ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/નવનીત જાની/સામા કાંઠાની વસ્તી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} એલા, એકાદ હાંડો – બાંડો ભરી આલજો કોઈ.’ બે લઘરવઘર આદમીઓએ આવતાવ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સામા કાંઠાની વસ્તી'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
એલા, એકાદ હાંડો – બાંડો ભરી આલજો કોઈ.’ બે લઘરવઘર આદમીઓએ આવતાવેંત પાણી માગ્યું.
એલા, એકાદ હાંડો – બાંડો ભરી આલજો કોઈ.’ બે લઘરવઘર આદમીઓએ આવતાવેંત પાણી માગ્યું.
Line 345: Line 347:


એક બાજુ મૂંગા મનનું કળતર તો બીજી બાજુ વાયરાના બુચકારે છૂટેલું તાળીઓનું ધણ –
એક બાજુ મૂંગા મનનું કળતર તો બીજી બાજુ વાયરાના બુચકારે છૂટેલું તાળીઓનું ધણ –
{{Right|''(‘પરબ’, મે, ૨૦૦૫)''}}
{{Right|(‘પરબ’, મે, ૨૦૦૫)}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 04:51, 22 June 2021

સામા કાંઠાની વસ્તી


એલા, એકાદ હાંડો – બાંડો ભરી આલજો કોઈ.’ બે લઘરવઘર આદમીઓએ આવતાવેંત પાણી માગ્યું.

ઓળખાણ્ય નો પડી, ધે ગામ રે’વાં?’ – ઊભા થતા બુધીરામે પૂછયું, નામ પડ્યું એટલે ટોળા ફરતેની વાતો ચણાઈ ગઈ. શેરી બહારના ઓટલે વિખરાયેલા આકારોનાં માં હલ્યાં. મુનિયાની દુકાનનો દીવો ડોકું કાઢીને રાણો થઈ ગયો.

ક્યું? ક્યું કીધું?’

થોડી વારે હલમલતા પડછાયાને ટેકો મળ્યોઃ ‘ઠીક નંઈ, સડકે થીંગડાં દેવાવાળા કોને – વળી કાતરની ખખ ચાલુ થઈ.’

‘તમતમારે રો એટલા દિ’ રાખજો. મારે ઘેર આ વધારાની છે.’કહીને બુધીરામે આવેલાઓને આવતા દા’ડે બાંધી લીધાઃ ‘સડકે કામ મંડાય – આવીએ તંઈ ઓળખજો.’

કોઈ જવાબ દીધા વગર બે માથાં ડોલતાં ડોલતાં પરભાર્યા.

વાત જાણ્યા બાદ એક જણે મમરો મૂક્યોઃ ‘બુધ્યાએ ગાંહડી બાંધી. સડકનું કામ મંડાશે તારે ગાંઠ છોડતાં વાર કેટલી?’

નામ લખીને ઢોચકી દેવી’તી, પાધરી શરમ નડે.’ – બીજો બોલ્યો.

અદકપોહળો છે, ગામે આવા ને આવા કેટલા સંઘર્યા છે?’ – પ્રશ્ન વાટ અટકી…

ખરેખર તો, સામા કાંઠાનું ગામ કહેવામાં સૂકી નદીની ઓળખ લેવાનું રહી જ ગયું. તો સાંભળો – પાછલાં ત્રણેક ચોમાસાએ નાગાઈ કરી તે પલળ્યાં એટલાં નેવાં પલળ્યાં ને ખેતરોમાં છાંટોક પાણી વાંછટ વરાણીએ પહોંચ્યું. બેઠાબેઠ લોક પાછું ઓતરા – ચીતરાના પલકારા છાંડે? એમાંય અર્ધા શિયાળે ઠુંઠવાઈ ગયેલી દાડી – દપાડી: વેળાના વતરે ઉભડિયાઓએ બને એટલા હાથ – પગ માથે લીધા. આમાં હરીફરીને ઝાલેલી મોટી ઓસરીઓની કોર આવી ગઈ.

– સાંઠિયું ક્યારે ખેંહાવો છો? – ઓઘાં કરી જાંઈ? ત્રીશ રૂપિયા જ ભલે દેજો. – કડબનાં ભરોટાં ટાણે રખે ભૂલતા, ધોડ્યા આવશે.

ઉધારી લીધેલી ફૂટી લાજ પણ વેરાણીઃ થોડા હાથ ઉછીના… મેળ પાડો તો આ વરસ તરી જાઈ. આવતા વરસે…

સામેના જવાબોએ મોભનો મારગ લીધોઃ ‘આવતું વરહ કોરાડું કંઈ જાય એવું કોઈએ લખી દીધું છે?’

કોઈ ઉડાઉ ચહેરા ખખળી રહ્યાઃ ‘રતીભારનીય માયા – બાયા પડી છે ચીંથરે?’

રાંકાં દેખાતાં નળિયાંમાં ચૈત્ર – વૈશાખના વંટોળને ઘર કરતાં કઈ આપદા પડે?

બુધીરામના ઘરે બે દિ’ લગી માત્ર તાપણાનો જ દેવતા જોયો. ધુમાડો ન ખમાયો તો ત્રીજા દિ’એ એના ઠરેલ મગજે એક વડવાળા ખેતરે પહોંચાડ્યો. પાછો આવ્યો ત્યારે કાચા – પાકા ટેકા સાથે ગણેશિયાનો કસબય સંભારી આવ્યો.

ફૂટ્યા પેટનો પત્નીની ‘ના’ સાંભળી બેઠોઃ ‘રાત માથે રાત ક્યારેય પડી છે? ભંડાશના ભારા નો બાંધશો. ઘરના રાચે હજી મોટું નથી ફેરવ્યું. વળી એ દી’ સરપંચ કે’તા’તા –’

હમણાં કવ ઈ કે’તો’તો –’ હે છે, પી – બી આવ્યા છો? લવારે ચડી છો તે.’ તે

એને, પત્નીની આંખોમાં દેખાતી પાણીની તેજકટારે વાર્યો કે વધેલ પેટના દરહણે, એનો પાયો ક્યાં ગોતવો? ઓસરીનો ખૂણે ખોટકાઈ પડેલી સાળ બુધીરામની સામી આંખે ઊભી. સૂતર ક્યાં સસ્તું છે? સુથારનુંય એવું જ ડાચું.

