રાજા-રાણી/આઠમો પ્રવેશ4: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 165: Line 165:
|'''કુમારસેન''' :
|'''કુમારસેન''' :
|એને શું હું નથી ઓળખતો? મને શું આવા અપમાન સાથે જીવવાનું એ કદીયે કહે? એ તો મારી ધ્રુવતારા. મહાન મૃત્યુની દિશામાં એણે મને માર્ગ બતાવી દીધો. કાલ પૂર્ણિમાની રાતે અમે મળવાનાં હતાં. પણ હવે તો આ જિંદગીની ગ્લાનિમાંથી મુક્ત બની, નાહીધોઈ શુદ્ધ બની, હું અમર મિલનના શણગાર સજવાનો. ચાલો બહેન, પ્રથમથી એક દૂત મોકલીને રાજસભામાં ખબર આપું, કે કાલે હું તાબે થવા આવું છું; એટલે બિચારો શંકર જલદી છૂટવા પામશે.
|એને શું હું નથી ઓળખતો? મને શું આવા અપમાન સાથે જીવવાનું એ કદીયે કહે? એ તો મારી ધ્રુવતારા. મહાન મૃત્યુની દિશામાં એણે મને માર્ગ બતાવી દીધો. કાલ પૂર્ણિમાની રાતે અમે મળવાનાં હતાં. પણ હવે તો આ જિંદગીની ગ્લાનિમાંથી મુક્ત બની, નાહીધોઈ શુદ્ધ બની, હું અમર મિલનના શણગાર સજવાનો. ચાલો બહેન, પ્રથમથી એક દૂત મોકલીને રાજસભામાં ખબર આપું, કે કાલે હું તાબે થવા આવું છું; એટલે બિચારો શંકર જલદી છૂટવા પામશે.
}}
<br>
{{HeaderNav2
|previous = સાતમો પ્રવેશ4
|next = નવમો પ્રવેશ4
}}
}}

Latest revision as of 12:49, 28 July 2022

આઠમો પ્રવેશ

પાંચમો અંક


         સ્થળ : અરણ્ય. કુમારના બે અનુચરો.

પહેલો : આમ જો, માધુ, કાલ મન એક સોણું આવ્યું. પણ એનો કાંઈ અર્થ સમજાતો નથી. ગામમાં જઈને જોશી પાસેથી સમજી આવવું પડશે.
બીજો : એવું શું સોણું? બોલ જોઉં.
પહેલો : જાણે કોઈ એક દેવતાઈ પુરુષ પાણીમાંથી નીકળ્યો. નીકળીને મને ત્રણ મોટાં બીલાં દેવા આવ્યો. મેં બે હાથમાં બે તો લીધાં, પણ ત્રીજું શેમાં લેવું એ સૂઝ પડી નહીં.
બીજો : અરે મૂરખા, ત્રણેય બીલાં પછેડીમાં બાંધી લેવા’તાં ને!
પહેલો : જાગી ગયા પછી તો સહુ ડાહ્યાં થાય. પણ એ વખતે સોણામાં તું નહોતો ને! હવે સાંભળ, એ બાકીનું બીલું તો ધરતી પર પડીને મારું બેટું મંડ્યું દડવા, ને હુંયે એની વાંસે માંડ્યો દોડવા. દોડતાં દોડતાં ઊંચું જોઉં ત્યાં તો યુવરાજ બાપુ પીપળા હેઠળ બેઠા બેઠા સંધ્યા કરે! મારું બેટું બીલું પણ દોડતું દોડતું કૂદકો મારીને યુવરાજ બાપુના ખોળામાં ચડી બેઠું. ત્યાં તો મારી આંખ ઊઘડી ગઈ.
બીજો : અલ્યા, એમાં ન સમજ્યો? એનો અર્થ એમ કે યુવરાજ બાપુ હવે તરતમાં જ રાજા થવાના.
પહેલો : એ તો મેં પણ માની લીધું છે. પણ તો પછી મને બે બીલાં મળ્યાં એનું મને શું?
બીજો : તને બીજું શું? તારી વાડીમાં રીંગણાંનો સારો ફાલ આવશે.
પહેલો : ના, મેં એમ ઠરાવ્યું છે કે મારે બે દીકરા થાશે.
બીજો : અરે ભાઈ, કાલ મારેય એક અજબની વાત બની ગઈ. આ નદીને કાંઠે હું ને રામચરણ બેય ચોખા પલાળી પલાળીને ખાતા હતા. વાત વાતમાં હું બોલ્યો કે આપણા ભટજીએ ગણતરી કરીને કહેલું છે કે હવે યુવરાજ બાપુને માથેથી પનોતી ઊતરતી આવે છે. હવે વાર નથી. હમણાં જ ગાદીએ બેસવાના. આટલું બોલ્યો ત્યાં તો માથા ઉપરથી કોઈ ત્રણ વાર બોલ્યું કે ‘ઠીક, ઠીક, ઠીક!’ ઊંચે જોઉં ત્યાં તો ઝાડ ઉપર એક જબ્બર કાકીડો!

