અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /પંખી ના જાણે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{Center|''અંજની ગીત''}} પ્રબલ કેટલી પાંખ છાતિ નિજ, ભભક કેટલી પર પરની નિજ,...")
 
No edit summary
Line 12: Line 12:
ઉડન કુજનથી કશૂં સધાતૂં
ઉડન કુજનથી કશૂં સધાતૂં
શૂં એ કો સચિતે પમાતૂં?
શૂં એ કો સચિતે પમાતૂં?
પૂછો શાને એવી વાતૂં? — પંખી ના જાણે. ૪
પૂછો શાને એવી વાતૂં? — પંખી ના જાણે. ૪<br>
ઈ. ૧૯૪૨
{{Right|ઈ. ૧૯૪૨}}
</poem>
</poem>

Revision as of 17:45, 21 June 2021

અંજની ગીત


પ્રબલ કેટલી પાંખ છાતિ નિજ,
ભભક કેટલી પર પરની નિજ,
સુર સુલપલટા શા કંઠે નિજ — પંખી ના જાણે. ૧

ઉડન કુજન દિક્કાલ કયામાં,
શા થકિ બઢત વિલાય કશામાં,
રસે ચગે વા કથળત શામાં — પંખી ના જાણે. ૨

ઉડન કુજન નિજ જીવન વ્હેતૂં,
લોલવિલોલ લ્હેરિયાં લેતૂં,
અવર દુઃખસુખ જગ શુ ં હૈતૂં — પંખી ના જાણે. ૩

ઉડન કુજનથી કશૂં સધાતૂં
શૂં એ કો સચિતે પમાતૂં?
પૂછો શાને એવી વાતૂં? — પંખી ના જાણે. ૪

ઈ. ૧૯૪૨