નૂર મામદનું દિમાગ ઘાણીએથી છૂટ્યું. આ વખતે ત્રિકમ – પાવડો નહીં છોડે. કેટલી વેવસ્થામાં ધોડવું? ઢાંઢાને કોઢારમાં રાખવાથી બંને આરામના અધિકારી જરૂર બને, નીરુણપાણીના નહીં. હાડકાંની ગણતરીમાં ઈન્શા અલ્લા વધારો થાય!

આથમતે અજવાળે લખમીચંદ માજન એના માથે બેસે છેઃ ‘પંદર પંચા પંચાણું જૂનું ઘરાક જાણી પાંચ આઘાપાછા, નેવું કે દિ’?’

દર વખતે આ સવાલે નૂરુને હસવું માતું નથીઃ ‘શેઠ, ઉપર બેઠો માલિક જાણે ને નૂરિયાના બળદનું પેટ જાણે.’

હવે તમારી જેવા ખાતા – પીતાને તેલ ના’તા પેટ સંતાડવા માંડે તો અમારા પેટને ક્યાં જાવું! ‘શેઠ, પાઈએ પાઈ ચૂકવું, એક વાર સડકનું કામ ચાલુ થાવા દ્યોને, ભલા’દમી. જરા સબર તો –

ધીરજ ધપે તમારી જેવા – કહીને શેઠ ભઠિયારમાં દેખાતા ગોરા અણસાર પર નજર મૂકતા જાય છેઃ ઠીક નંઈ, આજે આંખ્યુંની ઓળખે જાવ છું. કે’ ફરી ક્યારે આવી માથું ફોડું?

ફૂટી ગયા નથી ફુગ્ગા કે ટીકડા – બિસ્કુટ ખૂટી ગયાં નથી. ખિલખિલ ખખડતું ખોખું વળગાડીને ફરતી સાઇકલ ભીંતે ટેકાઈ ગઈ છે. ભીખને હમણાંથી એટલું જ સમજાય છે કે નિશાળનો ટંકોરો ચોરાઈ ગયો લાગે છે!

હાલો, હાલો, સુખ વેચાય છે હીરાબજારમાં – એવું માની – ધારી, નવી હવાના અંગૂરકટોરે વળગી આવેલા જુવાનિયા ખાલી કૂવાના થાળામાં ઘૂસી વીતેલો દિ’ વાગોળે છે, રાત પડે.

પચ્ચીસ ટેબલો કર્યો તો હેઠ ભાંઠાં પડી જાય છે.

સખ્ખત માલ પધરાવ્યો છે, કાળુ પતરીએ.

ત્યાં કોઈ માથાફરેલની દાઢ ગળે આવે છે: પતરી કારખાનાની ડેલીને આગળિયા કેટલા દે છે?

આ પ્રશ્ન પછીના ઘેરા મૌનનેય ઉપરવાળો જાણે!

બચુ ગોરનાં ટીપણાં માયલા કારતક – પરસોત્તમના માતમ પર કોઈએ તાળું નથી માર્યું, એ આખું ગામ જાણે છે. છતાંય – મનેખના કાળજામાંથી ધરમ જ હમૂડદો વયો ગ્યો છે એ કળિદેવનાં પરમાણ. ગીતાજીમાં ભગવાને ભાખ્યું છે ને કે દાન – ધરમ જેવાં કરમ તો દેવું કરીનેય કરવા જ જોઈ. નઈતર ભોમકા ભાર નો ઝીલે ને ઓલીપા સરગનો મારગ મોકળો નો થાય. પછી જાવ ક્યાં?

વિનુ તો પહેલેથી મોઢે ચડેલો, એ ઝાલ્યો રે?

ઉપર તો ફૂલ જગ્યા છે, બાપુજી. ઈ વાતની ફિકર્ય કરતાં હો તો રે’વા દ્યો!

– તો ગોરાણીના બળાપાની દશ નોખીઃ બબ્બે વાંઢા દીકરાના ભંડાભખ્ખ ગોદડાં – ગાભા આ ઉંમરે… ધોવાય એટલું પાણી નો મળે. છોકરાંનું ભણતર નો મળે. લેતીદેતી માટે દીકરી નો મળે ને નોકરી… ઈ કાંય ચરામાં ભટકતી ભેંસ થોડી છે? હાલી નીકળ્યા છો તે!

સાંજ પડે કે ચૂના – ભઠ્ઠીવાળા ડાંડર – તલહરાંની ગોતે આજુબાજુનાં ગામ ખૂંદી આવે છે. કેંક સૂકાં ઝાડ – કાંટ – ઝાંખરાં – પોતપોતાનાં શેઢાના હકદાવે ઊભાંઃ હાલતીના થાવ, ગોલકીનાવ, સૂકાં ખેતર – ભોં ભાળી છીંડાં પાડ્યાં છે તો…

મહિના પહેલાંની વાત.

વાર નથી હવે, પંદરેક દિ’માં જ સડકનું કામ મંડાશે’ – પંચાયતની થાંભલીએ હોકલી ખંખેરાતી રહી, ‘તમને કવ છું ને, મારા ગામની પ્રજા ટેન્શણ નો લે લગારે. ગજા બાર્યનું કામ…’

સરકારી ધોકણેને?’- ટોળામાં દલો ભરાઈ ગયેલો. ધોકણે નહીં, બળદિયા, ધોરણે – સરકારી ધોરણે કે’વાય.’

‘તો તો મને જરૂર ને જરૂર આટલી બધી શીશાપનું, કંપાસું, મધ્યાન ભોજન…’

પાગલને દૂર કરતાં વાર કેટલી? – ‘ભાગ અહીંથી, ગાંડીના. લવલવ કરતો.’

બોલો સરપંચ માત કી જે – એમ કહેતાં એણે દોટ મૂકી ત્યારે ખુદ સરપંચે હાવળફાવળ હસવું છૂટું મૂકેલુંઃ ‘માળો ખરો ભેજાગેપ છે. ગમે તે લિસ્ટ કાઢીને… પણ તમારે લોકોએ સમદર પેટ રાખવું… હા, તો કામ ચાર – ૭ મહિના લગીનું છે. ઉનાળા હાર્યે અડધું ચોમાસુંય તાણી જશે, જુઓને! મોજ કરો હંધાય.’

તો, બસ એક એ તાકું ગોતવું રહ્યુંને? મોજનું પે’રણ ધોઈ – બોઈ ગડી કરેલું માલીપા પડ્યું જ હશેને!

