અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/મ્હારે જાવું પેલે પાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 19: Line 19:
{{space}}{{space}}મ્હારે જાવું પેલે પાર.<br>
{{space}}{{space}}મ્હારે જાવું પેલે પાર.<br>
હવે માછીડા! હોડી હંકાર,
હવે માછીડા! હોડી હંકાર,
{{space}}મ્હારે જાવું પેલે પાર...
{{space}}મ્હારે જાવું પેલે પાર...<br>
{{Right|(જહાંગીર-નૂરજહાન)}}
{{Right|(જહાંગીર-નૂરજહાન)}}
</poem>
</poem>

Revision as of 17:59, 21 June 2021

હો! મ્હારે જાવું પેલે પાર;
         હવે માછીડા! હોડી હંકારઃ
                  મ્હારે જાવું પેલે પાર.

જમણે કાંઠે મથુરાનગરી,
         ડાબે ગોકુળ ગામ;
આ આરે મ્હારી દેહ ઊભી છે,
         ત્ય્હાં છે આતમરામઃ
                  મ્હારે જાવું પેલે પાર.

આભનો સાગર જળજળ ભરિયો,
         મહીં સૂરજ ને સોમ;
આ આરે છે ધરતીની ભેખડ,
         ત્ય્હાં છે ચોતન-ભોમઃ
                  મ્હારે જાવું પેલે પાર.

હલકી હેલે આયુષ્ય ઊછળે
         જગના વાય સમીર;
આ આરે મ્હારી આશાની કુંજો,
         ત્ય્હાં છે પ્રેમમંદિરઃ
                  મ્હારે જાવું પેલે પાર.

હવે માછીડા! હોડી હંકાર,
         મ્હારે જાવું પેલે પાર...

(જહાંગીર-નૂરજહાન)