[રામચરણ આવે છે.]

પહેલો : કાં, રામચરણ, શા ખબર?
રામચરણ : અરે ભાઈ, આજ તો એક બ્રાહ્મણ આ જંગલની આસપાસ યુવરાજ બાપુને ગોતતો ગોતતો ભમતો હતો. મનેય ગોળ ગોળ બોલી બોલીને ખૂબ વાતો પૂછી પણ હું ક્યાં હૈયાફૂટો હતો! મેંય ગોળ ગોળ જવાબ દીધા. ખૂબ ગોત કરી કરીને સાંજે બાપડો પાછો ચાલ્યો ગયો. મેં તો એને ચિત્તલનો જ મારગ ચીંધી દીધો! ભલેને આથડતો! એ જો બ્રાહ્મણ ન હોત તો એનાં હાડકાં જ ખોખરાં કરી નાખત.
બીજો : પણ તો પછી આ વન તો છોડવું જ જોશે. મારા દીકરાઓને ખબર પડી ગઈ લાગે છે.
પહેલો : બેસ ને રામચરણ, બે ચાર ગપ્પાં મારીએ.
રામચરણ : જુઓ, યુવરાજ બાપુ અને રાણી બહેન આ તરફ આવે છે. ચાલો, આપણે આઘેરા જઈ બેસીએ.

[જાય છે. કુમારસેન અને સુમિત્રા પ્રવેશ કરે છે.]

કુમારસેન : શંકર તો પકડાઈ ગયો! છૂપો વેશ ધરીને બિચારો રાજ્યના ખબર મેળવવા ગયેલો. ત્યાં તો દુશ્મનોના જાસૂસે એને પકડી પાડ્યો, જયસેન પાસે લઈ ગયા, અને મેં સાંભળ્યું છે કે એના ઉપર પારાવાર રિબામણી ચાલી રહી છે, તોય એ અડગ છે. એના પેટમાંથી એક પણ વાત બહાર કઢાવી નથી શક્યા.
સુમિત્રા : અરેરે સ્વામીભક્ત ડોસા! જેને જીવથીયે વહાલો માન્યો છે, એ કુમારને માટે જ તેં તારો પ્રાણ સોંપી દીધો.
કુમારસેન : આ સંસારમાં મારો સહુથી સાચો બાંધવ એ હતો! મારો જીવનભરનો મિત્ર હતો. પોતાનો પ્રાણ આડો ધરીનેય એ મારી રક્ષા કરવા ચાહે છે. અરે પ્રભુ! એવી ઘરડી, દુબળી, ખળભળેલી કાયા કેમ કરીને મારપીટ ખમી શકશે? અને હું તો આંહીં સુખેથી સંતાઈને બેઠો છું.
સુમિત્રા : ભાઈ, હું જાઉં? ભિખારણને વેશે સિંહાસન પાસે જઈને શંકરના જીવની ભિક્ષા માગી આવું?
કુમારસેન : અરે બાપુ! દરવાજેથી જ તને ધકેલી કાઢશે, અને તારા બાપના રાજનું માથું નીચે ઢળશે, એ અપકીર્તિ મારા હૈયામાં સોંસરી ઊતરીને મને કેવી ખટકશે!

[ગુપ્તચર આવે છે.]

ગુપ્તચર : ગઈ રાતે જયસેને ગીધકૂટ બાળી દીધું. ઘરબાર વગરનાં ગામલોકોએ મન્દૂરના જંગલનો આશરો લીધો છે.

[જાય છે.]