– ગામની વસ્તી ને? મોટાં ખોરડાં ગણીને તો વીસેકથી વધુ ગણવા નદી- ભેખડે ચડવું પડે. આખાં લાલ ખોરડાં સાથે લાલ નળિયાંવાળાં કોઈ કોઈ પાછલાં પડાળ ખરાં જ ને! કોઈ પણ શેરીનાં ચાર – આઠ ઘર કાઢો કે પાદરના ઉકરડા આવે. ઉકરડા વટતાં નીકળો તો છાણાં – અડાયાં વીણતી બેન – દીકરીઓ દેખાય. પ્રમાણમાં લાંબી શેરીઓ પૂરી થતાવેંત આવળ – બાવળની ઝાડીના પડછાયા આડા ઊતરે. ઊતરતા ઉનાળાની રમઝટી જાલિમ.

ચોરાના ઓટે ‘લંબેના’રાણ્ય’ કરીને પડખાંવગે થયેલાં ગઠ્ઠાં – બુઠ્ઠાંનાં ભીનાં પનિયાંની સળમાં ધૂળના લીટા લાગી ગયા છે. ટેકવેલી લાકડીઓનેય ઘારણ ચડ્યું હોય એમ ઓટલાની ધારે અટકી રહી છે. કંયે કંયેથી અવાજનો ઉલાળો આવી જાય… તે અમારે બાઈ – માણાને માંગવા નીકળાશે… તે ભાળ્યાં એટલાં જણવાનું મેં કીધું’તું?… તે તમને રાત પડે ને…

બેથી વધારે ઠામણાં હોય તો ખખડેય ખરાં, આવા ટાણે. આવા ટાણે, નીણ – કડબનો પૂળો લઈને નીકળનારની ઊલટતપાસય

આદરાય –

– કંયેથી બઠાવ્યો? કેટલામાં?

કણબીછોરું કડબની પીળી વેરામણને એક ફૂદડીએ વીણી ચૂપચાપ હાલતી પકડે.

– ખરા મીંઢા ભર્યા છે ગામ – ગજવે! જુવાનિયાઓનું ધ્યાન કુલ્લી – બગ્ગીની રોનમાં ન ઠરે.

‘ઓણ તો મારા વાલીડાં કૂતરાંવોય સમજી ગ્યાં છે કે, વરસ ઉઘાડું પડી ગ્યું છે. એંધાણ નથી વર્તાતાં એકનાં કે ઘર માંડે.’

અઘામાં – અધામાં રાત – દિ’ની કોઈ નામેરી વેળાએ બે માણસ મોઢામોઢ થાય ત્યારે સંવાદ તો કડબના પૂળા પર થતી ચકલીઓની ચડઊતર જેવો જ હોયઃ હા

શું હાલે?’ ‘આ હાથપગ ને ઉપરિયામણમાં સોકરાવના નિહાકા…’

કાં બાપુ, બેઠા ને?’ આ નિરાંત આંખે ચડીને…?’

હાડપિંજર થવાના સમાને ઠેલતાં રેડતાં ઢોર – જાનવરનાં દર્શન કાજ, કોઈ વાડામાં સંઘરાયેલાં રાડાં એમ કાંઈ વંટોળના ઉછાળે છલકાઈ ઊઠે?

ઓચિંતાની રાડ ઊઠી, તે કેવી!

‘એ રાક્ષસ આઈવો છે… નદી ઠેકીને આયાં આવતામાં જ નિહાળ્ય, છત્રી, ચોરો, હાટડી, અવેડો…’

ઝાંખી પડતી સ્થળોની યાદી ઠરી ગઈ. ભીનાં પનિયાંમાંથી થોડીક આંખો બહાર આવી. સૂકા ડોળાની પીળાશ ચકળવકળ થતી રહી. ભાઈદાસ દેરીની જાળી પકડીને તીડ થઈ ગયો. પત્તાંબાજીમાં ડૂબી પલાંઠીઓ ડાબી – જમણી થઈ. બાલમંદિરનાં બારણાંની ફાડમાં ભરાયેલાં ગયા વરસનાં બોર – ઠળિયા કાઢવામાં પડેલાં નાનકડાં ફફડ્યાં.

બે ઘડીમાં ચોખવટઃ ‘દલિયા વન્યા બીજું કોણ?’

અલ્યા, એને કોઈ ગાંડાના દવાખાને નાખ્યા’વો ને. વાળેલ પાનિયાનો, બપ્પોર માથે લે છે તે…’

ચોરો ગંધવી મારતી હોકલી ન નીકળી હોત તો, હળવે હળવે બધું ઉથરેટી જાત.

કાં સરપંચ આમ લબડધક્કે?’ સાબ આઈવા છે, સડકે.’

મંદિરની જાળી અધખુલ્લી રહી. ભીનાં પનિયાં માથે વીંટળાઈ ગ્યાં. મારી બાજી તારી બાજી – થઈ ન થઈ – વાત વહેંચણીએ આંબી ન આંબી ઊભી થઈ કપડાં ખંખેરી. નાનકી ટોળકીને ફાવતું જડ્યું.

બુધીરામ સાળ માટે લાકડાની ફાચરનું માપ બેસાડતો હતો. સરવા કાન થતા લાકડાના કટકા ને આરપાનું પરબારાં થઈ ગયાં. ‘ઓલી ઢોચકી… કાંઠલો થોડો નંદવાયેલો. પાછી નથી આવીને?’

( પત્નીના જવાબે રંગાયા વગર ‘એ માધા, સડકે આવેસ ને?’ પૂછતો ભાગ્યો.

નૂરુને ઊભી બજારે આવતો જોઈ માજને ખાતાવહીનાં પાનાં જેરવ્યાં: એલાં એ નૂરિયા, પંદર પંચા…’

શેઠ, આવતે ભવ તમારો ચોપડો થાવા બંધાવ છું. અતારે તો આઠાનાની બીડીઓ તરત દઈ દો, સડકે જાવું છે.’

ઠીક હાંભર્યું. ભૈ, તારે ત્યાં ખાલી ડબ્બો – બબ્બો પડ્યો જ હશે ને? માળા હાળા મજૂરો જડની પેઠે… તેલના એક ડબ્બે સ્ટેજ તીની પડી ગઈ છે તે..’

માજને બીડી ગણતા ધીમેથી પૂછી લીધું: ‘ઘરે પાછાં છોકરાં હશેને?’

