં કરતો સાંભળતાં સાંભળતાં - સુવર્ણપુરનાં ​'કારભારી કુટુંબ' માં આવી રીતે સંસારશાળા વગર મ્હેતાજીએ, વગર પુસ્તકે વણજાણી ચાલતી. સ્ત્રીજાતની કોમળતા, કલ્પના, પ્રતિભાન, સ્નેહીપણું, રસિકતા, અને માર્મિકતાની લ્હેરો સ્ત્રીબુદ્ધિની અવગણના કરનારના અંતઃકરણમાં સતતગતિ[૧] બની પેસી જતી; અને નદી ઉપર પ્રભાતનો કમલ-સ્પર્શી પવન શરીરના ઉપર જેવી રમણીય, પાચક, અને બલવાન ગુપ્ત અસર કરે છે તેવી જ અસર આ અંત:કરણ ઉપર થતી. બેતો, કથાઓ, શ્લોકો, અને ગપાટા પ્રસાદિક [૨]બુદ્ધિશાળી બાઈએ ભેળવેલા સ્વાદિષ્ટ સંભારથી પચવામાં સુલભ થઈ જતાં.
અા બધા સમયમાં બુદ્ધિધનનો બાહ્ય વ્યાપાર દેખીતો અાનંદમય હતો. તેમાંથી તે કાંઈ કાંઈ ઉપયોગ શોધી લેતો અને તેમાં તેની મા રસ પુરતી. વિદ્યાભ્યાસનો ખાસ પ્રસંગ ન હતો તોપણ કાજીસાહેબ સાથે ઘરનું જુનું એળખાણ હતું તેમની પાસે જઈ ફારસી બેતો મ્હોડે કરતો અને સમજતો અને આખરે તેમાંથી તેનો સ્વભાવ ગંભીર અને શાણા બગલા જેવો થયો. શાસ્ત્રી પુરાણીની કથાઓમાંના સંસ્કારવડે તેનું અંતઃકરણ ઉંચી વૃત્તિયોથી ભરાયું અને સંન્યાસીઓને પ્રસંગે તેમાં શાંતિનો પાટ બેસાર્યો. બ્રહ્મજ્ઞાનના શબ્દ કાનમાં પડવાથી તથા તેના સંસ્કાર સ્ફુરવાથી સંસારી વિષયોમાં પણ ઉંડી વિવેક-બુદ્ધિ (ફીલસુફી) ઉત્પન્ન થતી. અવકાશને વખતે વૃદ્ધ પુરુષો સાથે ગપાટા મારવામાં પણ અાવતા. તેઓએ પોતાની જુવાનીના જોરમાં અને મદમાં પરાક્રમ કરેલાં અથવા ખત્તા ખાધેલા તથા યુક્તિયો રચેલી; તેઓ ફાવેલા, હારેલા; ફસાયલા, લલચાયલા, અને બચેલા. કોઈએ કારભાર કરેલો, કોઈએ વ્યાપાર કરેલો, કોઈએ રંડીબાજીમાં જુવાની ગુમાવેલી, કોઈએ બેવકુફાઈમાં કંઈ જોવાયલું નહી, કોઈએ પ્રમાદમાં થતું થવા દીધેલું, કોઈ ખટપટનો ભોગ થઈ પડેલો; ઈત્યાદિ વાતો અનુભવનારને જ ઘરડે મ્હોંએ કોઈ વાર વગર પસ્તાવે, કોઈ વાર બડાશના સંતોષ સાથે; અને કોઈ વાર નિઃશ્વાસ સાથે થતી તે સર્વનું ટીપ્પણ બુદ્ધિધનના હૃદયમાં થતું. બેતો, કથાઓ, અને ઘરડાઓના ગપાટા, સર્વ વાતો પ્રસંગે તથા અપ્રસંગે પુત્રના મ્હોંથી નીકળતી , તેમાં હોંકારો ભણી ઉમેરો કરી, તેના જેવી જ બીજી વાતો પોતે કહી, ટોળ કરી, ટાળી આપી, 'જોયું અામ થયું તેનું આ પરિણામ' કહી સાર ક્‌હાડી આપી, મા દીકરાને રીઝવતી, કેળવતી, અને રાચતી. આ વાર્તાઓ રસભરી થઈ બુદ્ધિધનના મનમાં ઠરતી અને વજ્રલેપ થતી. બ્રહ્મની પેઠે આ સર્વ માયામચી સૃષ્ટિનો નિર્ગુણ અને નિષ્કર્મ સાક્ષી–કુટુંબનો વડીલ બુદ્ધિધનનો બાપ સાંભળતો અને સઉના અાનંદમાં ગુપ્ત ભાગ લેતો. દાતણને વખતે, ન્હાતાં ન્હાતાં, જમવાની ઘડીએ, વાળું કરતાં, પથારીમાં સુતાં સુતાં, શીયાળામાં તાપતાં તાપતાં ઉન્હાળામાં ચંદની રાતના ગપાટા વખતે, અને ચોમાસામાં અંધારી રાતે કાળાં વાદળમાંથી વર્ષાદ ટપક ટપક થયાં કરતો સાંભળતાં સાંભળતાં - સુવર્ણપુરનાં ​'કારભારી કુટુંબ' માં આવી રીતે સંસારશાળા વગર મ્હેતાજીએ, વગર પુસ્તકે વણજાણી ચાલતી. સ્ત્રીજાતની કોમળતા, કલ્પના, પ્રતિભાન, સ્નેહીપણું, રસિકતા, અને માર્મિકતાની લ્હેરો સ્ત્રીબુદ્ધિની અવગણના કરનારના અંતઃકરણમાં સતતગતિ<ref>પવન; હંમેશા ચાલનાર.</ref> બની પેસી જતી; અને નદી ઉપર પ્રભાતનો કમલ-સ્પર્શી પવન શરીરના ઉપર જેવી રમણીય, પાચક, અને બલવાન ગુપ્ત અસર કરે છે તેવી જ અસર આ અંત:કરણ ઉપર થતી. બેતો, કથાઓ, શ્લોકો, અને ગપાટા પ્રસાદિક <ref>ઈશ્વરની કૃપાથી જ મળેલ.</ref> [૨]બુદ્ધિશાળી બાઈએ ભેળવેલા સ્વાદિષ્ટ સંભારથી પચવામાં સુલભ થઈ જતાં.