કુમારસેન : હવે તો નથી સહેવાતું. હજારોના જીવનો સંહાર કરાવી કરાવીને આ જીવતર ટકાવવા તરફ તિરસ્કાર છૂટે છે.
સુમિત્રા : ચાલો, આપણે બેય જણાં રાજ-કચેરીમાં જઈએ. જોઈએ તો ખરાં, કયો ગુનો બતાવીને જાલંધરનાથ તારો વાળ પણ વાંકો કરે છે!
કુમારસેન : બહેન, શંકરે કહેલું છે કે ‘પ્રાણ જાય તો ભલે, પણ કેદી બનીને કદી પકડાશો મા’. મારા બાપના સિંહાસન પર બેસીને એક પરદેશી રાજા ઇન્સાફનું છળ ચલાવી મને શિક્ષા ફરમાવે, એ શું મારાથી સહેવાશે, બેનડી? ઘણું સહ્યું છે, પણ પૂર્વજોનું અપમાન નહીં સહેવાય.
સુમિત્રા : તે કરતાં તો મરવું ભલું!
કુમારસેન : શાબાશ, મારી બહેન! બોલો, બોલો, ‘તે કરતાં તો મરવું ભલું!’ બોલો, બહેન, એ જ તને શોભે. એ કરતાં તો મરવું ભલું! બરાબર વિચારી જોજે, હો બહેન! જીવવું એ તો માત્ર ભીરુતા કહેવાય. ખરું કે નહીં? બોલ, ચુપ ન રહે, બહેન, ગમગીન આંખો ઢાળીને નીચે ન જોઈ જા! મોં ઊંચું કર જોઉં! ફરી એક વાર બોલ તો ખરી! આ અભાગિયા જીવને લઈ દિવસરાત સંતાતા સંતાતા મરી રહેવું, એ હવે ઘડીભર પણ મને શોભે, હેં સુમિત્રા?
સુમિત્રા : ભાઈ —
કુમારસેન : બહેન, હું ક્ષત્રિય છું. મારી સોનાની કાશ્મીર આજ બળીને ખાખ થઈ રહી છે, વનેવનમાં ને વાટેવાટમાં મારી પ્રજા ઘરબાર વિનાની ભટકે છે, પતિ વિનાની સ્ત્રીઓ રડે છે, ને દીકરા વિનાની માતાઓ કળકળે છે. છતાંયે હું સંતાતો શા માટે જીવું છું!
સુમિત્રા : એ કરતાં તો મરવું ભલું.
કુમારસેન : શાબાશ, મારી બહેન! બોલ, એ કરતાં તો મરવું ભલું! મારા સ્વામીભક્ત સેવકો રોજે રોજ પોતાના પ્રાણ સોંપી પીડા ભોગવે, અને હું શું છુપાઈ છુપાઈને જીવતર માણું? એનું નામ શું જીવ્યું કહેવાય?
સુમિત્રા : એ કરતાં તો મરવું ભલું.
કુમારસેન : વાહ રે મારી સુમિત્રા! વ્યાજબી કહ્યું. અત્યાર સુધી તો તારે ખાતર ગમે તેમ કરીને આ અધમ જીવન ટકાવી રાખ્યું છે. મારા પ્રત્યેક શ્વાસના બદલામાં નિર્દોષોના પ્રાણવાયુ શોષાઈ રહ્યા છે. પણ હવે તો મારે ગળે હાથ દઈને કહે, બહેન, કે હું જે કહું તે તું કરશે; ગમે તેટલું કઠિન હોય તો પણ કરશે.
સુમિત્રા : તારે ગળે હાથ, વીરા!
કુમારસેન : જો સાંભળ ત્યારે, હું મારા જીવતરનો અંત આણીશ. પછી મારું માથું લઈને સ્વહસ્તે તું એ જાલંધરના ધણીને ભેટ કરી આવજે, અને કહેજે કે ‘કાશ્મીરના ઓ અતિથિ, જે વસ્તુને માટે તું આટલો ઝૂરી રહ્યો હતો, તે આ વસ્તુ કાશ્મીરના યુવરાજે આતિથ્યના અર્ઘ્યરૂપે તને મોકલાવી છે. આ લે’. કાં બહેન, અબોલ શા માટે? તારા પગ કંપે છે કેમ? આવ, બેસ આ ઝાડની છાંયે. બોલ, તારાથી નહીં બને? સાવ અશક્ય છે શું? ત્યારે શું આ રાજમસ્તક એક તુચ્છ ભેટની માફક મારે નોકરની સાથે મોકલવું પડશે? ઓ સુમિત્રા! આખી કાશ્મીર ખિજાઈને એને છૂંદી ફેંકી દેશે હો!

[સુમિત્રાને મૂર્ચ્છા આવી જાય છે.]


          અરે! અરે! બહેન! આ શું? ઊઠ, ઊઠ, હૃદયને પથ્થર વડે મઢી દે. ગભરા ના. આ કામ મુશ્કિલ છે માટે જ હું તારા ઉપર મૂકું છું ને! મારી પ્રાણાધિક બહેન, મહાન હૃદય વગર જગતનાં મહાદુઃખો બીજું કોણ ખમશે? બોલ બહેન, બનશે?

સુમિત્રા : બનશે.
કુમારસેન : ઊભી થા ત્યારે. કઠણ બનીને માથું ઊંચું કર. આખા હૃદયને જાગૃત કર. દુ;ખના ભારથી પામર સ્ત્રીની પેઠે ભાંગી ન પડ.
સુમિત્રા : ઓ અભાગણી ઇલા!
કુમારસેન : એને શું હું નથી ઓળખતો? મને શું આવા અપમાન સાથે જીવવાનું એ કદીયે કહે? એ તો મારી ધ્રુવતારા. મહાન મૃત્યુની દિશામાં એણે મને માર્ગ બતાવી દીધો. કાલ પૂર્ણિમાની રાતે અમે મળવાનાં હતાં. પણ હવે તો આ જિંદગીની ગ્લાનિમાંથી મુક્ત બની, નાહીધોઈ શુદ્ધ બની, હું અમર મિલનના શણગાર સજવાનો. ચાલો બહેન, પ્રથમથી એક દૂત મોકલીને રાજસભામાં ખબર આપું, કે કાલે હું તાબે થવા આવું છું; એટલે બિચારો શંકર જલદી છૂટવા પામશે.