અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /સર્જક કવિ અને લોકપ્રિયતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> જુઓ ઉઘાડું આ કમાડ, જાઓ જ્યાં રુચે; સ્વલ્પ બિંદુયે દયાનું ના ખપે હ...")
 
No edit summary
Line 13: Line 13:
જુઓ ઉઘાડું છે જી દ્વાર, જાવ જો જવું જ નીસરી.
જુઓ ઉઘાડું છે જી દ્વાર, જાવ જો જવું જ નીસરી.
શબ્દ ના; ન કંપ લેશ, ચક્ષુઝાંય શી કળાય
શબ્દ ના; ન કંપ લેશ, ચક્ષુઝાંય શી કળાય
દીર્ઘ પક્ષ્મ રક્ષિતા? પરંતુ સુંદરી પધારી બેસી જાય!
દીર્ઘ પક્ષ્મ રક્ષિતા? પરંતુ સુંદરી પધારી બેસી જાય!<br>
(ભણકાર, પૃ. ૧૮)
{{Right|(ભણકાર, પૃ. ૧૮)}}
</poem>
</poem>

Revision as of 17:46, 21 June 2021

જુઓ ઉઘાડું આ કમાડ, જાઓ જ્યાં રુચે;
સ્વલ્પ બિંદુયે દયાનું ના ખપે હુંને.
ખીલો તમે ઉછાળતાં અજબ છટા ઊંચે,
સુંદરી, વહો વરેલ પંથ ચ્હાય તે ક્રમે,
ર્‌હો સ્વતંત્ર, એ જ પ્રેમતૃપ્તિ દ્યો હુંને તમે.

સાંભળ્યું હશે ઘણુંય જે બખીલ ને
અસૂયકો ગૂંથી રહ્યા વિરુદ્ધ દાસની;
શ્યામ બીજ એ ઉદાર કાળજે સરી
કરે કઠોર સૌમ્યને, સખેદ વા સલીલને,
પ્રેમને અસહ્ય તે : પ્રિયે, ન પ્રેમ-ઝૂંસરી;
સ્વતંત્ર આવિયાં, સ્વતંત્ર ત્યાગવા અસીલને,
જુઓ ઉઘાડું છે જી દ્વાર, જાવ જો જવું જ નીસરી.
શબ્દ ના; ન કંપ લેશ, ચક્ષુઝાંય શી કળાય
દીર્ઘ પક્ષ્મ રક્ષિતા? પરંતુ સુંદરી પધારી બેસી જાય!

(ભણકાર, પૃ. ૧૮)