મોહાળે મોકલી દીધાં છે બધાંને… એની મા હાર્ય’ – કહેતા નૂરુએ દુકાનના ઓટલેથી ઊતરી બૂમ પાડી. ‘એ નારસંગ, ઊભો રે ઘડીક, બીડી લઈ લઉં, હારોહાર્ય જાઈં.’ – કહી ફરી માજનની દુકાનના ઉંબરા ઉપર ડોકું ખેંચાયું…

માજને સૂડી વચ્ચે સોપારી લીધી.

‘તારા સોગન નૂર, બીડીયું ખૂટી ગઈ છે. બે – ચાર તો મારે બેહવાઊઠવાવાળા હાટુ જોઈએ જ ને? એકાદીથી તારો દિ’ ટૂંકો -‘

નૂરુનો પગ એક ઘડીય ન છળ્યો.

બુધીરામ, ત્રણેક હીરાઘસુ, બચુ ગોરના ટીકુ – વિનુ ને બીજા બેચાર ચૂના – ભઠ્ઠાવાળા સામે કાંઠે પહોંચી ગયા હતા. નૂરુના ખભે હાથ વીંટાળી નારસંગ આવ્યો. ગળામાં ગિલોલ ટાંગતો મશરુ આવ્યો વગડેથી. ગામેગામ જૂનાં લૂગડાંની ફેરી કરતાં રઘુએ પોટલાનો ભાર ઉતાર્યોઃ ‘આ તો નવીન જાત્યનું દાંતાળું મશીન! ક્યમ લાઈવા હશે?’

માધા જેવાને વઈ આવે ને તો ઘર્મે નાખી જાવા.’

આખી ટોળી ખખડી ખખડી બુટ્ટી થઈ ગઈ. બધાનાં મોઢે રાજીપાની તડકી ચમકતી હતી. બે માણસો ખાડા ખોદીને રાવટી નાખવાની તૈયારી કરતા હતા. ચારેક લાંબાં લાકડાં ને એક જાડું બૅગ, એકબીજામાં ગૂંચવાઈને પડ્યાં હતાં. આજુબાજુ આવળ – બાવળનાં ફૂલ હસતાં હતાં. લીમડાના થડને અઢેલી ઢોચકીને, પાસે પડેલા પીપનું આછું અંધારું ભલે ઢાંકી દેતું હોય, બુધીરામનો હરખ નો’તો ઢંકાતો!

એલા એ, આ મશીન ભાળીને જ દલિયે રાડ નાખેલી.’

‘ગાંડીનો અને રાક્ષસ માની બેઠેલો?’

હસતાં હસતાં નૂરુએ બુધીરામ પાસે તમાકુ માગી.

‘મારીય બનાવજે ભેગાભેગ’ એવું નારસંગે કહ્યું એટલે ખિસ્સામાં સંકોચાતો બુધીરામનો હાથ પહોળો થઈ ગયો.

સરપંચે કીધું’તું ઈ પરમાણ હો! જુઓને એમણે–’

તું ચોટ્યો તો – અમારા જેઠાને ઊભો રાખો કાં મને ઊભો રે’વા દો. ઊભા રાખ્યા! જેઠા કે તારામાં છાણ હતું કે બે મહિનામાં સડકનું કામ મંડાવી દેત?’

બુધીરામ કશું બોલવા ગયો પણ નૂરુએ, ‘જોજે પાછો દાઝમાં ઝાઝો ચૂનો નો ઠોકી દેતો, ગલોફે શાક અડાડ્યું નહીં થાય.’- કહ્યું એટલે, ‘ના, ના, દાઝ શેની?’ કહેતો હથેળીમાં અંગૂઠાનું જોર દઈ તમાકુ ચોળતો રહ્યો.

એટલામાં મશીનના ઠાઠા પાછળથી હોકલીનો ધુમાડો વછૂટ્યો, વધેલા પેટવાળો એક આદમીય ડોકાયો.

‘જો તો બુધ્યા, તારી ઢોંચકી લઈ ગયેલો –’

પેલાના માથા ઉપર છત્રી ધરીને એક જણ ઊભો રહ્યો એટલે બુધીરામને લૂનો એક ઘૂંટડો ભરી લેવો પડ્યો.

સરપંચે મશીનના છાયે ગરદન લંબાવી – ‘ના રે સાબ, ગામના જ

લીસ્સાંલહ પાટલૂન – બુશકોટને અડી વળી નીકળતો તાપ બધાની આંખમાં ભરાવા લાગ્યો હતો. ડમરીની પાલખીએ ચડીને આવતી લૂરાણીને વધાવવા દેહનાં માળખાં ધરીને ઊભેલાઓને સપનેય નહીં કે સરપંચ સાથેની સાહેબની ઘૂસફૂસનું ફીડલું આ તરફ દડશે. થોડી વાર સુધી બધા એકબીજાનાં મોઢાં ઓળખતાં રહ્યાં. ચોમાસું નહોતું તો કેટલાકે આભે મીટ માંડી, એકસામટો કેટલોક ઉચાટ મોભેર થતો રહ્યો.

નારસંગ થોડો ફાંફળ ને ભખડ. સાહેબ પાસે પહોંચતા પહોંચતા અદબ વાળી – છોડી, પાછળ હાથ ભીડ્યા -છોડ્યા ને કપાળેથી પરસેવો નિતારતો ઊભો – ઠોયા જેમ.

‘બોલો, શેની રેલી કાઢી?’ – ધોળી બીડીનું ખોખું નીકળ્યું.

સાયબુ, અમારા સરપંચે –’ દાબ દીધો છે?’ – બીડી ખોખા પર ઠપકી. ના, ના, સાયબ, સરપંચ તો માવતર રોખા છે. આ તો… મજૂરી-‘

શેની મજૂરી?’- પટ્ટ કરતી બીડી હોઠ વચ્ચે દબાઈ ગઈ ને હોઠના આ છેડે – તે છેડે ફરવા લાગી.

સરપંચે કીધું’તું – સડકનું કામ મંડાશે તંઈ –’ સાયબ, વાત એવી છે ને કે… મેં તમને હમણાં –’

‘તમારું ચાલે ને સરપંચ, તો તો તમે ગામના પાયખાને માણેકથંભ ખોડાવો, સમજયા?’

પણ સાબ –’ પણ – બણની માખીયું ઉડાડવી મૂકો ને આમ આ બાજુ…’ અર્ધા – પોણા વેણે મશીનની આડ લીધી.

