અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`લલિત'/મઢૂલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 13: Line 13:
{{space}}લાગે તો આવજો લગીર, સંતો વ્હાલા!<br>
{{space}}લાગે તો આવજો લગીર, સંતો વ્હાલા!<br>
મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
{{space}}{{space}}અનેરી અમારી એ લગીર!
{{space}}{{space}}અનેરી અમારી એ લગીર!<br>
{{Right|(લલિતનાં કાવ્યો, ૧૯૧૮, પૃ. ૫-૬)}}
{{Right|(લલિતનાં કાવ્યો, ૧૯૧૮, પૃ. ૫-૬)}}
</poem>
</poem>

Revision as of 18:01, 21 June 2021

મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
                  અનેરી અમારી એ લગીર! — મઢૂલી.

વૃક્ષો વેલડીઓવાળાં, કુમળાં ફળફૂલ રસાળાં,
         લઈ જાવ લ્હાણ એ લગીર, સંતો વ્હાલા!

મનની કૈં મોજમજાઓ, રસિયા ઉરનાે કૈં લ્હાવો,
         લેવાને આવજો લગીર, સંતો વ્હાલા!

સામે સંસારી વિલસે, વચ્ચે જીવનસરિતા વ્હે,
         રેલવિયે ત્યાં રસરંગ લગીર, સંતો વ્હાલા!

ઊડવાય સફર સહિયારી, સુખદુ :ખની કંથા ધારી,
         આનંદ ઑર એ લગીર, સંતો વ્હાલા!

લગની સ્હેવા સ્હાવાની, ગીતડાં પ્રભુનાં ગાવાની,
         લાગે તો આવજો લગીર, સંતો વ્હાલા!

મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
                  અનેરી અમારી એ લગીર!

(લલિતનાં કાવ્યો, ૧૯૧૮, પૃ. ૫-૬)