બુદ્ધિધનના બાપને પરાપૂર્વથી ચાલતું આવેલું વર્ષાસન મળતું. તે વર્ષાસન માત્ર બસેં રૂપીઆનું હતું પરંતુ હાલ તેની કનિષ્ટ અવસ્થામાં કોઈક વખતે મદદ કરનારું થઈ પડતું અને લોકમાં પ્રતિષ્ઠા આપનારું ગણાતું. કારભારી મંડળમાં એ વર્ષાસનથી 'કારભારી કુટુંબ' નું નામ વર્ષે દિવસે અકેકી વાર સ્મરણમાં આવતું. એ શિવાય મૂળ કારભારીયોયે પઇસો એકઠો કરી મુકેલો તથા જમીન હાથમાં રાખેલી તેમાંથી અવદાન ભરવા જોગ ઉત્પન્ન થાય એટલું બાકી રહ્યું હતું. રાજસત્તા હોય તો ઘણી મીલકત ખરી થાય એવી હતી. પણ તેવી સત્તા તો ભૂતકાળની વાત થઈ હતી અને હાલ તેનું સ્વપ્ન પણ કોઈને આવતું ન હતું. પઈસો પઈસાને પેદા કરે છે. પણ આ કુટુંબમાં તો પઈસો ન હતો એટલે સરકાર દરબારને રસ્તે ચ્હડવું અને લાંચ આપી જીતવું મુશ્કેલ થયું હતું. વગવાળા અને પઈસાવાળાઓ પાસે હાથ નીચા પડી જતા અને પોતાના જેવા જ માણસો પ્રતિસ્પર્ધી હોય ત્યારે ન્યાય મળવાનો સંભવ રહેતો અને એ સંભવનો આધાર પણ અમલદારના ઉદ્યોગ, ઉત્સાહ, અને સાવધાનપણા ઉપર રહેતો, અાવું છતાં કુટુંબનો વ્યવહાર ચાલતો અને ઘર ચલાવનારની બુદ્ધિ વેતરણ અને કરકસરથી નામ પ્રમાણે ખરચ રાખ્યું દેખાતું છતાં ઝાઝું ખરચ થતું ન હતું અને કોઈ રીતે લાગે એવી અડચણ પડતી ન હતી અને કેટલીક અડચણો વેઠવાની તો સઉને ટેવ પડી ગઈ હતી. મોજશોખ અપથ્ય ગણતાં; અને કુટુંબને અાનંદ, વૈભવ, અને ભોગ મા દીકરાના ત્હાડા પ્હોરના ગપાટાની બાંધી હદમાં રહેતા.

