અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/આતમરામને: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{Center|'''(ભજનના ઢાળે)'''}} {{space}}હજીયે ન જાગે મારો આતમરામ! {{space}}{{space}}મારો આતમ...") |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{space}}મારો ફેરો આ નકામ! | {{space}}મારો ફેરો આ નકામ! | ||
{{space}}જાગોજી જાગોજી મારા આતમરામ! | {{space}}જાગોજી જાગોજી મારા આતમરામ! | ||
{{space}}{{space}}વ્હાલા આતમરામ! | {{space}}{{space}}વ્હાલા આતમરામ!<br> | ||
{{Right|(શેષનાં કાવ્યો, ચોથી આ., પુનર્મુદ્રણ, ૧૯૯૮, પૃ. ૧૦૬)}} | {{Right|(શેષનાં કાવ્યો, ચોથી આ., પુનર્મુદ્રણ, ૧૯૯૮, પૃ. ૧૦૬)}} | ||
</poem> | </poem> |
Revision as of 18:03, 21 June 2021
(ભજનના ઢાળે)
હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!
સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર,
સમજું ન ભરતી કે આ તે આવે છે તૂફાન!
આ તે આવે છે તૂફાન!
હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!
સઢ સંધા ફડફડે, દોર ધિંગા કડકડે;
હાજર સૌ ટંડેલ એક આ સૂનાં છે સુકાન
મારાં સૂનાં છે સુકાન!
હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!
વહાણ રાખું નાંગરેલું, વેપાર શી રીતે ખેડું?
સવાયા થાશે કે જાશે મૂળગાય દામ!
મારા મૂળગાય દામ!
હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!
હવે તો થાય છે મોડું વીનવું હું પાયે પડું,
મારો તો થાવા બેઠો છે ફેરો આ નકામ!
મારો ફેરો આ નકામ!
જાગોજી જાગોજી મારા આતમરામ!
વ્હાલા આતમરામ!
(શેષનાં કાવ્યો, ચોથી આ., પુનર્મુદ્રણ, ૧૯૯૮, પૃ. ૧૦૬)