એકલા પડેલા નારસંગે પાછું ફરીને જોયું. ફેર ચડતા હોય એમ એ જરા થર્યો હોય એવું લાગ્યું. હતો જ માથું ફાડી નાખે એવો તડકો. ઊઠતાં વંટોળમાં હિલ્લોળે ચડતાં તણખલાંને ગળચી જવા જાણે ટૂંકી પડતો સૂરજ. બે’ક મોટાં ઝાડવાં, પાન આડાં પાન કરી પોતાની રહી – સહી લીલાશની ફિકરમાં… ટૂંકમાં, કોઈ સૂકા દેવે પોતાના ચારેય હાથ આ ધરતી પર નવરા કર્યા હતા. કોઈના ગળા નીચે દાઢીના પડછાયે એકાદ માખી બેઠેલી દેખાય તોય એવું થઈ આવતું કે, માખીના ભાગ્ય તો જુઓ! કેટલો બધો છાંયો!

સમળીઓ ચકરાવા લેતી હતી. સૌના ગળામાં પાણીનો શોષ પડતો હોય એમ હડિયાની ધ્રુજારી વરતાઈ જતી હતી. નજીકના બાવળ પર પીળું બુશકોટ ફેલાવી એના છાયે બેઠેલા ટીકુ મા’રાજે એક વાર સાદ પાડેલોઃ ‘એ… આંયા આવતા રો, બે જણા તો માય જાશો, નકામા શેકાવ છો તે.’

‘તમે બેહો ટીકુકાકા, તમારી દેહને છાંયડો પોહાય.’ કહેતાં મશરુએ મલકાટ સંકેલી લીધેલોઃ ‘નારસંગ ધરમની ગા’ના ગોલ્યા કરે ને ખબર નો પડે. હાંભળે કાંઈ, હમજે કાંઈ ને આપણે કે’ કાંઈ. ઈના કરતાં આંયા જ ઊભા ૨ે’વી.’

બીજું? બધાના પગનો ભાર બદલાતો રહ્યો. હીરાઘસુઓ, રઘુ, વિનુ વગેરેએ દૂરના છાંયડા ગોત્યા. અહીં પગ ફરતે વરાળો ફૂટી નીકળતી હતી. ઉપર આભ ધરતીને ધિક્કારતું હોય એવું લાગતું હતું. ઘડીઓ ગળાતી નો’તી, એક ઉપર બીજી એમ ખડકાતી જતી હતી. પેલા માણસોએ લાકડાં ખોડી દીધાં હતાં. બ્ગ બંધાતું હતું. બધાંને ઢાંકી દે એવો છાંયડો થતો જતો હતો.

નૂરુએ બે હાથ ભીડી પોતાના માથે છાજલી કરીઃ ‘દાડી કેમની ગણશે? ખાળિયાં ખોદવા જેવું આ કામ નથી લાગતું.’

જે દેઈ, કાર્ય – બાજરામાંથી તો નથી જાવાના ને? બસ.’ – બુધીરામે ફરી એક વાર એની ઢોચકી સામે જોયુંઃ ‘કોઈને તરસ – બરસ લાગી નથી, અલ્યાવ?’

‘તરસના ઠોક્યા, આ તો એટલે કવ છું કે ચોપડે નોંધાય કારેલાં ને મનું માર્યા કેડે મળે કંટોલા…’

‘તે તારે ક્યા ઘાણેથી છૂટીને આવાનું છે?-‘ લાકડે – લૂગડે ઊભા થતા છાયાને જોઈ રહેલો નારસંગ એકદમ પાછળ ફર્યો. એનો ચહેરો જાણે લોહીની ધોણ્ય કાઢી ગયો હતોઃ ‘કળશી કુટુંબવાળાને આમાં લાગો નથી લેવાનો, ક્ય દીધું મેં.-‘ કહેતાં એણે ટીકુ – વિનુ મા’રાજ તરફ, રઘુ તરફ ને કશીક વાતને લઈ ખિખિયાટા કરતા હીરાઘસુઓ તરફ જોઈ સીધો મશરુને તાક્યો, ‘તારે વળી સસલાં- તેતરનો ક્યારે દુકાળ પડ્યો? વગડોય મલોખાં રોખો થઈ ગ્યો છે.’

જ એનો ઊંચો રાગડો બેઠો ન બેઠો ત્યાં મશીન પાછળથી સરપંચ અને સાહેબ બહાર આવ્યા. એકબીજા સામે જોઈ, બળબળતા પડછાયા વીંધતી એમની નજર નારસંગ ઉપર અટકી.

માથે ભમતી સમળીઓનો ચકરાવો થોડો નીચે ઊતરી આવ્યો હતો. દાંતાની અણી જમીને અડાડીને મશીન જાણે ભૂખ પહેલાંની નીંદર લેતું હતું. મશીન નીચે ભરાયેલો એક ગંજીધારી થોડી થોડી વારે શી ખબર શું – ઠેણિંગ… ઠેસિંગ… સૌનાં મગજ ભમતાં જ હશે ને?

હોકલીની નાળમાં સળી ફેરવતા સરપંચ નારસંગ પાસે ઊભા રહ્યા. એમની પાછળ સાહેબ ઊભા. સાહેબના માથે છાયો ધરતી છત્રીનો ટુકડોક છાયો સરપંચના ખભા ઉપર ફેલાઈ ગયો. સરપંચે હથેળી વચ્ચે હોકલીની નાળ ઘસવાનું ચાલુ કર્યું…

બધાના માહ્યલામાં ઊંડે ઊંડે અધમણ ભાર – ઉલેચવાની રાહમાં આમતેમ અમળાતો ગળે આવી જતો જાણે… હૃયના ધબકારાએ માથામાં પેસારો કર્યો હોય એમ..

‘રામ જાણે, સરપંચ નારસંગને શુંય ગુપીત કે છે?’- બુધીરામ બોલી પડ્યો. બીજી પળે. શી ખબર કઈ બખોલમાંથી ખિસકોલાની કક ઊભરાવા માંડી!

