ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આલમચંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આલમચંદ'''</span> આલમચંદ[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = આલ-ઇમામ | ||
|next = | |next = આશકરણજી | ||
}} | }} |
Latest revision as of 05:58, 1 August 2022
આલમચંદ આલમચંદ[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં આસકરણના શિષ્ય. ૧૩ ઢાળની ‘મૌન-એકાદશી-ચોપાઈ’ (૨. ઈ.૧૭૫૮/સં. ૧૮૧૪, મહા સુદ ૫, રવિવાર), ૧૧૪ કડીની હિંદી ભાષાની ‘જીવવિચારભાષા/જીવવિચાર-સ્તવન’ (૨. ઈ.૧૭૫૯/સં. ૧૮૧૫, વૈશાખ સુદ ૫, શુક્રવાર); ‘સમકિત-કૌમુદી-ચતુષ્પદી’ (૨. ઈ.૧૭૬૬/સં. ૧૮૨૨, માગશર સુદ ૪) અને ઈ.૧૭૬૮માં જિનયુક્તિસૂરિની પાટે આવેલા જિનચંદ્રની તેમની હયાતીમાં પ્રશસ્તિ કરતા ૧૩ કડીના ‘ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.] આલુ [ ] : જૈન. ‘બાર ભાવના’ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]