અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/હો રણને કાંઠડલે રે: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
કાળ કેરા આંકડા ઉકેલતાં રે; | કાળ કેરા આંકડા ઉકેલતાં રે; | ||
હર્ષશોકચીતરેલું ચિત્તઃ | હર્ષશોકચીતરેલું ચિત્તઃ | ||
{{space}}હો! રણને કાંઠડલે રે. | {{space}}હો! રણને કાંઠડલે રે.<br> | ||
{{Right|(ન્હાના ન્હાના રાસ-1)}} | {{Right|(ન્હાના ન્હાના રાસ-1)}} | ||
</poem> | </poem> |
Revision as of 17:57, 21 June 2021
પાછલી તે રાતનાં અજવાળિયાં રે:
ચંદનીથી ચીતર્યા સમીરઃ
હો! રણને કાંઠડલે રે.
પંચાસરે તે પાંચ સરોવરો રે;
પુણ્યપાપ ચીતરેલાં નીરઃ
હો! રણને કાંઠડલે રે.
ફૂદડીની ભાત ભલી દાખવતાં રે,
આભલાંથી ચીતરેલ વ્યોમઃ
હો! રણને કાંઠડલે રે.
જાહોજલાલી જૂની ગુજરાતની રે,
ઇતિહાસચીતરેલી ભોમઃ
હો! રણને કાંઠડલે રે.
રંક અને રાજવીની વાતલડી રે,
દુઃખસુખચીતર્યું અનિત્યઃ
હો! રણને કાંઠડલે રે.
કાળ કેરા આંકડા ઉકેલતાં રે;
હર્ષશોકચીતરેલું ચિત્તઃ
હો! રણને કાંઠડલે રે.
(ન્હાના ન્હાના રાસ-1)