ત્યાં નારસંગનો અવાજ ઊંચકાયો – ‘ઈમ નય, ઈમ ના સરપંચ… મારા એકલાની વાત નય…’

શી ખબર, મોઢામાં મોટું ઘાલીને સરપંચે નારસંગને શુંય કીધું… ધોમ તાપમાંય નારસંગનો ખોખરો અવાજ ગળગળા શબ્દોની ફાંસે રંગી રહ્યોઃ ‘પણ સરપંચ, એ દિ’ તમે જ તો પંચાયતે…’

બાવળ પર પીળો બુશકોટ લબડી રહ્યો. છાંયડા એકલા પડી ગયા. નારસંગે પાછળ ફરીને જોયું. એની કાબરી આંખોની ગંધ પરખાયા વગર ન રહી.

‘હા, કીધું’તું… ખાદીના લેંઘો – ઝબ્બો પેરતો આઈવો છું વરસોથી. ખોટું નય બોલું. કીધું ‘તું.. પણ…’ ખબર ન પડી કે એમણે મશીન સામે જોયું કે સાહેબના માથે ઝબૂબેલી છત્રી સામે જોયું. બોલ્યાઃ ‘આ ભાળો છો ને?’ અચાનક એક કાચંડો સરસરાટ દોડી મશીનના પૈડા ઉપર ચડીને આમતેમ માથું ફેરવી કોણ જાણે શુંય સુંઘવા માંડ્યો!

મશરુના હાથમાં ગિલોલ સળવળ્યા વગર ન રહીઃ ‘ઈ મશીનને નાખો ખાડ્યમાં. આપડા ગામની સડક આપડા હાથે–’

‘આ આપડા ગામની સુવાગ સડક નથી, ગામમાં બસ આવે – જાય માટેની’. કહેતા સરપંચ છત્રીના છાયા તરફ ખસ્યાઃ ‘સાયુબ, ક્યાંક છેડા અડાડો ને તો –

થશે, આ થશે તો ઈય થશે જ ને?’- સાહેબે પીઠ ફેરવી, ‘અલ્યા, એકાદું જણ પાણી પાવ. ગળે જીવ આવી ગયો હવે. માટલીમાંથી લાવજે, બુડથલ, પીપમાં તો ગરમ હશે.’- કહીને એમણે રસ્તામાં બેય છેડે સફેદ ભૂકીની લીટીઓ તાણતા મજૂરો તરફ પગ ઉપાડ્યા, ‘સરપંચ, આવનારી યોજનાઓમાં તમેય બાકી નહીં રહો.’

સરપંચ ફાળિયું ઉખેળી ફરીથી બાંધવા લાગ્યાઃ ‘હાંભળ્યું ને? આ સડક એક વાર થઈ જાવા દો, પશી આ સડકને કનેક્સને ગામની સડક… હમજાય છે ને મારી વાત?’

બધા ચૂપચાપ ઊભા હતા એમાં સળવળાટ પેઠો. નૂરએ ઓચિંતા જ – હા હો, હંધું હમજાઈ ગ્યું. એલા તાળીયું પાડો હંધાય’- એવી બોલછાથી કીધું કે બધાએ હરખથી તાળીઓ પાડી!

મજૂરોને કશી સૂચના આપતા સાહેબ એકદમ તપી ગયા. ધસી આવ્યા.

વૉટ ડિડ અન્ડરસ્ટેન્ડ? વૉટ ડુ યુ મીન યોર સેલ્વઝુ? હૈવ યુ હેવ ઍની સેન્સ?’

સફેદ લીટીઓ આડીઅવળી થઈ ગઈ. નૂરુના પગ ઢીલા પડી ગયા. એણે બધા ભણી જોયું. બધા એને જ તાકી રહ્યા હતાઃ ‘હું શું હમજાઈ મું આપન્ને?’

નૂર, તારી જીભને કે,’ લગરીક નાનામોટાનો ધડો રાખે.’- કહેતો બુધીરામ આગળ આવ્યો. ‘સાયબુ, અમે લોકો…’

‘શું કરી લેશો તમે લોકો?’– સાહેબે રાડ પાડી આંખો ઝીણી કરી. બુધીરામની દશાય નૂર જેવી થઈ ગઈ. ગેંગેફેંફેં કરતાં એણે સરપંચ સામે જોયુંઃ હું તો ઈમ કે’તો તો કે –

– સાહેબની આંખોની ભેગી થયેલી નેણ વચ્ચેથી સરપંચ મારગ કરતા નીકળ્યા. ‘સાયબ, આ લોકોએ તો કાળા અક્ષર કુહાડે માર્યા. તમે નાહકના–’ એમણે પાણી લાવનારના હાથમાંથી ગ્લાસ ઝૂંટવી લીધો: ‘પાણી પીવો, સાયુબ.. ત્યાં છાંયે પધારો, આવો.’

સરપંચ, આ લોકોને છે ને… એક કામ કરો, તમે જેટલા છાતીકઢા છોને–’ તાજા ખોડાયેલા લાકડાના મૂળમાં જોરથી કોગળો થયો: ‘મામલતદાર પાસે જતા આવો. તમને એ બ-રા-બ-ર સમજશે ને સમજાવશે. આગળ જવું હોય તોય સરનામું આપું…’

‘હશે, સાયૂબ, રીલેસ પડો… રીલેસ… તમે ક્યાં આવાની લપમાં ધખો?… હું છું…’ સરપંચે આડા ઊતરીને ખાલી ગ્લાસ લઈ લીધો. વધેલું પાણી ઊભેલા લોકો તરફ ઢોળતા બરાડ્યાઃ ‘તમને લોકોને મગજ છે કે મહાણ? ખરા તાપે ધોડ્યા આઈવા છો તે, દાઢ્યું છે કાંઈ?’

ઉપર ઘુમરાતી સમળીઓ અચાનક નીચે ઊતરી આવી હોય એવું લાગ્યું. વંટોળમાં આવેલાં તણખલાં ઓશિયાળાં બનીને પગમાં અટવાવા લાગ્યાં.