Line 34: Line 36:
બુદ્ધિધનનો વિવાહ એના જેવા જ કુટુંબની કન્યા સાથે થયેા હતો અને તે નમાઈ હોવાથી સાસુના હાથ નીચે ઉછરી હતી એટલે ગજાપ્રમાણે કુશળ થઈ હતી. તેનું નામ સસરાયે પાડ્યું હતું અને નિર્ધનના ધન–વરકન્યા–ઉપર રંક 'કારભારી કુટુંબ' સુતું ઉઠતું હતું.

૧. પવન; હંમેશા ચાલનાર.
૨. ઈશ્વરની કૃપાથી જ મળેલ.
એમ દિવસ ચાલ્યા જતા હતા અને રંક કુટુંબ ઉપર ઉન્મત્ત પ્રમત્ત જગતમાંથી કોઈ પણ અાંખ ફરકતીયે ન હતી. સૂર્ય-કિરણનાં દર્શન કરવા વગર જમીનની અંદર કોઈ બળવાન ઝાડનું બીજ-વધતું જાય તેવી અવસ્થા બુદ્ધિધન ભોગવતો હતો, તેમ વિપત્તિનો તાપ તેના ઉપર પડ્યો ન હતો. મ્હોટાં થવાની ઈચ્છા શિવાય તેના મનમાં પણ બીજું કાંઈ ચિંતાનું કારણ ન રહેતું, અને આ ઇચ્છા એક જીર્ણજ્વર જેવી તેના મનમાં રહ્યાં કરતી. એ વ્યાધિની હયાતી ઘરમાં કોઈ જાણતું ન હતું. માત્ર જાતે જ એકાંત સમયે તેની સહજ પીડા અનુભવતો.

આવી અવસ્થા પણ ઘણા દિવસ ન ટકી. વિપત્તિનું વાદળ ઉછરતા છોડ ઉપર તુટી પડવા લાગ્યું. બાપનું મરણ અણચિંતવ્યું વિષૂચિકાથી[૧] થયું. આ બનાવ સારુ બુદ્ધિધન જરા પણ તૈયાર થયો ન હતો. અજાણ્યા અચિંત્યા થતા ઘાની પેઠે તે તેને લાગ્યો. તેનું બળવાન મન ઘડીક ચુર થતું જણાયું. તેના સ્વભાવને લીધે ગમત કરનાર જુવાન જગતમાં તેના સમાનશીલવ્યસનવાળું કોઈ ભાગ્યે મળી શકે એમ હતું. ગરીબ અવસ્થાને લીધે પઈસાવાળા ખુશામત શિવાય મિત્રતાનાં બીજાં દ્વાર બંધ રાખતા. ગરીબ લોકોમાં કુલીનસંસ્કાર ન મળતો. અને કોઈ એમ છતાં મિત્ર થવા જેવો મળે તો બુદ્ધિમાં અંતર રહેતું. આથી થયું એ કે બુદ્ધિધન મિત્ર વગરનો રહ્યો અને ખરી વિપત્તિને સમયે તેના મનનું ઐૌષધ કરવા તેની મા વગર બીજું કોઈ હતું નહી અને તે માને પણ વૈધવ્યદુ:ખ પડવાથી તેના મનની સંભાળ લેવી એ પણ હવે ખરેખર એકલા પડેલા બુદ્ધિધનને માથે ફરજ થઈ પડી.
આવી અવસ્થા પણ ઘણા દિવસ ન ટકી. વિપત્તિનું વાદળ ઉછરતા છોડ ઉપર તુટી પડવા લાગ્યું. બાપનું મરણ અણચિંતવ્યું વિષૂચિકાથી <ref>કૉલેરા, કેાગળીયું.</ref> થયું. આ બનાવ સારુ બુદ્ધિધન જરા પણ તૈયાર થયો ન હતો. અજાણ્યા અચિંત્યા થતા ઘાની પેઠે તે તેને લાગ્યો. તેનું બળવાન મન ઘડીક ચુર થતું જણાયું. તેના સ્વભાવને લીધે ગમત કરનાર જુવાન જગતમાં તેના સમાનશીલવ્યસનવાળું કોઈ ભાગ્યે મળી શકે એમ હતું. ગરીબ અવસ્થાને લીધે પઈસાવાળા ખુશામત શિવાય મિત્રતાનાં બીજાં દ્વાર બંધ રાખતા. ગરીબ લોકોમાં કુલીનસંસ્કાર ન મળતો. અને કોઈ એમ છતાં મિત્ર થવા જેવો મળે તો બુદ્ધિમાં અંતર રહેતું. આથી થયું એ કે બુદ્ધિધન મિત્ર વગરનો રહ્યો અને ખરી વિપત્તિને સમયે તેના મનનું ઐૌષધ કરવા તેની મા વગર બીજું કોઈ હતું નહી અને તે માને પણ વૈધવ્યદુ:ખ પડવાથી તેના મનની સંભાળ લેવી એ પણ હવે ખરેખર એકલા પડેલા બુદ્ધિધનને માથે ફરજ થઈ પડી.

