અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ઝીણા ઝીણા મેહ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 18: Line 18:
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
{{space}}હેરો મારા મધુરસચન્દા!
{{space}}હેરો મારા મધુરસચન્દા!
{{space}}હે! ભીંજે મારી ચૂંદલડી.
{{space}}હે! ભીંજે મારી ચૂંદલડી.<br>
{{Right|(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૨૨)}}
{{Right|(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૨૨)}}
</poem>
</poem>

Revision as of 17:55, 21 June 2021

ઝીણા ઝરમર વરસે મેહ,
         ભીંજે મારી ચૂંદલડી :
એવો નીતરે કૌમારનો નેહ,
         ભીંજે મારી ચૂંદલડી.

આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,
         ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
         ભીંજે મારા હૈયાની માલા;
         હો! ભીંજે મારી ચૂંદલડી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
         ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
         ટમકે મારા નાથનાં નેણાં :
         હો! ભીંજે મારી ચૂંદલડી.

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ, ને
         મીઠા મૃદંગ પડછન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
         હેરો મારા મધુરસચન્દા!
         હે! ભીંજે મારી ચૂંદલડી.

(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૨૨)