આજ ટીકુ મા’રાજે બાવળ ઉપરથી બુશકોટ ઉતારીને ખંખેર્યોઃ ‘હાલો ઘર ભેગા થાવી. લૂ લાગી જાશે તો જીવવા મેળનાય નય રઈએ.’ કપડાંનું મેલું પોટલું રઘુના ખભે ચડી ગયું. જેમણે દાંત – કાન ખોતરવા સળીઓ લીધેલી એય બટકતી ગઈ. જીવ ખોતરાતો રહ્યો. શરીરની રગેરગ – તાંતણે તાંતણો ખેંચતી ને ખેંચાતા આંખના પડદા…

‘મારા ડોહા કે’તા’તાઃ મારા બેટા માંજરમુખા – ગોરિયાંવ એમ કાંઈ નકરી આઝાદી નથી દેતા ‘ગ્યા…’ – કહેતો મશરુ ગિલોલની પટ્ટી ઢીલી કરે કરે…

બસ, બુધીરામનો બેબાકળો અવાજ સંભળાયોઃ ‘અલ્યા, માધ્યાને કોઈ ઝાલો… એને વઈ…’

દિ’ તડકાની તાવડીમાં શેકાતો હતો. ખોદવા માટેની જગ્યા માપીમાપીને ફાળવી દેવામાં આવી હતી. ચોખ્ખી સૂચના હતીઃ ચોકડિયું કરવાની નથી. ધોળી લીટીની લાઈનોલાઇન ખોદવાનું હતું. કેટલો ગાર કાઢવાનો છે એનો નમૂનો આગલા દિવસે બતાવી દેવામાં આવ્યો હતો.

સરપંચ જેનું નામ! એમની લાલ આંખોમાં ઉમેરણ થયું: ‘લોશ્યાવડા કર્ય મા હવે. હું કે બીજા કોઈ ક્યાં તારા ભાણે બેહવા આવ્યાના છંઈ?’

બુધીરામનું મોટું મુઠ્ઠી જેવડું થઈ ગયું.

બધા પોતપોતાની મોજમાં – પોતાની જગ્યા સાથે બાજુવાળાની જગ્યાની માપણી તપાસી લેવામાં પડ્યા હતા. ‘એલા, તારે કાંપવાળી ભોં આવી કે? પોચી ગોરમટીવાળા ફાવી ગ્યા, મારા બેટા!’

મનેખનું પૂર આવ્યું હતું કાંઈ! ત્રિકમ – પાવડા તો ખખડતા ખખડે, તગારાનો તોર તો કંઈક જુદો જ હતો. મશરુએ તગારા ઉપર કંકુના પાંચ – પાંચ ચાંદલા કરેલા એટલે હશે? ના પાડવા છતાં બુધીરામની બેજીવી પત્નીએ રઢ ના મૂકીઃ ‘શકનનો પેલો ટચકો હું જ કરવાની, તમે હંધા તો કરમબુધીયાળના બાપ છો. એના હાથમાં ઊંચકાયેલા ત્રિકમનું ફળું મરકી રહ્યું. બગલમાં ચોપડો દાબી માપપટ્ટીનો છેડો લબડાવીને ફરતા મુકાદમને નૂરુએ બીડી ધરી ત્યારે આખું વાતાવરણ એક છત નીચેની કલબલ જેવું થઈ ગયું.

‘આ લે. માજનનો એક રૂપિયો.. આ દોઢ રૂપિયો… આ…’ એવી એની ખોદલવરીએ બધાં આગળ હસવાનાં પતરાળાં પાથર્યા. બધાંનાં મોઢાંમાં આજે દાંત ફૂટ્યા હતા!

એમાંય ઠેકડી મશે મૂંગો માધલો ઝપટે ચડે એટલે! સામે જીભ ન ચાલે ને?

– ગામનાં નળિયાં વંચાવ્ય છો એવું આઈ નો કરતો, આમાં તો કામ પરમાણે દાડી મળશે.

– ઈ પોતે, કંકુડી ને આંધળી ડોશી – ત્રણ ખાનારાં…

– દિવાળી કેડ્યે જોજો ને, આણી કોર્ય આપડી સડક બંધાઈ રેશે ને ન્યાં ગામમાં મેડી બાંધી લેશે માધો!

– પેલાં તો કંકુડીના વિવા’ લેવા જોઈ, નાટે પૂરું પૂરું થઈ છે! – ઈય ક્યાં ઝાલ્યો રે છે? – ડાચામાંથી ફાટે તોને, એમ થોડું કોઈ છોડી બાંધી જાવાનું’તું.

અલ્યા ભૈ, માધાને પરણવું જ નથી તો કોની હાટુ મેડા બાંધવા? મગજમાં ક્યારે પૂરી ચડે એનો નેઠો છે કાંઈ? એવાની હાર્યે કોણ…હા, સારુ ઠેકાણું ગોતીને કંકુડીને વેલાવાર્ય… બસ, આ એક વરસ પાર –

ત્યાં બાયુંમાંથી કોઈનું ગળું લાંબા રાગે ચડેઃ સાયબા, સડકું બંધાવ્ય આજ મારે વાગડ જાવું… વાગડ જાવું મારે –

‘કોને આવવું?’ કહેતી મુકાદમની ખરબોલી ટપકી પડેઃ ‘કામ કરો કામ, છાનાંમાનાં’ – ત્યાં એની નજરે કશું ભળાય જાય ને તરત જીભે સુંવાળપ લળી પડેઃ ‘કહું છું, ત્યાં કઠણ ભોં પડતી હોય તો… આ બાજુ માપી દઉં. કૂણી માખણ જેવી…’

તરત જ કોઈ બાઈ વાત વાળી લેઃ ‘મુકાદમ સાયુબ, કઠણ ભોં કે પોંચી ભોં, હાથમાં તિકમ હોય એટલે થઈ ર્યું.’

ઓલી બાજુ ભીખુની હાણ ચાલેઃ ‘એલા ભીખલા, ટીકડા – ભિખુટ લાવ્યાં’તાં ને ભાતા હાર્યું?’

આખો દિઈ જ તો ચળગતો રે છે, પંડ જોતા નથી?’

ભીખુનું શરીર કામ ન આપે એટલી આંખો કામ આપે. હસતી વખતે ભૂલભૂલમાં આંખો ભીની ભોંય ઝાલે ત્યાં બીજી જ ઘડીએ એના હોઠ હમ્મ હમ્મ કરતાં હસવું ઝાલી લે.

ચૂના ભઠ્ઠાવાળાનાં તગારાં બહુરૂપી જાણે! એકેય તગારા પર ચૂનાની ધોળપ બતાવો!

હીરાઘસુઓની અકળામણ આંટા દઈ જાય ત્યારે એય ઘંટીની સાટિંગ ચડાવતા હોય એમ બાવડે બાં ચડાવવા લાગી જાય છે. એમ કાંઈ ટાઢા છાયાની લાગી લત છૂટે?

– વળી અદેપાળની પીપરના માળા બોલતા થયા છે. નદીના પટમાં કાંકરા ઉડાડતું કોઈ પૂછી બેસે છેઃ ‘ઓલું દાંતાળું મશીન – રાતોરાત ક્યાં ગુલ થઈ ગ્યું શી ખબર!’