અાટલાથી જ વિપત્તિનું ઝાપટું પુરું થયું નહી.
અાટલાથી જ વિપત્તિનું ઝાપટું પુરું થયું નહી.
{{Poem2Close}}
<poem>
जीवतो वाक्यकरणात् मृताहे भूरिभोजनात् ।
जीवतो वाक्यकरणात् मृताहे भूरिभोजनात् ।
गयायां पिण्डदानेन त्रिभि: पुत्रस्य पुत्रता ॥
गयायां पिण्डदानेन त्रिभि: पुत्रस्य पुत्रता ॥
</poem>

{{Poem2Open}}
બ્રાહ્મણ-સંસ્કારવાળા પુત્રને આ શ્લોક ઘણો વ્હાલો હતો અને ૨મણીય લાગતો. સુધારાવાળાઓની પુત્રતા પોતાની રુચિને અનુસરતી રીતે પિતાનું નામ લોકપ્રસિદ્ધ કરવામાં વિકાસ પામે છે. બુદ્ધિધનની પુત્રતા પિતાની રુચિને અનુસરતી રીતે વર્ત્તવામાં સ્ફુરવા ઈચ્છતી હતી. ઘણી ચિંતા કરી, આમ તેમથી પૈસા એકઠા કરી શ્રમ વેઠી, અને એવી એવી અનેક વર્ત્તમાન તથા ભવિષ્ય વિપત્તિયો માથે વ્હોરી તેમ કરવામાં પિતાના મરણનો

૧. કૉલેરા, કેાગળીયું.
​શોક વ્યવહારવિપત્તિયોમાં લીન કરી બુદ્ધિધને શાસ્ત્રોક્ત પુત્રતા અનુભવવા

માંડી. આ વિપત્તિયોના કુહાડા ખમી ખમી ચંદન વૃક્ષ જેવો બાળક શરીરે ક્ષીણ થતો ગયો અને તેના અંતર્યામાંથી બુદ્ધિગંધ બ્હેંકવા લાગ્યો. ચારે પાસ વિપત્તિયોની ભીડ થઈ રહી હતી તેને બળવાન બાહુવડે હડસેલી હડસેલી ધક્કાધક્કી વચ્ચેથી આગાડી ધપી સંસારસુખની ઝાંખી ખોળવામાં પાછળ રહી ગયેલા ભૂતકાળ ઉપર નજર નાંખવાનો અવકાશ ન રહ્યો; અને તે નિમિત્તે વિપત્તિયોની વધતી ભીડમાં ચગદાતો બાળક એકલો બળ અજમાવવા લાગ્યો.

19,010

edits

Navigation menu