ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરવજિય-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અમરવજિય-૨'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : રાસકવિ....")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = અમરવિજય-૧
|next =  
|next = અમરવિજય-૩
}}
}}

Latest revision as of 10:32, 30 July 2022


અમરવજિય-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : રાસકવિ. ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉદયતિલકના શિષ્ય. આ કવિની નાનીમોટી કુલ ૧૫ કૃતિઓના નિર્દેશો મળે છે, જેમાંની ઘણીખરી તો રાસાત્મક છે : ‘ભાવ-પચીસી’ (૨. ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, પોષ વદ ૧૦), ‘સિદ્ધાચલ-સ્તવન’ (૨. ઈ.૧૭૧૩), ‘સુમંગલ-રાસ’ (૨. ઈ.૧૭૧૫), ‘મુચ્છમાખડ-કથા’ (ર. ઈ.૧૭૧૯), ‘મેતાર્ય-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૦/સં. ૧૭૮૬, શ્રાવણ સુદ ૧૩), ‘રાત્રિભોજન-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૧/સં. ૧૭૮૭, અધિક ભાદરવા સુદ ૧, બુધવાર), ‘સુકોશલ-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૪ ? / સં. ૧૭૯૦ ?, પોષ સુદ ૧૩), ‘સુપ્રતિષ્ઠા-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૮/સં. ૧૭૯૪, માગશર-, રવિવાર), ‘અરિહંતદ્વાદશગુણ-સતવન’ (ર. ઈ.૧૭૩૯), ‘કાલાશબેસી/કાલાસવેલી-ચોપાઈ’ (ર. ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, વૈશાખ સુદ ૩), ૮ સર્ગની ‘સુદર્શન-ચોપાઈ’ (ર. ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, ભાદરવા સુદ ૫), ‘પૂજા-બત્તીસી’ (ર. ઈ.૧૭૪૩), ‘સમ્યક્ત્વસડસઠબોલ-સઝાય’ (ર. ઈ.૧૭૪૪), ‘ધર્મદત્ત-ચોપાઈ’ (ર. ઈ.૧૭૪૭/સં. ૧૮૦૩, કારતક વદ ૧૩, ધનતેરસ), ૧૫૪૦ કડીની ‘કેશી-ચોપાઈ’ (ર. ઈ.૧૭૫૦/સં. ૧૮૦૬, આસો સુદ ૧૦). કવિની કેટલીક કૃતિઓ હિંદીમાં હોવાનું જણાય છે. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. ગુસાઇતિહાસ : ૨,  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).[કા.શા.]