જવાબ મળે છેઃ ‘તારે એની ઉપર બેહીને વરઘોડો કાઢવો’તો, વાઈડીના!!

આ દિવાળી આવી નહોતી. નાનેરાંવની ટોળીના દીવામાં તેલ છલકાતું હતુંઃ ઘોઘો ઘોઘો ઘોસ્લામ, નાથીબૈના વીરસ્વામ… લોકોના હાડ ફરતે લોહી વળવા માંડ્યું હતું. ભીખુની સાઇકલની ઘંટડીમાં નવો રણકાર બેસી ગયો હતો. અડધી રાતે થાળી વગાડી બુધીરામે ગામને ગળચટું કરી મેલ્યું. નૂરુએ ઢાંઢા ઉપર ઝૂલ નાખી – નાખી ત્યાં ફળિયે પડતાં મેલાંઘેલાં પગલાં વળાઈ ગયાં. નારસંગ બબ્બે વખત તગારાં ટીપાઈ આવ્યો. દાતરડું કાતરતો શામજી લુહાર હસ્યોઃ

ધમણ માથે વિયાયેલી બિલાડીને ક્યાંથી ખબર હોય કે ધમણ વાસી હવા વધારે દિનો હંઘરે.’

– નાળિયેર ઉપર છેલ્લું મોતી મઢાઈ ગયા પછી ઘરમાં બેન – દીકરીનેય કેટલા દિ’ સંઘરાય? ઓસરીએ ખાટલા ઢળાય – ઢળાય… નવાં ગોદડાં – ગાદલાંની ગંધ ફોળાય – ફોળાય…

માધ્યા! ઊઠ્ય એલા એય…’

 – બુધીરામે ન જગાડ્યો હોત તો મારી આંખમાં આખો અવસર રંગેચંગે ઊજવાઈ જાત! હેજસાજ પોપચાં પલળ્યાં હતાં…

ત્યાં… બધું એનું એ જ – એ દિવસે મારું અને બુધીરામનું મૂંગા મૂંગા ગામ ભણી આવવું… એના હાથમાં કાંઠે નંદવાયેલી ઢોચકી..

ખર્ચ જોવાની આડશેય નય રે હવે, માધા.’ – એણે કાંટાનો ભારો ખેંચીને નદી ઊતરનારના પડછાયા પાછળ ઘૂંક ઉડાડ્યું.

વાયરેથી છૂટી અવાજની તીણી ખીલીઓ ભોંકાઈ જતી હતીઃ ભાઈઓ તથા બહેનો… આ સડક… તાલુકા કક્ષાના ગામડા સાથે… ખોબા જેવડા ગામ.. સંપર્ક સ્થાપી આપી… આ સેવકનું એક સોનેરી સ્વપ્ન… કોઈએ સાચું જ કીધું.. મેન ઈઝ વન્ડર…

ઓચિંતાની ઠેસ વાગી હશે તે, ઢોચકી નીચે મૂકી પગનો અંગૂઠો પંપાળતાં બુધીરામે ત્રાંસી આંખે મારી સામે જોયું. મેં તરત જ ઢોચકી તરફ ઇશારો કરી ખોબો… મને એમ કે હમણાં મારા મગજની રગ ફાટી જશે.

– બુધીરામે ઊંધી કરેલી ઢોચકીમાં સંતાયેલાં ધૂળ – તણખલાં ખરી પડ્યાં: ‘તારી તે – મૂંગીના, ત્યાં સડકે ફાટ્યો હોત તો પીપડામાંથી એક કળશ્યો તો ભરી હકતને? તરસ તો –

અંગૂઠાનું કળતર એક કૂદકે એની આંખોમાં બેસી ગયું. એણે વેળમાં ઢોચકીનો ઘા કર્યોઃ ‘ખરા ટાણે આય…’

દદડતી ઢોચકી જોવી કે બધીરામનો ચહેરો જોવો એ નક્કી ન કરી શક્યો.

વાયરાનું જોર દશ ગોતતું હતું. રઘુનો ભળી ગયેલો સાદ ફરફરી જતો હતોઃ ‘એઈને લ્યો, લેંઘો – ઝબ્બો લ્યો, પાટલૂન – ખમીસ લ્યો, લઈ લ્યો સાવ…’

તો વળી, પાછળથીઃ ‘આ વિસ્તારની ભોમકાનો પ્રતાપ છે, તાસિર છે…એક – બે માણસથી… ભગીરથ કાર્ય… અનેક હાથ… અનેક માનવશક્તિ…’

થોડે દૂર પડેલા ઢોરના હાડપિંજરે ઢોચકી અટકી ગઈ હતી. હાડ ચૂંથતાં કૂતરાં ઢોચકી તરફ વળે – વળે ત્યાં બુધીરામે –

આઉં… આઉં… આઉં.. મને થયું કે આ વખતે ઠીકરીઓનો વરસાદ. ‘માધા!’

મેં એની સામે જોયું. એણે મારી સામેથી આંખો ફેરવી લીધી.

‘નદી આંઈ લગણ ભરેલી… ખૂટી રે’તી તારેય વીરડાવ આપન્ને હાચવી લેતા, કાં?’

એ થાકી ગયો હોય એમ બેસી પડ્યો. હું સૂરજને ગળતી જતી આથમણી દેશ જોઈ રહ્યો. જાનવરનાં હાડ – પાંસળાંમાં મોટું ધુસાડવા મથતાં – ઘૂરકતાં કૂતરાં તરફ એક એક કાંકરી ફેંકતો બુધીરામ બોલતો હતો: ‘હતા તારે હતા… ઉલેચાતા વીરડાએ ક્યારેય આપડા છાલિયાને ઠેલ્યું હોય એવું તારી હાંભરણ્યમાં ખરું?

ઢોચકી ઉપર ઢીંચણ ટેકવીને બેઠેલા બુધીરામને ખબર હશે કે નહીં, ઢોચકીનો કાંઠલો થોડો વધારે નંદવાઈ ગયો હતો. છતાંય ફરીવાર કોઈ માગે તો દઈ શકાય એવી હતી.

કહેવું’તું પણ –

એક બાજુ મૂંગા મનનું કળતર તો બીજી બાજુ વાયરાના બુચકારે છૂટેલું તાળીઓનું ધણ – (‘પરબ’, મે, ૨૦૦૫)